________________
ભાવના-ચાતક દાટીને મને સેકવામાં આવ્યા, તેમજ ઉધે માથે લટકાવી કરવત વગેરેથી મને ચીરવામાં આવ્યો. તે દુઃખ પણ અનતી વાર મેં નરકમાં ભોગવ્યું.
अइतिख्ख कंटकाइन्ने । तुंगे सिंबलि पायवे ॥ खेवियं पासबद्रेणं । कट्टो कट्टाहिं दुकरं ॥ महाजंतेसु उछुवा । आरसंतो सुमेरवं ॥
पीलिओमि सकम्मेहिं । पावकम्मो अणंतसो॥ અર્થાત-હે માતા ! પરમાધામીઓએ અતિ તીણુ અણુવાળા કાંટાથી વ્યાપ્ત અને તલવારની ધાર જેવાં પાંદડાવાળા શામલી નામા વૃક્ષની શાખા સાથે સખ્ત રીતે બાંધી મને હિંચકા ખવરાવ્યા અને પાંદડાં તથા કાંટાથી મારું શરીર વિંધી નાંખ્યું. વળી મોટા યંત્રમાં કે જેમાં પીલાતાં ભયંકર શબ્દ થતો હતો તેમાં અનેક વાર મને શેરડીની પેઠે પીલવામાં આવ્યું. હે માતા ! જગતમાંની તમામ ખાવાની ચીજો એકી સાથે એક નારકીને ખવરાવવામાં આવે અને જગતનું સર્વ પાણી પાવામાં આવે તો પણ તેની ભૂખ તરસ ભાંગે નહિ તેવી ભુખ અને તરસ પલ્યોપમ અને સાગરોપમ સુધી નરકમાં મેં અનંતી વાર વેઠી. જ્યારે પરમાધામીઓની પાસે ખાવાને માંગતો ત્યારે મારા પિતાના શરીરના અવયવો કાપી તેને પકવી મને ખવરાવતા અને પાણીની યાચના કરતાં ધગધગતી ઉકાળેલ ધાતુ પીવરાવતા. તે પીવાની મનાઈ કરવા છતાં પરમાધામીઓ છાતી પર ચડી બેસી સરરીથી પાતા, તેની એવી તે પીડા થતી કે તે પીડાને લીધે આકાશમાં ૫૦૦ જેજન સુધી શરીર ઉચે ઉછળતું. હે માતા ! પરમાધામીઓ જુદાં જુદાં રૂપ લઈ મને દુઃખ દેતા હતા; કેઈ વાઘને રૂપે, કઈ સપને રૂપે, કઈ વીંછીને રૂપે, કેઈ કૂતરાને રૂપે, કોઈ વજ જેવી કઠિન ચાંચવાળા ગીધ પક્ષીને રૂપે મારા શરીરને પીડા ઉપજાવતા. નરકના