________________
प्रेक्षावन्तः शुभाशयाः । अवन्ध्यचेष्टाः कालज्ञा योगमार्गाधिकारिणः || १ ||” इति तदेवं सिद्धः सद्योगारम्भक इतरेभ्यो विलक्षणः । स चात्मादिप्रत्ययमपेक्षत एवेति ।।१४-३०।।
“જાત્યમયૂર (મોર)ના ઇંડાદિમાં જેવી રીતે વિચિત્ર શક્તિ રહેલી છે તેવી જ રીતે સદ્યોગનો આરંભ કરનારમાં પણ શરૂઆતથી જ વિલક્ષણ શક્તિ છે. આથી જ સદ્યોગના આરંભક આત્માઓના ગર્ભયોગે પણ તેઓશ્રીની માતાઓની ઉચિત(પ્રશસ્ત) ક્રિયા શાસ્ત્રમાં સંભળાય (વર્ણવાય) છે.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે જાત્યમયૂરમાં જે વિશેષતા છે તેને ઉત્પન્ન કરવાની શક્તિ તે મોરનાં ઈંડાં, ચાંચ અને ચરણાદિમાં પહેલેથી જ છે. અજાત્ય મયૂરનાં ઇંડાદિમાં જે શક્તિ છે તેની અપેક્ષાએ જાત્યમયૂરના તે તે અવયવોમાં રહેલી શક્તિ વિચિત્ર છે અર્થાત્ વિલક્ષણ(જુદા પ્રકારની) છે. અન્યથા જો શક્તિને સરખી માની લેવામાં આવે તો અજાત્ય અને જાત્યનો ભેદ સંગત નહીં બને. બસ ! આવી જ રીતે સદ્યોગારંભક આત્માઓમાં પણ સદ્યોગની શરૂઆતથી જ વિલક્ષણ શક્તિ રહેલી છે. આથી જ આવિષયમાં યોગબિંદુ ગ્રંથમાં જણાવ્યું છે કે; મહાત્માઓએ યોગના વિષયમાં અર્થાત્ યોગમાર્ગના અધિકારીની વિચારણામાં જે મો૨નું દૃષ્ટાંત યોગશાસ્ત્રમાં જણાવ્યું છે તે તેના ઇંડાદિમાં વિશિષ્ટ શક્તિ અને ફળ વગેરેને જણાવનારું છે. જાત્યમયૂરમાં રહેલી વિશેષતાને અનુકૂળ એવી શક્તિતેના ઇંડાદિમાં સર્વથા ન હોય તો સર્વથા અસદ્ની ઉત્પત્તિ થતી ન હોવાથી મયૂરમાં જાત્યત્વ નહિ આવે.
આથી જ સદ્યોગના આરંભક એવા આત્માઓ જ્યારે ગર્ભાવસ્થામાં પણ હોય છે ત્યારે તેઓશ્રીની માતાઓની અત્યંત ઉચિત એવી લોકમાં અત્યંત પ્રશંસાને પાત્ર ક્રિયા શાસ્ત્રમાં વર્ણવાય છે, જે ક્રિયાના કારણે તે આત્માઓને પ્રશસ્તકોટિનું માહાત્મ્ય પ્રાપ્ત થતું હોય છે. આ વિષયમાં આવશ્યકસૂત્રની નિર્યુક્તિમાં જણાવાયું છે કે શ્રી સુમતિનાથ ભગવાન ગર્ભમાં હતા ત્યારે તે સર્વ અર્થમાં નિશ્ચય કરવાની સુંદર મતિ પ્રભુની માતાને પ્રાપ્ત થઇ તેથી પ્રભુનું ‘સુમતિ’ આ પ્રમાણે નામ સ્થાપન કર્યું. શ્રી ધર્મનાથ ભગવાન જ્યારે ગર્ભસ્થ હતા ત્યારે પ્રભુની માતા સુંદર ધર્મને આરાધનારાં બન્યાં તેથી પ્રભુનું ‘ધર્મ’ આ પ્રમાણે નામ પડ્યું. શ્રી મુનિસુવ્રતસ્વામી જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે પ્રભુની માતા સુંદર કોટિના વ્રતને ધારણ કરનારાં બન્યાં તેથી પ્રભુનું ‘મુનિસુવ્રત’ આ પ્રમાણે નામ પાડ્યું.
શ્લોકમાં ર્મયોનેઽષિ આવો પાઠ છે તેથી સદ્યોગારંભક આત્માઓની ગર્ભાવસ્થા પછી પણ ઉચિત જ ક્રિયા હોય છે - આવો અર્થ સમજવો. આ પ્રમાણે યોગબિંદુમાં પણ જણાવ્યું છે – “યોગમાર્ગના અધિકારીઓ ઔચિત્યપૂર્વક કોઇ પણ અનુષ્ઠાનને કરનારા હોય છે તેમ જ અક્ષુદ્ર બુદ્ધિમાન શુભઆશયવાળા સફળ કાર્યને કરનારા અને ઉચિત અવસ૨ને જાણનારા હોય છે.” ગંભી૨ આશયવાળાને અક્ષુદ્ર કહેવાય છે. અત્યંત નિપુણ બુદ્ધિવાળાને પ્રેક્ષાવંત કહેવાય છે. શુભપરિણામવાળાને શુભ-આશયવાળા કહેવાય છે. અનિષ્ફળ કાર્યને કરનારાને અવંધ્યચેષ્ટાવાળા
એક પરિશીલન
૨૬૫