________________
એકત્વ ભાવના
૧૪૫
કાટલું કહાડી નાંખવું. તે કયાં અને કેવી રીતે તેને ઘાટ ઘડવા લાગ્યા. દરમ્યાન જંગલમાં બે રસ્તા નીકળતા જોવામાં આવ્યાં. વામદેવે સામાનનાં ગાડાં એક માર્ગે રવાના કરાવી આ બીજો માર્ગ નજીક પડશે એમ યુક્તિથી સમજાવી પોતે રૂપસેનની સાથે તે માર્ગે ચાલવા માંડયું. સાથેના માણસોને આડા અવળા રવાના કરી જંગલનું એકાંતની જગ્યા શોધી, વિસામાને મિષે ત્યાં ઉતારો કરાવ્યો. થોડા વખત પછી રૂપસેનની આંખ ઘેરાવા લાગી, એટલે વામદેવને પોતે સૂઈ જવાનું કહ્યું, વામદેવને એટલું જ જોઈતું હતું. રૂ૫સેન સૂતો અને ઉંઘ આવી ગઈ, એટલે વામદેવે ગુપ્ત રાખેલી ગુખી બહાર કહાડી. આસપાસ નજર ફેરવી આવતા જતા માણસની તપાસ કરી તો કોઈ માણસ નજરે ન પડયું એટલે તે પોતાને મનેરથ સિદ્ધ થયે માની રૂપસેનની છાતી ઉપર રહડી બેઠે. રૂ૫સેન જાગ્યો અને ગાભરો બની જુએ છે તો પોતાની છાતી ઉપર ચડી બેઠેલા વામદેવને જોયો અને કહ્યું-અરે વામદેવ ! આ તને શું સૂઝયું ? મારી છાતી ઉપર શા માટે તું રહડી બેઠે ?
વામદેવ–બસ, રૂપસેન! હવે હું ત્યારે મિત્ર નથી. ઈષ્ટનું સ્મરણ કરી લે. આ ત્યારે છેલ્લો સમય છે.
રૂપસેન–પણું શા માટે? મેં તારું શું બગાડયું છે? હને વારંવાર મદદ કરી, પૈસા આપ્યા, નેકરીએ રખાવ્યા તેને આ બદલો?
વામદેવ હા, તેને જ બદલે. હવે બધાં કૃત્યો યાદ કરવા જેટલે અને સાંભળવા જેટલો સમય નથી. હું ફરીથી હને કહું છું કે ઈષ્ટનું સ્મરણ કરી લે.
રૂપસેન–અરે કઈ રીતે તું મહને નહિ છેડે? તારે ધન જોઈતું હોય તો તે લઈ લે, પણ મને માર નહિ.
વામદેવ–હવે કરગરવાથી કાંઈ વળવાનું નથી. હું કઈ પણ