SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ભાવના-શતક શેઠ –મહારાજ ! આ જોતા નથી? સામા ખાટલા ઉપર તે સૂતો છે. જેતા નથી, તેની અંતની માંદગી ? મહાત્મા–પણ હારે ચીમન ક્યાં? શેઠ–આ સામે સૂતો છે તે. મહાત્મા--હું બરાબર સમજી શકતો નથી. આજે મારું માથું ફરી ગયું છે. તે હાથેથી તેને બતાવ. શેઠ–(હાથ લાંબે કરી ચીમનના હાથને પકડી જણાવ્યું જુઓ, આ ચીમન! મહાત્મા–એ તો ચીમનને હાથ છે, ચીમન નથી. ચોમન કયાં છે? શેઠ–(પગને સ્પર્શી કહે કે, આ ચીમન ! મહાત્મા–એ તે ચીમનને પગ છે, આ તે છાતી છે, આ માથું છે, આ મુખ છે, આ પેટ છે, આ ભુજા છે, આ સકંધ છે, - આ આંખ છે, આ કાન છે, આ નાક છે, આમાં ચીમન કેણુ? હાથ, પગ, પેટ, છાતી, મોટું, આંખ, નાક, કાન વગેરે બધાં ચીમનના શરીરના અવયવો છે. આમાં કયાંય પણ “ચીમન' એવું નામ લખ્યું નથી. શેઠ–મહારાજ! એને જ અમે ચીમન કહી બેલાવીએ છીએ. મહાત્મા–જે એમ હોય તે પ્રાણ નીકળી ગયા પછી પણ આ શરીર આંહી પડ્યું રહેવાનું છે તેને સાચવી રાખજે. ચીમન ચાલ્યો જશે, મરી જશે, એવી દહેશત રાખી શું કામ શોક કરે છે? શેઠ–મહારાજ! જીવ નીકળી ગયા પછી તો મુડદું-શબ રહે તેને શું કરીએ ? મહાત્મા––ત્યારે શું શરીર અને શરીરના અવયવોને તું ચીમન માનતો નથી ? ચીમન તેથી કોઈ જુદો છે ?
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy