________________
અને ત્યાર પછી દરરોજ એ શુભ પરિણામની વૃદ્ધિ થાય છે, જે યોગનું ફળ છે. તેથી આ શાંત અને ઉદાત્ત પ્રકૃતિવાળા અપુનબંધક આત્માઓ જ યોગને ઉચિત છે. યોગબિંદુ ગ્રંથમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે – મહાસમુદ્રના ક્ષોભથી નદીના પાણીના) આપૂરણ(આગમન)નો ઉપસંહાર થવાના કારણે વેલાવલન(જલની વૃદ્ધિનું વ્યાવર્તન)ની જેમ; જેની પ્રકૃતિનો અધિકાર (પુરુષનો અભિભવ કરવાનો અધિકાર) નિવૃત્ત થયો છે એવા પુરુષ(આત્મા)ને તે પ્રતિશ્રોતગામી હોવાથી દરરોજ વધતો યોગ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નદીના પૂરનો ઉપસંહાર થવાથી જેમ ભરતીની વ્યાવૃત્તિ(ઓટ) દરરોજ પ્રવર્તે છે તેમ પ્રતિશ્રોતગામી હોવાથી નિવૃત્તપ્રકૃત્યધિકાર (પ્રકૃતિના અધિકારની નિવૃત્તિવાળા) પુરુષને વધતો યોગ પ્રવર્તે છે. ૧૪-૧પ
અપુનર્ધધક આત્માને જે યોગ માન્યો છે તે દ્રવ્યયોગ છે - એ જણાવાય છે. સમ્યગ્દર્શનાદિને પામેલા આત્માઓને જે યોગ પ્રાપ્ત થાય છે તે ભાવયોગસ્વરૂપ એ યોગ નથી તે જણાવાય છે–
तत् क्रियायोगहेतुत्वाद् योग इत्युचितं वचः ।। मोक्षेऽतिदृढचित्तस्य भिन्नग्रन्थेस्तु भावतः ॥१४-१६॥
तदिति-तद्वचः क्रियायोगस्य सदाचारलक्षणस्य हेतुत्वाद् योग इत्येवमुचितम्, अस्य द्रव्ययोगवत्त्वात् । मोक्षे निर्वाणे । अतिदृढचित्तस्यैकधारालग्नहृदयस्य । भिन्नग्रन्थेविदारितातितीव्ररागद्वेषपरिणामस्य तु भावतो योगः सम्भवति । सम्यग्दृष्टेहि मोक्षाकाङ्क्षाक्षणिकचित्तस्य या या चेष्टा सा सा मोक्षप्राप्तिपर्यवसानफलिकेति तस्यैव भावतोऽयम् । अपुनर्बन्धकस्य तु न सार्वदिकस्तथापरिणाम इति द्रव्यत एवेति । तदुक्तं-“भिन्नग्रन्थेस्तु યપ્રાયો મોક્ષે વિત્ત ભવે તનુ / તસ્ય તત્પર્વ વેદ રોગો રોનો દિ માવતઃ છા” રૂતિ 19૪-૧દ્દા
“ક્રિયા સ્વરૂપ યોગનું કારણ હોવાથી તે યોગ છે તેથી તે વચન ઉચિત છે. મોક્ષમાં અત્યંત દઢચિત્તવાળા એવા ગ્રંથિભેદ કરનારા આત્માઓને તો ભાવયોગ હોય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે, અપુનબંધકદશાને પામેલા શાંત અને ઉદાત્ત આત્માઓનું દેવપૂજારિરૂપ અનુષ્ઠાન, સદાચારસ્વરૂપ ક્રિયાયોગનું કારણ હોવાથી યોગ છે. આ વચન ઉચિત છે. કારણ કે અપુનર્બન્ધક આત્માઓને દ્રવ્યયોગ હોય છે. ભવિષ્યમાં ભાવનું કારણ બનવાના કારણે એ દ્રવ્યયોગ છે. આથી સમજી શકાશે કે અપુનબંધક આત્માઓને તેમનાં ઉચિત અનુષ્ઠાનો યોગનાં કારણ હોવાથી યોગરૂપ મનાય છે.
પરંતુ મોક્ષના વિષયમાં જેમનું ચિત્ત અત્યંત દઢ છે અર્થાત્ જેમને હૃદયમાં એક મોક્ષની જ ધારા(રઢ) લાગી છે; એવા ભિન્નગ્રંથિવાળા આત્માને ભાવથી યોગ મનાય છે. રાગદ્વેષની અતિતીવ્ર પરિણતિને ગ્રંથિ કહેવાય છે. એને ભેદી નાખનારા સમ્યગ્દષ્ટિ આત્માઓને ભાવથી યોગ હોય છે. કારણ કે નિરંતર મોક્ષની આકાંક્ષાથી પૂર્ણ ચિત્તવાળા આત્માઓની
૨૪૬
અપુનર્બન્ધક બત્રીશી