________________
દૂષણોનું નિવારણ થઈ શકે છે. કારણ કે પાણીના શીત સ્વભાવની જેમ આત્માના એવા સ્વભાવને લઈને જ ઉપર જણાવ્યા મુજબ ઐક્ય અને ભિન્નતાની પ્રતીતિ થાય છે એમ કહી શકાય છે; પરંતુ આત્માનો એ સ્વભાવ તેનાથી સર્વથા ભિન્ન છે કે સર્વથા અભિન્ન છે – આ વિકલ્પમાં ઉપર જણાવ્યા મુજબનાં જ દૂષણો યથાવત્ છે. તેથી પ્રકૃતિને આત્માથી કથંચિત્ ભિન્નભિન્ન માનવી જોઇએ. એથી કથંચિભેદભેદસ્વરૂપ શબલતાને માનવામાં જ ઔચિત્ય છે. એનાથી જ સર્વવ્યવહાર સંગત થાય છે.
આ પ્રમાણેની વિચારણાને, હેતુને આશ્રયીને કરાતી વિચારણા કહેવાય છે. આત્માથી કથંચિદૂભિન્નભિન્ન એવી કર્મપ્રકૃતિના યોગે આ સંસાર છે. સંસારનું મુખ્ય કારણ કર્મ છે. કોઈ પણ જાતના ઉપચાર વિનાના એ કારણને લઇને આત્માનો આ અનાદિકાળનો સંસાર છે. કર્મનો યોગ ન હોય તો કોઇ પણ જાતનાં નિમિત્તો આત્માને સંસારમાં રાખી શકતાં નથી... ઇત્યાદિની વિચારણા ભવબીજની વિચારણા છે. શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના કારણની વિચારણા કરવામાં તત્પર હોય છે. યોગબિંદુ ગ્રંથમાં ભવબીજની વિચારણા(ઊહ)ના વિષયમાં થોડી બીજી રીતે જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ એ, તે ગ્રંથના અધ્યયનથી જાણી લેવું જોઇએ. અહીં તો ‘દ્વાત્રિશત્ દ્વત્રિશિકા'નું વિવરણ કરવાનું તાત્પર્ય હોવાથી તેનું વર્ણન કર્યું નથી. ૧૪-૧૦ના ભવના સ્વરૂપને આશ્રયીને ભવના વિષયમાં જે રીતે વિચારણા કરાય છે તે જણાવાય છે–
भवोऽयं दुःखगहनो जन्ममृत्युजरामयः ।
अनादिरप्युपायेन पृथग्भवितुमर्हति ॥१४-११॥ भवोऽयमिति-अयं प्रत्यक्षोपलभ्यमानो भवः संसारः । दुःखगहनः शारीरमानसानेकदुःखशतैराच्छन्नः । जन्म मातृकुक्षिनिष्क्रमणलक्षणं, मरणं प्रतिनियतायुःकर्मक्षयः, जरा वयोहानिलक्षणा, तन्मयस्तत्प्राचुर्यवान् । अनादिरपि उपायेन ज्ञानदर्शनचारित्ररूपेण । पृथग् भवितुमर्हति काञ्चनमलवदिति । સ્વરૂપોદમેતત્ 9૪-991
જન્મ, જરા અને મૃત્યુમય તેમ જ દુઃખગહન આ સંસાર અનાદિનો હોવા છતાં ઉપાયથી જુદો થઈ શકે છે.” - આ પ્રમાણે શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે આ પ્રત્યક્ષ જણાતો સંસાર, જન્મ, જરા અને મૃત્યુમય છે. માતાની કુક્ષિમાંથી નીકળવા સ્વરૂપ જન્મ છે, નિયત આયુષ્યકર્મના ક્ષય સ્વરૂપ મૃત્યુ છે અને વયની હાનિ સ્વરૂપ જરા-વૃદ્ધાવસ્થા છે. જન્મ, મૃત્યુ અને જરાનું પ્રમાણ આ સંસારમાં ચિકાર છે. જન્મ, જરા અને મૃત્યુ; જન્મ, જરા અને મૃત્યુ: આવું ચક્ર અનાદિકાળથી પ્રવર્તે છે. આજ સુધીમાં આ સંસારમાં અનંતાનંતી વાર આપણાં જન્મ, જરા અને મૃત્યુ થયાં છે. તેથી આ સંસાર, જન્મ, જરા અને મૃત્યુમય વર્ણવાય છે.
૨૪૦
અપુનબંધક બત્રીશી