________________
नानुपपत्तिरिति चेन्न, हन्मीति सङ्कल्पक्षणस्यैव सर्वथाऽनन्वये कालान्तरभाविफलजनकत्वानुपपत्तेः, कथञ्चिदन्वये चास्मत्सिद्धान्तप्रवेशापाताच्चेत्यधिकमन्यत्र ।।८-२४॥
“અહિંસા વિના સત્ય વગેરે વાસ્તવિક રીતે ઘટતા નથી; કારણ કે અહિંસાદિની વૃત્તિ (વાડ) સ્વરૂપે તે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ભગવંતે કહ્યા છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય ખૂબ જ સ્પષ્ટ છે કે જે કારણે શ્રી સર્વજ્ઞભગવંત શ્રી તીર્થંકર પરમાત્માએ અહિંસાધર્મની રક્ષા માટે વાડ જેવા સત્ય વગેરેને જણાવ્યા છે. તે કારણે અહિંસાધર્મની સંગતિને લઈને જ સત્ય વગેરે સંગત થઈ શકે છે.
ઉપર જણાવ્યા મુજબ એકાંતનિત્ય કે એકાંત-અનિત્ય પક્ષમાં અહિંસા સંગત ન હોવાથી તેની રક્ષા માટે વાડતુલ્ય સત્યાદિ પણ સંગત નથી. ધાન્યાદિ રક્ષણ કરવા યોગ્ય વસ્તુના અભાવમાં કોઇ પણ વિદ્વાન વાડ માટે પ્રયત્ન કરતો નથી – એ સમજી શકાય છે. આથી સ્પષ્ટ છે કે અહિંસા સંગત ન બને તો તેની રક્ષા માટેના સત્ય વગેરે પણ સંગત ન જ બને.
હું આને હણું' આવો સંકલ્પ જ હિંસા છે. તેવા સંકલ્પને ધારણ કરનારમાં જ હિંસકત્વ મનાય છે. એ સંકલ્પનો અભાવ અહિંસા છે. આ રીતે અહિંસાની સંગતિ થતી હોવાથી તેની રક્ષા માટે વાડસ્વરૂપ જે સત્ય વગેરે જણાવ્યા છે તે પણ સંગત જ છે, તેથી કોઈ અનુપપત્તિ થતી નથી : આ પ્રમાણે કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે “હું આને હણું” આ સંકલ્પાત્મક ક્ષણ સર્વથા(નિરન્વય) નષ્ટ થતો હોવાથી કાલાંતરે(જન્માંતરમાં) પ્રાપ્ત થનાર ફળ(નરકાદિ ગતિ વગેરે)ની પ્રત્યે તે કારણ બની શકશે નહિ. તેથી તેનાથી વિરામ પામવા સ્વરૂપ અહિંસા અને તેની વાડ સ્વરૂપ સત્ય વગેરેની કલ્પના પણ સંગત નહિ થાય. હિંસાને સંગત કરવા માટે એમ કહેવામાં આવે કે તાદશ ક્ષણનો તર્જન્યસંસ્કારાદિસંબંધની વિદ્યમાનતામાં નાશ થાય છે અર્થાત્ કથંચિત્ (સાવ્ય) નાશ થાય છે, જેથી કાલાંતરભાવી એવા ફળની પ્રત્યે તે કારણ બની શકે છે તો એમ માનવાથી અમારા(જૈનના) સિદ્ધાંતને માનવાનો પ્રસંગ આવશે... ઇત્યાદિ અન્ય ગ્રંથોમાં જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ તે તે ગ્રંથોના અધ્યયનથી તે જાણી લેવું જોઈએ. અહીં તો દિશાસૂચન જ કર્યું છે. ll૮-૨૪ll
એકાંતનિત્ય કે એકાંત-અનિત્ય પક્ષમાં અહિંસાદિ ઘટતા નથી તો તે કયા પક્ષમાં સંગત થાય છે - તે જણાવાય છે–
मौनीन्द्रे च प्रवचने युज्यते सर्वमेव हि ।
नित्यानित्ये स्फुटं देहाद् भिन्नाभिन्ने तथात्मनि ॥८-२५॥ मौनीन्द्र इति-मौनीन्द्रे वीतरागप्रतिपादिते च वचने सर्वमेव हि हिंसाहिंसादिकं युज्यते । नित्यानित्ये तथा स्फुटं प्रत्यक्षं देहादिन्नाभिन्ने आत्मनि सति । तथाहि-आत्मत्वेन नित्यत्वमात्मनः प्रतीयते, अन्यथा એક પરિશીલન
૩૩