SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ભાવના-શતક. પાતકમાં એક વખત તારી દીકરી કુબેરદત્તા પડી ગઈ હતી, પણ સુભાગ્યે તે ચેતી ગઈ વૈરાગ્ય પામી દીક્ષા લીધી-પાપથી મુક્ત થઈ તે જ કુબેરદત્તા હું છું. તમારું અસમંજસ કૃત્ય જ્ઞાનથી જોઈ મારું લેહી બન્યું તેથી તમને ચેતવવાને હું આવી છું. આ સાંભળી કુબેરસેનાને પોતાનાં સર્વ અપકૃત્યો યાદ આવ્યાં, તેથી તે રડી પડી. સાથે કુબેરદત્ત પણ પોતાનાં પાપને માટે રડવા લાગ્યા. સાધ્વીએ તેઓને ઉપદેશ આપ્યો કે રોવાથી સુધરશે નહિ માટે પાપને ધોવા હવે ધર્મ કરે. સાથ્વીના પ્રતિબોધથી કુબેરદસ્ત સંસાર છોડ, દીક્ષા લીધી અને કુબેરસેનાએ નાના પુત્રના બંધનથી સંસાર ન છોડે પણ શ્રાવિકા ધર્મ સ્વીકાર્યો. સાધ્વી પિતાની ગુરૂણી પાસે ગયાં. છેવટ ત્રણેની સદ્ગતિ થઈ. આ કથા ઉપરથી સંસારમાં સંબંધની કેવી વિચિત્ર ઘટના થાય છે, એક ભવમાં અઢાર અઢાર સંબંધ જોડાયા તો અનંત ભમાં અનંતા અનંતા સંબંધ થાય તેમાં શું આશ્ચર્ય છે? હવે એવો સંબંધ શોધીને જ જોઈએ કે જે સંબંધને કદી અંત આવે નહિ અને નવા નવા સંબંધ બાંધવા પડે નહિ. (૨૧) | મારઃ | अरण्यान्या अन्तं द्विरदतुरगैर्यान्ति मनुजा । लभन्ते नौकायैः कतिपयदिनैः पारमुदधेः॥ भुवोप्यन्तं यान्ति विविधरथयानादिनिवहैने संसारस्यान्तं विपुलतरयत्नेपि विहिते ।। २२ ।। અપાર સંસાર. અર્થ–પ્લેટમાં મહેટી અટવીઓ કે સહરા જેવાં મહટાં રણને પાર મનુષ્યો ઘોડા ઉંટ વગેરે વાહનોથી પામી શકાય છે.
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy