________________
તેથી કાગડાને લઈને અતિવ્યાપ્તિ આવે છે. તેમ જ બ્રાહ્મણમાં તેવા પ્રકારનો; વેદાપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ હોવા છતાં; ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો (દેવની અપેક્ષાએ) અભાવ છે પરંતુ તેનો અભાવ નથી. તેથી બ્રાહ્મણને લઇને આવ્યાપ્તિ આવે છે.
“યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ અપેક્ષાએ ઉત્કર્ષ અને અપકર્ષ માનીએ તો અતિવ્યાપ્તિ વગેરે દોષનો સંભવ છે. પરંતુ ઉત્કર્ષ અને અપકર્ષને અહીં અપેક્ષાએ માનતા નથી, પારિભાષિક માનીએ છીએ. કાગડાદિ તિર્યંચોના જ્ઞાનમાં નહિ રહેનારી અને બ્રાહ્મણ-દેવ વગેરેના જ્ઞાનમાં રહેનારી મનુષ્યાદિના જ્ઞાનસાધારણ ઉત્કર્ષ નામની જાતિવિશેષ છે (અને કાગડાદિના જ્ઞાનમાં રહેનારી અપકર્ષજાતિવિશેષ છે.) તેથી તેને આશ્રયીને કાગડાદિનું જ્ઞાન અપકૃષ્ટ(અપકર્ષાશ્રય) જ છે અને બ્રાહ્મણાદિનું જ્ઞાન ઉત્કૃષ્ટ(ઉત્કર્ષાશ્રય) જ છે. તેથી ઉપર જણાવ્યા મુજબ અતિવ્યાપ્તિ વગેરેનો સંભવ નથી.” - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે આવું કહેનારાના મતે ઉત્કર્ષ અને અપકર્ષ નામની તે તે જાતિ માનવાનું શક્ય જ નથી.
કહેવાનો આશય એ છે કે આ રીતે કાર્યમાત્રવૃત્તિ જાતિનો સ્વીકાર કરવામાં આવે તો જેમ “ઘટવાવચ્છિન્ન ઘટમાત્રની પ્રત્યે મૃત્તિકા(માટી)સામાન્ય કારણ છે.” - આ પ્રમાણે કાર્યકારણભાવ મનાય છે; તેમ ઉત્કર્ષાવચ્છિન્ન (ઉત્કૃષ્ટતાવચ્છિન્ન) જ્ઞાનમાત્રની પ્રત્યે મનુષ્યાદિ (મનુષ્ય-દેવ) સાધારણ કોઈ ધર્મવિશેષે કરી કોઈ અનુગત કારણની કલ્પના કરવી પડશે. યદ્યપિ ઈશ્વરીયજ્ઞાન નિત્ય હોવાથી તે કાર્ય સ્વરૂપ નથી અને ઉત્કર્ષ સ્વરૂપ જાતિ તો તેમાં પણ છે. તેથી તે કાર્યમાત્રવૃત્તિ જાતિ ન હોવાથી તદવચ્છિન્ન ઉત્કૃષ્ટજ્ઞાનની પ્રત્યે અનુગત કારણ માનવાની આપત્તિ નહીં આવે. પરંતુ દેવદત્તાદિજ્ઞાનનિષ્ઠ જજતાવચ્છેદક સ્વરૂપે જે અપકર્ષવિશેષ છે; તેને લઈને (તેની સાથે) તે ઉત્કર્ષ નામની જાતિવિશેષમાં સાંકર્ય આવે છે. તેથી તેમાં જાતિત્વ (તેને જાતિ) નહિ મનાય.
આશય એ છે કે દેવાદિની અપેક્ષાએ દેવદત્તાદિનું જ્ઞાન અપકૃષ્ટ છે. તે અપકૃષ્ટ જ્ઞાનસ્વરૂપ કાર્યસામાન્યની પ્રત્યે કોઈને પણ અનુગત કારણ માનવું પડે છે. તેમાં રહેલી કારણતાનિરૂપિતકાર્યતાનો અવચ્છેદક અપકર્ષ-વિશેષ છે, જે કાગડાદિના જ્ઞાનમાં પણ છે. ઉત્કર્ષને છોડીને અપકર્ષવિશેષ કાગડાદિના જ્ઞાનમાં છે. અપકર્ષને (અપકર્ષ વિશેષને) છોડીને ઉત્કર્ષજાતિવિશેષ ઈશ્વરીય જ્ઞાનમાં છે અને અપકર્ષવિશેષ તેમ જ ઉત્કર્ષજાતિ, બંન્ને દેવદત્તાદિના જ્ઞાનમાં છે. આથી આ રીતે સાંકર્ય આવતું હોવાથી ઉત્કર્ષવિશેષને જાતિ નહીં મનાય. તેથી ઉપર જણાવ્યા મુજબ ઉત્કર્ષ અને અપકર્ષને અપેક્ષાએ વ્યવસ્થિત માનવા જોઈએ. જેથી ઉપર જણાવ્યા મુજબ અતિવ્યાપ્તિ વગેરે દોષોનો ઉદ્ધાર શક્ય નથી. યદ્યપિ તે તે (જેને શિષ્ટ માનવાના નથી તે તે) કાગડાદિના જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધાભાવકૂટ (સમુદાય) સ્વરૂપ ઉત્કર્ષને માનવાથી
એક પરિશીલન
૨૯૭