________________
आचारादयः क्रमेणाचारव्यवहारप्रज्ञप्तिदृष्टिवादा अभिधीयन्ते । परे आचार्या आचारादीन् ग्रन्थान् जगुતૈરાગારમાનતિ ભાવ: IS-દ્દા
“ક્રિયા; દોષ દૂર કરવા; સંશયાન્વિતને સારી રીતે સમજાવવું અને શ્રોતાને સૂક્ષ્મ ભાવોને જણાવવા; તેને અનુક્રમે આચાર; વ્યવહાર; પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ કહેવાય છે. બીજા આચાર્યભગવંતો તે તે ગ્રંથોને આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ કહે છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય એ છે કે મોક્ષસાધક ધર્મની પ્રત્યે શ્રોતાનું ચિત્ત આકૃષ્ટ બને એ માટે કરાતી પ્રથમ ધર્મકથામાં મુખ્યપણે પૂ. સાધુભગવંતોના આચારોનું વર્ણન કરાય છે. જગતના જીવોને જોવા અને સાંભળવા પણ ન મળે એવા પૂ. સાધુભગવંતોના ઉત્કટ આચારોનું વર્ણન આ આચારકથામાં કરવામાં આવે છે. લોચ કરવો; દેશથી કે સર્વથા ક્યારે પણ સ્નાન ન કરવું અને નિરવદ્ય રસકસ વગરની ભિક્ષાને ગ્રહણ કરવી... વગેરે પૂ. સાધુમહાત્માઓને ઉદ્દેશીને જે ક્રિયાઓ વિહિત છે તે આચાર સ્વરૂપે અહીં વર્ણવાય છે. સર્વવિરતિસંબંધી ક્રિયાઓ સ્વરૂપ આચારનું વર્ણન સાંભળવાથી શ્રોતાઓને આશ્ચર્ય અને બહુમાન થાય છે. પોતાના આચારની અપેક્ષાએ ખૂબ જ દુષ્કર એ આચાર છે અને કોઈ પણ રીતે એ આચરી જ શકાય એવા નથી - આવી માન્યતાને ધારણ કરનારને એ આચારનું સાક્ષાત્ દર્શન થાય ત્યારે અહોભાવ (સાશ્ચર્ય બહુમાન) ઉત્પન્ન થાય - એ સમજી શકાય છે. એ અહોભાવ જ પછી શ્રોતાના ચિત્તને આકૃષ્ટ બનાવે છે.
અત્યંત કઠોર એવા તે લોચાદિ આચારોનું પાલન કરતી વખતે પ્રમાદાદિના કારણે કોઈ દોષ થઈ જાય તો તેની આલોચનાદિ દ્વારા શુદ્ધિ થઈ શકે છે, જેથી આત્મા દોષથી મુક્ત બને છે... ઈત્યાદિનું વર્ણન વ્યવહારકથાથી કરાય છે. પ્રાપ્ત થયેલા છે તે દોષોની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત છે; તેને અહીં વ્યવહાર કહેવાય છે. આચારની શુદ્ધિને જાળવવા માટે એ એક અનિવાર્ય સાધન છે. એના વર્ણનને સાંભળવાથી અનંતજ્ઞાની ભગવંતોએ કરેલા અનુગ્રહની પ્રતીતિ થવાથી જીવનું ચિત્ત તેમાં આલિત બને છે. રોગની ચિકિત્સા કરનારાદિની તે તે વાતો સાંભળવામાં જેમ ચિત્ત તન્મય બને છે તેમ અહીં પણ વ્યવહારકથાના અવસરે બનતું હોય છે. આ વ્યવહારકથાથી પણ જીવનું ચિત્ત; અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા પરમતારક ધર્મને અભિમુખ થતું હોય છે. અન્યથા પરમતારક ધર્મના આચારમાં અનુપયોગાદિના કારણે કોઈ દોષ થઇ જવાનો પૂર્ણ સંભવ હોય અને ત્યારે તેની શુદ્ધિનો કોઈ ઉપાય જાણવા ન મળે તો શ્રોતાનું ચિત્ત; પરમતારક ધર્મથી વિમુખ થઈ જાય. તેથી આ વ્યવહારકથા પણ એક આક્ષેપણીકથા છે – એ સમજી શકાય છે.
ત્રીજી આપણીકથા પ્રજ્ઞપ્તિના કારણે થાય છે. આપણે શ્રોતાને જે આચારાદિ સમજાવતા હોઇએ ત્યારે શ્રોતાને કોઈ અર્થમાં સંશય થાય તો તેને દૂર કરવા માટે સૌમ્ય! વત્સ ! ઇત્યાદિ મધુર વચનોના પ્રયોગપૂર્વક તે તે ચોક્કસ અર્થને જણાવવાનું જે કથામાં બને છે તે કથાને એક પરિશીલન
૪૭