________________
શકશે. દુનિયાનું કોઇ એવું ક્ષેત્ર નથી કે જ્યાં વિઘ્નજય કરવાનું અનિવાર્ય ન હોય. ગમે તે કારણે ધર્મક્ષેત્રમાં આજે વિઘ્નજય અંગે ઘણી જ ઉપેક્ષા સેવાય છે. વિઘ્નજયસ્વરૂપ આશયને પ્રાપ્ત કરવા માટે પણ ઉપર જણાવેલાં ત્રણ વિઘ્નમાંથી કોઇ વિઘ્ન નડે છે - એમ માન્યા વિના ચાલે એવું નથી. ગમે તે રીતે અનવસ્થાને અટકાવી ઉપર જણાવ્યા મુજબ સત્ત્વ મેળવી અને ગુરુપારતંત્ર્ય કેળવી વિઘ્નોનો જય મેળવવા પ્રયત્નશીલ બની રહેવું જોઇએ. ।।૧૦-૧૩।। ચોથા સિદ્ધિસ્વરૂપ આશયનું નિરૂપણ કરાય છે—
सिद्धिस्तात्त्विकधर्माप्तिः, साक्षादनुभवात्मिका । कृपोपकारविनयान्विता हीनादिषु क्रमात् ।। १०-१४ ॥
सिद्धिरिति - सिद्धिः तात्त्विकस्याभ्यासशुद्धस्य न त्वाभ्यासिकमात्रस्य धर्मस्याहिंसादेराप्तिरुपलब्धिः । साक्षादनुपचारेण । अनुभवात्मिका आत्मन आत्मना संवित्तिरूपा ज्ञानदर्शनचारित्रैकमूर्तिका । हीनादिषु क्रमात् પોપારવિનયાન્વિતા, દીને પાન્વિતા, મધ્યમે વારાન્વિતા, અધિò = વિનયયુત્તા ||૧૦-૧૪||
“સાક્ષાત્ અનુભવ સ્વરૂપ તેમ જ હીન, મધ્યમ અને અધિક(ઉત્કૃષ્ટ)માં અનુક્રમે કૃપા, ઉપકાર અને વિનયગુણથી યુક્ત એવી તાત્ત્વિક ધર્મની જે પ્રાપ્તિ છે તેને સિદ્ધિ કહેવાય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિને સિદ્ધિ કહેવાય છે. અભ્યાસથી (પુનઃ પુનઃ આસેવનથી) શુદ્ધ બનેલા ધર્મને તાત્ત્વિક ધર્મ કહેવાય છે. અભ્યાસદશાપન્ન ધર્મને તાત્ત્વિક માનતા નથી. આ તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિ ઉપલબ્ધિસ્વરૂપ છે. ઉપલબ્ધિ સાક્ષાત્કારસ્વરૂપ છે.
અધિકૃત અહિંસાદિ સ્વરૂપ તાત્ત્વિક ધર્મની ઉપલબ્ધિ ઉપચારથી રહિતપણે અનુભવાત્મકરૂપે હોય તો તે સિદ્ધિ સ્વરૂપ બને છે. પ્રણિધાનાદિ ત્રણ આશયની પ્રાપ્તિ પછી આ ચોથા આશયને પામવાનું સરળ છે. આત્મા એ ધર્મની સારી રીતે અનુભૂતિ(સંવેદન) કરે છે; જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકરૂપ અવસ્થામાં પરિણત હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઃ આ ત્રિતયાત્મક ધર્મ છે. જ્ઞાનાદિના ક્ષયોપશમભાવાદિ સ્વરૂપ એ ધર્મ આત્મપરિણતિસ્વરૂપ છે. એનું ઉપચારરહિત જે આત્માને સંવેદન થાય છે, તસ્વરૂપ સિદ્ધિ નામનો આશય છે.
આ આશય દરમ્યાન મુમુક્ષુ આત્માઓને પોતાની અપેક્ષાએ હીનગુણવાળા પ્રત્યે કૃપા હોય છે. મધ્યમ(લગભગ પોતાના જેવા)ગુણવાળા પ્રત્યે ઉપકાર કરવાની અર્થાત્ પોતાને મળેલા ધર્મને પ્રાપ્ત કરાવવાની ભાવના હોય છે અને પોતાની અપેક્ષાએ જેઓ ગુણથી અધિક છે તેમની પ્રત્યેના વિનયાદિથી યુક્ત આ સિદ્ધિ હોય છે. ‘યોગવિંશિકા’ની ટીકામાં મહામહોપાધ્યાયજી મહારાજાએ આ આશયનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે અધિકગુણવાળા પૂ. ગુરુદેવાદિની પ્રત્યેના વિનય, બહુમાન અને વૈયાવૃત્ય ઇત્યાદિથી યુક્ત, હીનગુણવાળા પ્રત્યેના દાન, દયા, તેમના
યોગલક્ષણ બત્રીશી
૯૨