________________
દોષ જણાવવા ૫૨સમયને જણાવવું.’ (પ્રતમાં છપાયેલા શ્લોકમાં ‘ઘોઘ્યમાને’ આ પાઠના સ્થાને ‘વોઘ્યમાને’ આવો પાઠ હોવો જોઇએ.) ૯-૧૧||
श्रोतुः परसमयदूषणे माध्यस्थ्यं ज्ञात्वैव विक्षेपणी कथनीयेति फलितमाह
ઉપર જણાવ્યા મુજબ પ૨સમયમાં દૂષણ જણાવવાનું તાત્પર્ય હોય ત્યારે શ્રોતાનું માધ્યસ્થ્ય છે કે નહિ - તે જાણીને પછી જ વિક્ષેપણીકથા કરવી જોઇએ એ સ્પષ્ટ થાય છે, તે જણાવાય છે—
कटुकौषधपानाभां, कारयित्वा रुचिं सता ।
इयं देयान्यथा सिद्धि, र्न स्यादिति विदुर्बुधाः ॥ ९-१२॥
તુતિ-સ્પષ્ટઃ ।।૧-૧૨૫
“શ્રોતાને કડવી દવાના પાન જેવી માર્ગ પ્રત્યેની રુચિને ઉત્પન્ન કરાવીને વિદ્વાન ધર્મોપદેશકે આ વિક્ષેપણી દેશના (કથા) આપવી (ક૨વી) જોઇએ. અન્યથા તેવી રુચિને કરાવ્યા વિના તે દેશના કરવાથી કોઇ જ સિદ્ધિ થતી નથી - એમ વિક્ષેપણીકથાના જાણકારો કહે છે.” આ પ્રમાણે શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ગ્રંથકારશ્રીએ આ બારમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે : એટલું જ જણાવ્યું છે. તેથી વિશેષ કશું જ જણાવ્યું નથી. પરંતુ એ અર્થનો વિચાર કરવાથી સમજી શકાશે કે વિક્ષેપણીકથા; રુચિનો અભાવ હોય તો તે સિદ્ધિનું કારણ બનતી નથી. ધર્મદેશનાના શ્રવણથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા પરમાત્મતત્ત્વની સમ્પ્રાપ્તિ થતી હોય છે. ધર્મકથા ક૨ના૨નો એ એકમાત્ર ઉદ્દેશ હોય છે.
શ્રોતાને માર્ગ પ્રત્યે રુચિ ન હોય તો એ ઉદ્દેશ સિદ્ધ થતો નથી. આમ તો વિક્ષેપણીકથા સામાન્યથી ક૨વાની નથી પરંતુ ઉપર જણાવ્યા મુજબ પરસમયમાં દૂષણ બતાવવાનું જ્યારે આવશ્યક બને ત્યારે તે કથા કરવાનો પ્રસંગ આવે છે. આવા પ્રસંગે શ્રોતાને રુચિ જાગે ત્યાં સુધી પ્રતીક્ષા કર્યા વિના બીજો કોઇ ઉપાય નથી. એ માટે જરૂર પડે શ્રોતાને રુચિ જાગે તેવો પ્રયત્ન પણ કરવો જોઇએ. રોગીને કડવી દવા પિવરાવવા માટે જેમ અનેક ઉપાય કરવા પડે છે તેમ અહીં શ્રોતાને એવી રુચિ પ્રાપ્ત કરાવવા પણ પ્રયત્ન કરવો પડે. સામાન્ય રીતે રોગીને દવા લેવાની ઇચ્છા થાય પરંતુ કડવી દવા લેવાની ઇચ્છા ન હોય. તેમ અહીં પણ ધર્મશ્રવણની ઇચ્છા હોવા છતાં પરસમયમાં દૂષણ બતાવતી વખતે તેને અરુચિ થવાનો સંભવ છે. તેથી ધાર્યું પરિણામ લાવવા માટે શ્રોતા કેટલો મધ્યસ્થ છે તે જાણી લેવું જોઇએ. ધર્મબિંદુમાં આ અંગેના ઉચિત વિધિનું વર્ણન છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી તે જાણી લેવું... કહેવાનો આશય એટલો જ છે કે શ્રોતા માર્ગવિમુખ બને નહિ ઃ એનો પૂરતો ખ્યાલ રાખી પરસમયમાં દૂષણ જણાવવા વિક્ષેપણીકથા કરવી જોઇએ. II૯-૧૨
એક પરિશીલન
૫૫