________________
૧૪૮
ભાવના–શતક,
મનુષ્ય वामदेवेन मित्रेण । रूपसेनो वनान्तरे ॥
घोरनिद्राप्रसंगेन । लक्षलोभानिपातितः ॥ १ ॥ અર્થ-વા” એટલે વામદેવ, “રૂ' એટલે રૂપસેન, “ઘ” એટલે ઘેર નિદ્રા અને “લ” એટલે લાખ રૂપીઆને લોભ. અર્થાતવામદેવ નામના મિત્રે વનની અંદર ઘોર નિદ્રામાં પડેલ રૂપસેન નામના શખસને નિદ્રાના પ્રસંગને લાભ લઈ લાખ રૂપીઆના લોભે મારી નાંખ્યો.
ગુપ્ત ભેદ જાહેર થયો. રાજાએ રૂપસેન સંબંધી હકીકત તેના પિતાને પૂછી તો તે વાત સઘળી મળતી આવી. નિશ્ચય થયો કે વામદેવે રૂ૫સેનની કમાણ પચાવવા ખાતર જંગલના એકાંત પ્રદેશમાં રૂપસેનનું ખૂન કર્યું છે. એ જ વખતે વામદેવને બોલાવવામાં આવ્યો. પૂછયું તો તે નાકબૂલ થયા. ધમકી આપી પણ માન્યું નહિ. સપ્ત. રીતે માર મારવામાં આવ્યો, ત્યારે સઘળું કબુલ કર્યું. રાજાએ તેને દેહાન્તશિક્ષા કરી રૂપસેનની કમાએલી મિલકત તેના બાપને દેવરાવી.
વામદેવ રૂપસેનને મિત્ર હતો પણ તે સ્વાર્થી, ગુણ પછવાડે અવગુણ કરનારે, મિત્રદ્રોહી હતી તેથી તે અધમ મિત્રની ગણનામાં આવી શકે. ગુણ ન કરે તેમ અવગુણ પણ ન કરે, મિત્રના તરફથી કંઈક લાભ મળી રહે અને મિત્રની સારી સ્થિતિ રહે ત્યાં સુધી મિત્રતા રાખે, પણ મિત્રની નબળી સ્થિતિ થતાં તેને સહાય કરવાને બદલે તેની મિત્રતા છેડી દે તેવા મિત્રે મધ્યમ કોટિના ગણી શકાય. જેઓ મિત્રની તવંગરીમાં તેમજ ગરીબાઈમાં પણ સરખે પ્રેમ રાખી મિત્રતા નિભાવે, કામ પડયે મિત્રને મદદ પણ આપે, એટલું જ નહિ પણ મિત્રનું દુઃખ પિતા ઉપર વહેરી લે તેવા મિત્રે ઉત્તમ ટિના કહી શકાય. પહેલા અને બીજા પ્રકારના અધમ અને મધ્યમ મિત્રો જગતમાં જોઈએ તેટલા છે, પણ ઉત્તમ મિત્ર તો