SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચી ટોચ ઉપર લઈ જાય છે, કે જ્યાં દુષ્ટ વાતાવરણને સ્પર્શ પણ થઈ શકે નહિ, તેવી પવિત્ર ભૂમિમાં મનને વિહાર કરાવી સચ્ચારિત્ર્યની ટોચે પુગાડે છે. શતક ઉપરાંત પરિશિષ્ટ તરીકે મિત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાનાં ચાર પદ્યો સુંદર રાગોમાં જ્યાં છે. એકંદર સોળ ભાવનાનાં સોળ અષ્ટકે સંસ્કૃત જાણનારાઓને પણ અત્યન્ત આનંદ ઉપજાવે તેવાં છે. આ પુસ્તક છપાવવાનો હેતુ માત્ર વાંચનના શેખીનોને ઉત્તમ બોધ પૂરો પાડવાને છે. મારે જણાવવાની જરૂર નથી કે સુપરરયલ ૨૩ ફેર્મનું સોનેરી અક્ષરવાળા પાકા પુઠાનું દળદાર પુસ્તક કાગળની મેઘવારી છતાં ઓછી કિંમ્મતે વેચવાનું ઠરાવ્યું છે, તે સાધારણ વર્ગના માણસે પણ ખરીદી વાંચી શકે તેટલા માટે છે. આ પુસ્તકની ઉપજતી કિસ્મતનો પણ ફરી તેવાં જ પુસ્તકો છપાવવામાં ઉપયોગ કરવાનો છે. આ પુસ્તક છપાવવાના કામકાજમાં શાહ હેમચંદ રામજીભાઈ તેમ જ શાહ ચુનીલાલ વર્ધમાને ઘણી મદદ કરી છે, તેથી તેમને આભાર માનું છું. કેટ, બજારગેટ, મુંબઈ ) લિ. સેવક સં. ૧૯૭૩ ભાગસર વદ ૧. ] વંધાવન દયાલ બીજી આવૃત્તિની પ્રસ્તાવના જણાવતાં ઘણે હર્ષ થાય છે કે શતાવધાની પંડિત મુનિરાજ શ્રીરત્નચંદ્રજી મહારાજશ્રીએ રચેલું આ પુસ્તક પણ “કર્તવ્ય-કૌમુદી” ની માફક સર્વમાન્ય થયું છે. આ સર્વ સામાન્ય અને નીતિબોધક ગ્રંથ તરફ જનસમાજની વધતી જતી અભિરૂચિને લીધે તેની આ બીજી આવૃત્તિ પહેલી આવૃત્તિ પ્રમાણે જ છપાવીને બહાર પાડવામાં આવી છે અને તે માટે હું મને કૃતાર્થ માનું છું. આ પુસ્તકની લગભગ પડતર કિંમત રાખેલી છે અને ખર્ચ બાદ જતાં જે કંઈ વધારે રહેશે તે મુંબઈ શ્રાવિકાશાળાને ભેટ આપવામાં આવશે. મુંબઈ, નાયગામ મ્યુ. ગુજરાતી નિશાળ છે જેચંદ નેણશી વોરા. સંવત ૧૯૭૩ ના પશ વદી ૧. ) હેડમાસ્તર, નાયગામ મ્યુ. ગુ. સ્કુલ. લી.
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy