________________
એકત્વ ભાવના.
૧૫૧ પડી ગયું હતું, રહે બદલી ગયો હતો, ઉંડા ઉંડા નિસાસા નાખત હતો, આ જોઈને તેની કંજુસ સ્ત્રીએ પૂછયું
સુમની પૂછે સુમર્દો, કહાસું બદન મલીન,
કહા ગાંઠસે ગિર પડે, કહા કિસીકું દીન. .. ૧ તે સમજતી હતી કે જ્યારે એક દમડી ખવાઈ ગઈ હોય કે દેવાઈ ગઈ હોય ત્યારે મારા ધણીની આવી દશા થાય છે. એમ ધારીને તેણે પૂછ્યું. તેના જવાબમાં મુમ્મણે કહ્યું કે –
નહિ ગાંઠસે ગિર પડે, નહિ કિસીકું દીન,
દેતાં દીઠે એરકે, વહાંસ બદન મલીન. ૨ અરે અક્કલહીને સ્ત્રી! તું હજી મને ઓળખતી નથી? મારી દીધેલી ગાંઠ છૂટે ખરી કે? જેમ હારની ગાંઠ ન છૂટે તેમ અંદરની ગાંઠ પણ શું છૂટવાની હતી અને એમ હું કોઈને દમડી પરખાવું તેવો છું ? આ તે રસ્તામાં ચાલતાં એક ગૃહસ્થ, ભિખારીઓને અનાજ કપડાં વગેરે દેતો મારા જેવામાં આવ્યા, ત્યારથી મારા પેટમાં દુઃખવા આવ્યું છે. બેચેની થઈ પડી છે. બસ આજે મારે કંઈ પણ ખાવું નથી. ચાલે આજે નિદ્રા પણ આવવાની નથી, ક્યાંક કામ કરવા નિકળી જઈએ. આવા દિવસે મુમ્મણ શેઠની જીંદગીમાં ઘણી વખત પસાર થતા હતા. બનતાં સુધી તે તે તે રસ્તે જ લેતો નહિ કે જ્યાં કોઈ યાચક અને દાતાર તેની નજરે પડે. આવી ભવૃત્તિથી તેણે ઘણું દ્રવ્યને સંગ્રહ કર્યો. એકદા સમયે વરસાદની ઋતુ ચાલે છે. ચારે તરફ વરસાદની ઝડી જામેલી છે. નદીઓમાં જબરાં પૂર આવેલાં છે. આકાશ વાદનથી એટલું ઘેરાયેલું છે કે બે ચાર દિવસથી સૂર્યનું બિલકુલ દર્શન થતું નથી. વરસાદને લીધે બરાબર કામ ન થઈ શકવાથી મુમ્મણ શેઠના દિવસે ભારચિંતામાં પસાર થાય છે. બેઠાં બેઠાં ખાવું તેને બિલકુલ પસંદ નહેતું. જ્યારે કામ ન હોય ત્યારે પિતે ઉપવાસ