SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ मिथ्यात्वमिति-मिथ्यात्वं वेदयन् विपाकेनानुभवन् । लिङ्गस्थो द्रव्यप्रवजितोऽङ्गारमर्दकादिप्रायो, गृहस्थितो वा कश्चिद्यद् बूते साऽकथा । श्रोतुर्वक्त्रनुसारतो वक्त्राशयानुगुण्येनैवाशयोद्भुते र्भावोत्पत्तेः प्रतिविशिष्टफलाभावात् । तदिदमुक्तं-“मिच्छत्तं वेयंतो जं अन्नाणी कहं परिकहेइ । लिंगत्थो व गिही वा સા માં સિગા સમU III” II-૨૨ મિથ્યાત્વના ઉદયવાળો દ્રવ્યથી પ્રવજ્યા ગ્રહણ કરનાર અથવા ગૃહસ્થ જે કહે છે તે અકથા છે. કારણ કે વક્તાના આશય મુજબ શ્રોતાને ભાવની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે વિપાક(રસ) વડે મિથ્યાત્વમોહનીયકર્મનો જે અનુભવ કરે છે તેવા દ્રવ્યથી જ પ્રવ્રજ્યાને ધારણ કરનારા અંગારમઈકાદિ આચાર્ય જેવા અથવા ગૃહસ્થપણામાં રહેલા એવા કોઈ પણ જે કાંઈ બોલે છે તે અકથા છે. કારણ કે વક્તાનો જેવો આશય-ભાવ હોય તે મુજબ જ શ્રોતાને ભાવની ઉત્પત્તિ થતી હોય છે. અહીં વક્તા મિથ્યાત્વનું વિપાકથી વેદન કરતો હોવાથી શ્રોતાને તદનુરૂપ તેની જ પ્રાપ્તિ થતી હોય છે. પૂર્વે પણ શ્રોતા એનો અનુભવ કરતો હતો અને કથાશ્રવણ પછી પણ તેનો જ વિશેષે કરી અનુભવ કરવાનું થાય છે. તેથી પ્રતિવિશિષ્ટ (પૂર્વતન કરતાં વિલક્ષણ) ફળની પ્રાપ્તિ થતી નથી. કથાશ્રવણનું પ્રયોજન પ્રતિવિશિષ્ટ ફળને પામવાનું છે. એના અભાવમાં અહીં કથા, કથા રહેતી નથી. પરંતુ અકથાસ્વરૂપે પરિણમે છે. એ વાતને જણાવતાં શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં (૩જું અધ્યયન ગાથા-૨૦૯) ફરમાવ્યું છે કે; “દ્રવ્યથી જ પ્રવ્રજયાને ધારણ કરનારા અથવા ગૃહસ્થ એવા અજ્ઞાની મિથ્યાત્વમોહનીયકર્મનો અનુભવ કરનારા જે કથાને કહે છે તે કથાને આગમમાં અકથા કહી છે.” અહીં કથા કહેનારને અજ્ઞાની તરીકે જે વર્ણવ્યા છે; તે તેમના મિથ્યાત્વમોહનીયકર્મના વેદન(વિપાકના અનુભવોના કારણે વર્ણવ્યા છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ગમે તેટલું (સાડા નવ પૂર્વ જેટલું પણ) જ્ઞાન મળે તોય તે વખતે મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોય તો જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે અને એવા જ્ઞાનીને અજ્ઞાની કહેવાય છે. કારણ કે જ્ઞાનના ફળ સ્વરૂપે તેમને વિરતિ પ્રાપ્ત થતી નથી. જેનું જે ફળ છે; તેનાથી તે ફળ ન મળે તો તે વાસ્તવિક રીતે વસ્તુ નથી હોતી. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ મિથ્યાત્વમોહનીયકર્મના અનુભવને કરવાના કારણે તે તે આત્માને જો અજ્ઞાની કહેવાતા હોય તો ગાથામાં મિલ્કતો વેચંતો આ પ્રમાણે પદ હોવાથી તેથી જ અજ્ઞાની અર્થ જણાય છે. આથી ગાથામાં ગં સન્નાળી- આ પ્રમાણે સન્નાની પદનું ગ્રહણ અનર્થક છે. કારણ કે જે મિથ્યાત્વનું વેદન કરે છે તે અજ્ઞાની જ હોય છે. મિથ્યાત્વીના ગ્રહણથી અજ્ઞાનીનું ગ્રહણ થઈ જ જાય છે. તેથી ત્રાળી” આ પદનું કોઈ પ્રયોજન નથી. પરંતુ મિથ્યાત્વમોહનીયકર્મનું પ્રદેશથી વેદન કરનારા સમ્યગ્દષ્ટિ(ક્ષાયોપથમિક સમ્યકત્વવંત) આત્માઓ ઉપર જણાવ્યા મુજબ અજ્ઞાની હોતા નથી. મિથ્યાત્વનું વેદન કરનારા અજ્ઞાની જ હોય છે. આવો નિયમ નથી. તેથી કથા બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy