________________
વખતના ચૌવિહારના પચ્ચખાણ કરાવવાં. આ સ્થિતિએ કોઈએ દિલગીર થઈ આંસું પાડવાં નહિ કારણ કે આત્મા પિતાના કરેલ કર્મ ભેગવવાં સરજેલ હોય તો ઉદય આવ્યે ભેગવે છે. પણ પિતાના ઉપર ધડ લે. મરણ દુઃખ મહા દુઃખ કહેલ છે. આ રોગથી કદાચ મારૂં આયુષ્ય પૂરું થાય તો કોઈએ રડવું કે દિલગીર થવું નહિ. આયુષ્ય પૂરું થયું તમને જણાય ત્યારે સંદેશ નં. ૨ વાંચો .”
કપુરચંદ પાનાચંદ મેતા સં. ૧૯૮૭ ના શ્રાવણ સુદ ૬ ને
બુધવાર, તા. ૧૯-૮-૩૧.
સંદેશ નં. ૨ “મારૂં અવસાન આવ્યેથી (મારું આયુષ્ય પૂરું થયેથી ) મારી પાછળ મને યાદ કરીને કોઈએ રોવું નહિ, કલ્પાંત કરવો નહિ, એક કલાકને પણ કેઈએ સોગ પાળવો નહિ. (ઘરના માણસેએ પોતે આ બાબતને અમલ પહેલો કરો.) રિવાજ ચાલે છે તે પ્રમાણે કેઈએ પાઘડી બદલાવવી નહિ. સેમિયાં પહેરવાં નહિ. મેં વાળવાં નહિ. માઠાં ધ્યાન, ભાઠી ચિંતવનું કરવી નહિ. બરાંઓ અમુક નજીકના સગાંનું મૃત્યુ થયે અપાસરે જતાં નથી તે રિવાજ નાબૂદ કરીને પહેલી તકે બીજે દિવસે જ જે હમેશાં અપાસરે જતાં હોય તેણે જવું. ધર્મ ધ્યાનમાં અંતરાય પાડવી ન જ જોઈએ.”
“મેં મારા પૂર્વના પાપના ઉદયે કરીને રોગવાળું શરીર પામીને કઈ વ્યક્તિ–ભાઈ કે બાઈ ઉપર કઈ જાતને ઉપકાર કે મારે કરવી જોઈતી ફરજ હું બજાવી શક્યો નથી, એટલે હું સૌ જેને અપરાધી છઉં, ઊલટી મારી દયા બીજાઓએ ખાધી છે જેથી તેમને ઉપકાર માનું છું.