________________
[अथ कथाद्वात्रिंशिका प्रारभ्यते ।।
वादनिरूपणानन्तरं तत्सजातीया कथा निरूप्यतेવાદના નિરૂપણ પછી હવે તેની સમાન કથાનું નિરૂપણ કરાય છે
अर्थकामकथा धर्मकथा मिश्रकथा तथा ।
कथा चतुर्विधा तत्र, प्रथमा यत्र वर्ण्यते ॥९-१॥ ___ अर्थति-अर्थकथा कामकथा धर्मकथा तथा मिश्रकथा एवं चतुर्विधा कथा । तत्र प्रथमाऽर्थकथा सा । यत्र यस्यां वर्ण्यते प्रतिपाद्यते ॥९-१॥
આ પૂર્વેની આઠમી બત્રીશીમાં વાદનું નિરૂપણ કર્યું. તત્ત્વના નિર્ણય માટેનું એ અદ્ભુત સાધન છે. ધર્મવાદથી ધર્મની વાસ્તવિકતાનો જેમ નિર્ણય થાય છે; તેમ કથાથી પણ ધર્મની વાસ્તવિકતાનો નિર્ણય થાય છે. એ અપેક્ષાએ વાદની સજાતીય(સમાન) કથા છે. તેથી વાદના નિરૂપણ પછી આ બત્રીશીમાં કથાનું નિરૂપણ કરાય છે.
કથામાં વાદનું સામ્ય હોવા છતાં બીજી અનેક રીતે તેમાં ફરક છે. “વાદ શબ્દ સાંભળતાંની સાથે નિસર્ગથી જ ઉગ્રતા પ્રતીત થતી હોય છે. વાદી-પ્રતિવાદીના પક્ષો આંખ સામે આવતા હોય છે અને તેનો વિષય ધર્મ જ જણાતો હોય છે. કથામાં આવું હોતું નથી. નિસર્ગથી જ તેનું સ્વરૂપ સૌમ્ય હોય છે. વાદી-પ્રતિવાદીના પક્ષ હોતા નથી અને તેમાં વિષયો વિવિધ હોય છે. કથા શબ્દનો કોઈ અદ્ભુત પ્રભાવ છે કે જેના શ્રવણમાત્રથી જ અદ્ભુત રમણીય દશ્ય કલ્પનામાં ઉપસ્થિત થતું હોય છે. ઘરે ઘરે આવી કથાઓ ચાલતી હોય છે. કેટલીક કથાઓ ખરેખર જ વ્યથાને હરી લેતી હોય છે અને કેટલીક વ્યથાને વધારી જતી હોય છે. એમાંથી ભવવ્યથાને દૂર કરનારી કથાને ઉદેશીને મુખ્યપણે અહીં વિચાર કરાય છે. ભવની વ્યથાને વધારનારી કથાનું પ્રસંગથી નિરૂપણ કરીને ભવની વ્યથાને સર્વથા દૂર કરનારી કથાનું નિરૂપણ આ બત્રીશીથી કરાયું છે.
“અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા : આ ચાર કથા છે. એમાંની પ્રથમ કથા તે છે કે જેમાં (હવે પછી જણાવાશે) તે વર્ણવાય છે...” આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. તે તે નામ ઉપરથી જતે તે કથાનો સામાન્ય અર્થ સમજી શકાય છે. શ્લોકનો ચોથા પાદથી પ્રથમ કથાના વર્ણનની શરૂઆત કરી છે. બીજા શ્લોકના અંતે તેનો સંબંધ છે. બંન્ને શ્લોકોમાં જણાવેલા અર્થનું અનુસંધાન કરવાથી શ્લોકાર્થ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. I૯-૧ પ્રથમ કથામાં જે વર્ણવાય છે, તે જણાવાય છે
विद्या शिल्पमुपायश्चानिर्वेदश्चापि सञ्चयः । दक्षत्वं सामभेदश्च, दण्डो दानं च यत्नतः ॥९-२॥
એક પરિશીલન
-
૪૩