________________
आद्येति-पीयूषवन्नेयं स्वरूपतो गुणावहा, किं तु वच्छनागवत्परिकर्मितैवेति तात्पर्यम् ।।९-१९।।
“પહેલી ધર્મકથા જેમ શુભ ભાવને ઉત્પન્ન કરે છે તેવો શુભ ભાવ બીજી કથાથી ઉત્પન્ન થતો નથી. જેવો ગુણ અમૃતથી થાય છે તેવો ગુણ વિષથી પણ થતો નથી.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે આપણીકથા અમૃત જેવી છે. સ્વરૂપથી જ તે ગુણનું કારણ બને છે. અમૃતને જેમ પરિકર્ષિત કરવું પડતું નથી તેમ આક્ષેપણીકથાને પણ પરિકર્ષિત કરવી પડતી નથી. સ્વરૂપથી જ તે ગુણનું કારણ બને છે.
વિક્ષેપણીકથા વિષ જેવી છે. વિષ પરિકર્મિત કરાય તો તે ઔષધ સ્વરૂપે ગુણનું કારણ બને છે. યોગ્ય વૈદ્યના ઉપદેશથી યોગ્ય રીતે યોગ્ય જીવો તેનું જો આસેવન કરે તો તે જીવોને તે પરિકર્મિત વિષ રોગાદિના નિવારણ દ્વારા ગુણનું કારણ બને છે. આવી જ રીતે વિક્ષેપણીકથા પૂ. ગીતાર્થમહાત્માએ યોગ્ય રીતે અભિનિવેશથી રહિત શ્રોતાઓને ઉપદેશેલી હોય તો તેના શ્રવણથી ગુણની પ્રાપ્તિ થતી હોય છે. આવી રીતે પરિકર્મિત જવિક્ષેપણીકથા પરિકર્મિત વિષની જેમ ગુણનું કારણ બનતી હોય છે. પરંતુ અમૃતસ્વરૂપ આક્ષેપણીકથાથી જેવો ગુણ થાય છે; તેવો ગુણ આ વિષતુલ્ય (પરિકર્મિત પણ) વિક્ષેપરીકથાથી થતો નથી. એ સમજી શકાય છે. ૯-૧લા. ચાર પ્રકારની કથામાંની છેલ્લી ચોથી મિશ્રકથા'નું સ્વરૂપ જણાવાય છે
धर्मार्थकामाः कथ्यन्ते, सूत्रे काव्ये च यत्र सा ।
मिश्राख्या विकथा तु स्याद्, भक्तस्त्रीदेशराङ्गता ॥९-२०॥ धर्मति-यत्र सूत्रे काव्ये च धर्मार्थकामा मिलिताः कथ्यन्ते । सा मिश्राख्या कथा, सङ्कीर्णपुरुषार्थाभिधानात् । विकथा कथालक्षणविरहिता तु स्यात् । भक्तस्त्रीदेशराङ्गता भक्तादिविषया । यदाह–“इत्थिकहा भत्तकहा रायकहा चोरजणवयकहा य । नडनट्टजल्लमुट्टियकहा उ एसा भवे विकहा ।।१।।" ।।९-२०॥
જે સૂત્રમાં અને કાવ્યમાં ધર્મ, અર્થ અને કામ ભેગા કહેવાય છે તેને મિશ્રકથા કહેવાય છે. કારણ કે તેમાં ધર્મ, અર્થ વગેરે પુરુષાર્થોનું સંકીર્ણ કથન છે. કથાના લક્ષણથી જે રહિત છે, તેને વિકથા કહેવાય છે. તેના ભક્ત, સ્ત્રી, દેશ અને રાજા : આ ચારને આશ્રયીને ચાર પ્રકાર છે.” - આ પ્રમાણે વશમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે લોકમાં, વેદમાં અને સ્વદર્શનમાં મિશ્રકથા પ્રસિદ્ધ છે. સૂત્રસ્વરૂપે કે કાવ્યસ્વરૂપે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનું જયાં સંકીર્ણ વર્ણન કરાય છે તે મિશ્રકથા છે. લોકમાં રામાયણ, મહાભારત વગેરે, વેદમાં યજ્ઞક્રિયા વગેરે અને સ્વદર્શનમાં તરંગવતી વગેરે સ્વરૂપ મિશ્રકથા છે. આ રીતે ચાર પ્રકારની કથાનું નિરૂપણ કરીને હવે કથાથી વિપરીત એવી વિકથાનું સ્વરૂપ “વિશ્વથા તુ...” ઇત્યાદિ પદોથી જણાવાય છે.
એક પરિશીલન