________________
બીજાઓએ “બોધિસત્ત્વનું જે લક્ષણ જણાવ્યું છે; તે સારી રીતે વિચારવામાં આવે તો આ રીતે તે પણ; અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં સંગત બને છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે બૌદ્ધ લોકોએ “બોધિસત્ત્વ' જીવોનું જે લક્ષણ જણાવ્યું છે, તેનો મધ્યસ્થદૃષ્ટિએ વિચાર કરીએ તો સમજાશે કે ભિન્નગ્રંથિવાળા આત્માઓના મિથ્યાત્વમોહનીયકર્મની ઉદયાવસ્થામાં પણ સારા પરિણામ હોય છે તેથી બોધિસત્ત્વ જીવોની હવે પછી વર્ણવવામાં આવતી અવસ્થા સમ્યગ્દષ્ટિ આત્માઓમાં ઉપપન્ન થાય છે. મારા કે તારા પણાનો વિચાર કર્યા વિના માત્ર તત્ત્વનો વિચાર કરવાથી સમજાશે કે; બોધિસત્ત્વોનું વર્ણવેલું વરૂપ અને સમ્યગ્દષ્ટિ આત્માઓનું અહીં વર્ણવેલું સ્વરૂપ : બંન્ને એકરૂપે જણાવાયું છે.
તત્ત્વપ્રતિપત્તિ માટે માધ્યય્યદૃષ્ટિ ઉપયોગી છે. “આ દર્શન મારું છે અને આ દર્શન તારું છે.' - આવી રાગદ્વેષમૂલક દૃષ્ટિથી તત્ત્વપ્રતિપત્તિ થતી નથી. શ્લોકમાંનું સન્નીત્યા આ પદ એ અર્થને જણાવનારું છે. તત્ત્વ અને અતત્ત્વનો ભેદ માધ્યય્યદૃષ્ટિથી કરી શકાય છે. ૧૫-૧૦ની બોધિસત્ત્વનું લક્ષણ જે રીતે સમ્યગ્દષ્ટિમાં સંગત થાય છે, તે જણાવાય છે–
तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद् यदि ।
इत्युक्तेः कायपात्येव, चित्तपाती न स स्मृतः ॥१५-११॥ तप्तेति-तप्तलोहे यः पदन्यासस्तत्तुल्याऽतिसकम्पत्वात् । वृत्तिः कायचेष्टा । क्वचिद्गृहारम्भादौ । यदि परम् । इत्युक्तेरित्थंवचनात् । कायपात्येव स सम्यग्दृष्टिः । न चित्तपाती स्मृतः । इत्थं च कायपातिन एव बोधिसत्त्वा इति लक्षणमत्रोपपन्नं भवति । तदुक्तं-“कायपातिन एवेव बोधिसत्त्वाः परोदितम् । न વિત્તપતિનત્તાવધેતવત્રપિ પુમિત્ Iકા” II9-99
“પરંતુ; તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી કોઇ પણ સ્થાને સમ્યગ્દષ્ટિ આત્માની પ્રવૃત્તિ હોય છે - આ પ્રમાણે વચન હોવાથી તે સમ્યગ્દષ્ટિ આત્મા કાયપાતી જ છે, પણ ચિત્તપાતી નથી.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યગ્દષ્ટિ આત્માઓને સર્વથા પાપથી વિરામ પામવાની ભાવના હોય છે. પરંતુ કર્મપરવશ સંયોગોમાં ગૃહારંભાદિની જે પ્રવૃત્તિ કરવી પડે છે, તે અત્યંત કંપવાળી હોવાથી તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી છે. તેઓ આ પ્રવૃત્તિ માત્ર કાયાથી કરે છે. પણ ચિત્ત(મન)થી કરતા નથી. આથી સ્પષ્ટ છે કે “બોધિસત્ત્વ જીવો કાયપાતી(કાયાથી જ સંસારમાં રહેલા) જ હોય છે.” - આ બોધિસત્ત્વ જીવોનું લક્ષણ અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં ઉપપન્ન-સંગત થાય છે.
એ પ્રમાણે યોગબિંદુમાં પણ ફરમાવ્યું છે કે “આ જગતમાં બોધિ છે પ્રધાન જેમને એવા બોધિસત્ત્વ જીવો કાયપાતી(કાયાથી જ સાવઘક્રિયા કરનારા) જ હોય છે પરંતુ ચિત્તપાતી હોતા નથી – આ પ્રમાણે બૌદ્ધોએ જે જણાવ્યું છે તે અહીંસમ્યગ્દષ્ટિમાં પણ યુક્તિસંગત છે."II૧૫-૧૧ એક પરિશીલન
૨૮૧