________________
જાતિવિશેષસ્વરૂપ વિશેષની કલ્પના કરવા કરતાં આત્મામાં જ ક્રિયાની કલ્પના કરવાનું ઉચિત છે. અર્થાત્ “આત્મા પોતાની ક્રિયા વડે તે તે ક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલોનું ગ્રહણ કરે છે', એમ માનવાનું ઉચિત છે. “આ રીતે આત્માને ક્રિયાવાન-અવિભુ માનીએ તો તે તે શરીરની અપેક્ષાએ આત્મામાં સંકોચ અને વિકોચ આદિની પણ કલ્પના કરવી પડશે, એ ગૌરવની અપેક્ષાએ તો આત્માને વિભુ માનવામાં જ લાઘવ છે.” આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે આત્માને વિભુ માનવામાં જે મિતાણુગ્રહણની અનુપપત્તિ થાય છે તે અનુપપત્તિના કારણે આત્મામાં અવિભુત્વની સિદ્ધિ થાય છે. આ સિદ્ધિના ઉત્તરકાળમાં આત્મામાં સંકોચ અને વિકોચાદિની કલ્પના કરવાનું ગૌરવ થાય છે. પરંતુ તે આત્માના “અવિભુત્વ'ની સિદ્ધિમાં બાધક નથી. યદ્યપિ આ રીતે સર્વત્ર ગૌરવદોષની બાધકતા નહિ રહે; પરંતુ શરીરાવચ્છિન્ન (શરીરના પ્રમાણ મુજબ) પરિમાણનો આત્મામાં બધાને જ અનુભવ થતો હોવાથી આત્માની સંકોચ અને વિકોચ (વિકાસશીલ) અવસ્થાની કલ્પના પ્રામાણિક હોવાથી તે ગૌરવ દોષાધાયક નથી. અપ્રામાણિક ગૌરવ દોષાધાયક છે જ.
ઉપર જણાવ્યા મુજબ આત્માને અવિભુ (સક્રિય) માનવો જોઇએ. આત્માને જો એ રીતે અવિભુ માનવામાં ન આવે તો આત્મામાં કોઈ પણ જાતની ક્રિયા ન હોવાથી એ ક્રિયા વિના કોઇ નિયત શરીરમાં તેનો પ્રવેશ માની શકાશે નહિ. ચોક્કસ કોઈ એક શરીરમાં પ્રવેશના અભાવમાં સામાન્ય રીતે બધાં જ શરીરોની સાથે તેનો આત્માનો) સંયોગ સમાન હોવાથી સર્વ શરીરો દ્વારા કરાતા ભોગનો અનુભવ આત્માને થશે. અર્થાત્ આત્મા જે ભોગનો અનુભવ કરે તેના અવચ્છેદક(આશ્રય) સર્વ શરીરોને માનવાં પડશે. તેના (તે પ્રસંગના) નિવારણ માટે એમ કહેવામાં આવે કે તે તે આત્માના ભોગ(સુખદુઃખાદિના સાક્ષાત્કાર)ની પ્રત્યે તે તે આત્માના અદષ્ટથી પ્રયોજ્ય(અદષ્ટના કારણે થવાવાળા) સંયોગવિશેષ કારણ છે. આ સંયોગ વિશેષ હોવાથી દરેક (સર્વશરીર) સંયોગને કારણ માનવાની આવશ્યકતા નથી.” આ પ્રમાણે માનવાથી અનંત સંયોગવિશેષની કલ્પના કરવી પડતી હોવાના કારણે ગૌરવ થાય છે.
આશય એ છે કે આત્માના અદેખથી ઉત્પન્ન થનાર છે તે શરીરનો સંયોગ ભિન્ન ભિન્ન હોવાથી તદાશ્રય શરીરમાં તે તે આત્માને ભોગની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી સર્વશરીરમાં ભોગના પ્રસંગનું નિવારણ કરી શકાય પરંતુ તેમ માનવાથી અનંત સંયોગવિશેષની કલ્પના કરવી પડતી હોવાથી ખૂબ જ ગૌરવ થાય છે. આ ગૌરવ ન થાય એ માટે એમ કહેવામાં આવે કે અવચ્છેદકતા સંબંધથી તે આત્માના જન્યગુણોની પ્રત્યે તાદાભ્યસંબંધથી તે શરીર કારણ છે. આ પ્રમાણે માનવાથી અનંત સંયોગવિશેષની કલ્પનાના કારણે જે ગૌરવ થતું હતું તે નહિ થાય. ન્યાયની પરિભાષાને સમજનારા સમજી શકે છે કે, અવચ્છેદકતાસંબંધથી આત્માના જન્ય ગુણો શરીરમાં ઉત્પન્ન થાય છે. શરીરમાં ઉત્પન્ન થનારા એ ગુણોની પ્રત્યે શરીર તાદાત્મસંબંધથી (અર્થાત્ શરીર
૨૮
વાદ બત્રીશી