SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેથી તેવા પ્રકારનો આત્યંતિક દોષનો વિગમ થતો નથી. અન્યત્ર પણ આ વિષયમાં જણાવ્યું છે કે માત્ર કાયાની ક્રિયા વડે થનારો દોષનો વિગમ દેડકાના ચૂર્ણ જેવો થાય છે. જેમાંથી ભવિષ્યમાં નિમિત્ત મળતાં દેડકાની જેમ દોષોનો ઉદ્ભવ થાય છે. ૧૪-૨૪॥ સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી આત્યંતિક દોષનો વિગમ થતો નથી તેથી તે કેવું છે તે જણાવવાપૂર્વક તૃતીય અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ વર્ણવાય છે— कुराजवप्रप्रायं तन्निर्विवेकमिदं स्मृतम् । तृतीयात् सानुबन्धा सा गुरुलाघवचिन्तया ॥१४- २५॥ कुराजेति – तत्तस्मात्सानुवृत्तिदोषविगमाद् । अदो द्वितीयमनुष्ठानं । निर्विवेकं विवेकरहितं । कुराजवप्रप्रायं कुत्सितराजाधिष्ठितनगरप्राकारतुल्यं । तत्र लुण्टाकोपद्रवस्येवात्राज्ञानदोषोपघातस्य दुर्निवारत्वादिति भावः । तृतीयादनुबन्धशुद्धानुष्ठानात् । सा दोषहानिः सानुबन्धा उत्तरोत्तरदोषापगमावहा । अत एव दोषाननुवृत्तिमती । तदुक्तं - " तृतीयाद्दोषविगमः सानुबन्धो नियोगतः । गुरुलाघवचिन्तयेत्युपलक्षणमेषा” પ્રવૃત્ત્વારે: ||૧૪-૨૫|| “તેથી (સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી આત્યંતિક દોષવિગમ ન થવાથી) આ બીજું સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાન વિવેકથી રહિત, ખરાબ રાજાના નગરના કિલ્લા જેવું છે. ગુરુલાઘવની ચિંતાના કારણે અનુબંધ-શુદ્ધાનુષ્ઠાનથી તે દોષની હાનિ અનુબંધવાળી બને છે.” – આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દોષની અનુવૃત્તિવાળો દોષનો વિગમ થવાથી એ અનુષ્ઠાન વિવેકથી રહિત છે અને જેનો રાજા ખરાબ છે એવા નગરના કિલ્લા જેવું છે. કુત્સિત-નિંદનીય રાજાથી અધિષ્ઠિત જે નગર છે તે બાહ્યદૃષ્ટિએ કિલ્લાથી ગમે તેટલું સુરક્ષિત જણાતું હોય તોપણ ત્યાંનો રાજા જ ખરાબ હોવાથી લૂંટારા વગેરેનો ઉપદ્રવ સતત હોવાના કારણે કિલ્લાનો કોઇ અર્થ રહેતો નથી. આવી જ રીતે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન (યમાદિ સ્વરૂપ) બાહ્યદૃષ્ટિએ શુદ્ધ દેખાતું હોવા છતાં ત્યાં અજ્ઞાનસ્વરૂપ દોષના કારણે અનુષ્ઠાન વિવક્ષિત ફળને આપવા સમર્થ બનતું નથી. ‘જેનું જે ફળ છે એ એને જન આપે' તો એથી બીજી કઇ વિટંબના હોય ? તૃતીય અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનથી તે દોષની હાનિ અનુબંધવાળી થાય છે. ઉત્તરોત્તર દોષના અપગમને વહન કરનારી એ દોષહાનિ દોષની અનુવૃત્તિથી રહિત હોય છે. યોગબિંદુમાં પણ તે પ્રમાણે જણાવ્યું છે કે ‘ત્રીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી નિયમે કરી અનુબંધવાળો દોષવિગમ થાય છે.’ સાનુબંધ (ઉત્તરોત્તર અનુવૃત્તિવાળા) દોષવિગમના કારણ તરીકે આ શ્લોકના છેલ્લા પાદમાં ગુરુ-લાઘવની ચિંતાને વર્ણવી છે. સામાન્ય રીતે ત્રીજા પ્રકારના અનુબંધશુદ્ધઅનુષ્ઠાનસ્થળે અનુષ્ઠાનકર્તા તે અનુષ્ઠાનથી કયા ગુણની પ્રાપ્તિ થશે અને કયા દોષનો સંભવ છે એની ચોક્કસ ચિંતા કરે છે. તેથી અધિક-ગુણવાળા અને અધિકદોષથી રહિત અનુષ્ઠાનના એક પરિશીલન ૨૫૯
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy