SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ લિંગપ્રત્યયઃ આ ત્રણ પ્રત્યયવાળા આત્માઓને જ તાત્ત્વિક સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. આત્માદિ ત્રણ પ્રત્યય વિના બળાત્કારે અનુષ્ઠાન કરનારને પણ એ તાત્ત્વિક સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આશય એ છે કે સામાન્ય રીતે આત્માદિ પ્રત્યય વિના સરળ આત્માઓ તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ જ કરતા નથી, પરંતુ કેટલાકો વધુ પડતા વિશ્વાસથી આત્માદિ પ્રત્યયની અવગણના કરીને પણ પોતાના હઠ(કદાગ્રહ)થી તે તે અનુષ્ઠાન કરતા હોય છે. તેમને પણ આત્માદિ પ્રત્યય વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તો જે લોકો અન્યથા(વિરુદ્ધ) આચરણ કરતા હોય તેમને સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થાય ? અર્થાત ન જ થાય એ સ્પષ્ટ છે. કારણ કે માટીના પિંડ વગેરે સ્વરૂપ ઉપાયાંતરથી થનાર કાર્ય ઘટાદિ; બળાત્કારસહગ્નથી(હજારોવાર બળાત્કાર કરવાથી) પણ સૂત્રપિંડ (દોરાનો સમુદાય) સ્વરૂપ ઉપાયાંતરથી કઈ રીતે કરી શકાય? જે જેનું કારણ હોય તેની ઉત્પત્તિ તેનાથી જ શક્ય છે. બીજાથી એ શક્ય નહીં જ બને - એ સમજી શકાય છે. ૧૪-૨૮ આ રીતે તાત્ત્વિક સિદ્ધિ માટે આત્મપ્રત્યયાદિપૂર્વકનું જ અનુષ્ઠાન કારણ બને છે. તેથી આત્મપ્રત્યયાદિની અપેક્ષાપૂર્વક અનુષ્ઠાન કરવું જોઇએ. એ મુજબ અનુષ્ઠાનને કરનારા અને નહિ કરનારામાં જે ભેદ(ફરક) છે : એ જણાવાય છે– सद्योगारम्भकस्त्वेनं शास्त्रसिद्धमपेक्षते । सदा भेदः परेभ्यो हि तस्य जात्यमयूरवत् ॥१४-२९॥ सदिति-सद्योगारम्भकस्तु सानुबन्धयोगारम्भक एव । एनमात्मादिप्रत्ययं । शास्त्रसिद्धमतीन्द्रियार्थसमर्थनसमर्थागमप्रतिष्ठितमपेक्षतेऽवलम्बते । परेभ्यो हि । असद्योगारम्भकेभ्यो हि । तस्य सद्योगारम्भकस्य । सदा भेदो वैलक्षण्यं । जात्यमयूरवत् सर्वोपाधिविशुद्धमयूरवत् । यथा हि जात्यमयूरोऽजात्यमयूरात्सदैव भिन्नस्तथा सद्योगारम्भकोऽप्यन्यस्मादिति भावना । तदुक्तं-“न च सद्योगभव्यस्य वृत्तिरेवंविधापि हि । જ નત્વિજ્ઞાત્મિધર્માન્ યજ્ઞાત્ય: સન્ મતે શિવી કા” I9૪-૨૧// શાસ્ત્ર પ્રસિદ્ધ આ આત્મપ્રત્યયાદિની, સદ્યોગનો આરંભ કરનાર અપેક્ષા રાખે છે. બીજા અસદ્યોગનો આરંભ કરનારાઓથી આ સદ્યોગનો આરંભ કરનારમાં, સદાને માટે જાત્યમોરની જેમ વિલક્ષણતા હોય છે.” - આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ તાત્ત્વિક સિદ્ધિ માટે આત્મપ્રત્યયાદિની અપેક્ષા આવશ્યક છે. સદ્યોગનો આરંભ કરનારા નિશ્ચિત રીતે આત્મપ્રત્યયાદિની અપેક્ષા રાખતા હોય છે. તેમનાથી બીજા, કર્મયોગે યોગનો આરંભ કરે છે. એ આત્માઓ તત્ત્વજ્ઞાનથી રહિત હોવાથી માત્ર કર્મવશ પ્રવૃત્તિ કરતા હોય છે. તેથી તેમને તાત્ત્વિકસિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અતીન્દ્રિય પદાર્થના નિર્ણય માટે નિયામક શાસ્ત્ર છે. ગુરુપ્રત્યય-સ્વરૂપ આગમની પરતંત્રતાએ હેય અને ઉપાદેય પદાર્થમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ સ્વરૂપ વ્યવહાર પ્રવર્તતો હોય એક પરિશીલન ૨૬૩
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy