SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રશ્ન છે. આ શ્લોકમાં તેનો ઉપાય ગ્રંથકાર પરમર્ષિએ જણાવ્યો છે. ચારગતિમય આ ભયંકર સંસારનું મૂળ કારણ રાગદ્વેષની પરિણતિ છે. એની ભયંકરતા જયાં સુધી સમજાય નહિ ત્યાં સુધી અનુબંધ શુદ્ધસ્વરૂપ - અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનું મન પણ નહિ થાય. /૧૪-૩૧ સર્વોત્તમ અનુષ્ઠાનને છોડીને બીજાં બે અનુષ્ઠાનો અપુનબંધક દશાને પામેલાને હોય છે, તે જણાવાય છે– तत्तत्तन्त्रोक्तमखिलमपुनर्बन्धकस्य च । વસ્થામે તો ચાä પરમાનન્દજારમ્ II9૪-રૂરી तत्तदिति-तत्तत्तन्त्रोक्तं कापिलसौगतादिशास्त्रप्रणीतं मुमुक्षुजनयोग्यमनुष्ठानम् । अखिलं समस्तम् । अपुनर्बन्धकस्य तु । अवस्थाभेदतो दशावैचित्र्यात् । न्याय्यं युक्तं । निवृत्तासद्ग्रहत्वेन सद्ग्रहप्रवृत्तत्वेन च परमानन्दस्य प्रशमसुखस्य कारणम् । अनेकस्वरूपाभ्युपगमे ह्यपुनर्बन्धकस्य किमप्यनुष्ठानं कस्यामप्यवस्थायां प्रशान्तवाहितां सम्पादयतीति । तदुक्तम्-“अपुनर्बन्धकस्यैवं सम्यग्नीत्योपपद्यते । तत्तत्तन्त्रोक्तમહત્તમવસ્થામેવયાત્ II” રૂતિ 9૪-રૂા. શ્લોકાર્થ સ્પષ્ટ છે કે - તે તે દર્શનનાં શાસ્ત્રોમાં મુમુક્ષુઓ માટે ફરમાવેલ અનુષ્ઠાનો બધાં જ; અપુનબંધકદશાને પામેલા આત્માઓ માટે પરમાનંદના કારણભૂત ન્યાય છે. આશય એ છે કે અપુનબંધકદશાને પામેલા આત્માઓ સામાન્યથી જૈન અને જૈનેતર દર્શનમાં હોય છે. ગમે તેવી વિષમદશામાં પણ એ જીવો મિથ્યાત્વમોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અથવા રસને ક્યારે પણ બાંધવાના ન હોવાથી તેમને “અપુનબંધક તરીકે વર્ણવાય છે. એ આત્માઓ માત્ર જૈનદર્શનમાં જ હોય છે એવું નથી. જૈનેતર દર્શનમાં પણ તેઓ હોય છે. તેથી કપિલમુનિ કે ગૌતમબુદ્ધ વગેરેનાં બનાવેલાં શાસ્ત્રોમાં પણ જે જે અનુષ્ઠાનો મોક્ષની ઇચ્છાવાળા(મુમુક્ષુ)ઓને ઉદ્દેશીને ફરમાવેલાં છે; તે બધાં જ અનુષ્ઠાનો અપુનબંધકદશાને વરેલા આત્માઓ માટે ન્યાયસંગત-યુક્ત છે. કારણ કે અપુનબંધકદશાને પામેલા આત્માઓ અસઆગ્રહથી રહિત અને સદ્ગહથી સહિત હોવાથી તેમને તે તે અનુષ્ઠાનો પ્રશમસુખનાં કારણ બને છે. અપુનબંધક આત્માઓની અવસ્થાઓ જુદી જુદી હોવાથી અનેક સ્વરૂપવાળા તેમનું કોઈ પણ અનુષ્ઠાન કોઈ પણ અવસ્થામાં પ્રશાંતવાહિતાનો તેમને અનુભવ કરાવે છે. વિષયકષાયના વિકારથી રહિત આત્માની સ્વસ્થ પરિણતિને પ્રશાંત અવસ્થા કહેવાય છે. પ્રશાંત અવસ્થા (પ્રથમ)નું જ અહીં સુખ પ્રાપ્ત થતું હોય છે. રોગનો નાશ થયો ન હોય તો પણ તેની ઉપશાંત અવસ્થામાં અથવા તો તેની મંદ અવસ્થામાં થનારા આરોગ્યના અનુભવની જેમ અપુનબંધક દશામાં પ્રશમસુખનો અનુભવ થતો હોય છે. યોગબિંદુમાં પણ આ વિષયમાં ફરમાવ્યું છે કે – અપુનબંધક આત્માઓની એક પરિશીલન ૨૬૭.
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy