________________
-
અહીં યાદ રાખવું જોઇએ કે મુક્ત્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનું કારણ બને છે વાતનું અહીં નિરૂપણ ચાલુ છે. એના ઉપરથી સમજી લેવું જોઇએ કે ગુણસામાન્યની પ્રાપ્તિ માટે જે અનુષ્ઠાન કારણ બને; તે અનુષ્ઠાનના રાગનો પ્રયોજક, ગુણ પ્રત્યેનો અદ્વેષવિશેષ છે. વસ્તુપાલનો આત્મા પૂર્વભવમાં ચોર હતો. એકવાર પૂ. સાધુભગવંતના દર્શન થવા છતાં ઉપેક્ષાને લઇને તેમના ગુણોનું જ્ઞાન ન હોવાથી અજ્ઞાત એવા તેમના ગુણો પ્રત્યેના રાગવાળા તે ચોરને દીર્ઘકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવામાં કોઇ બાધક ના બન્યું. કારણ કે તેનો ગુણ પ્રત્યેનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બન્યો ન હતો. ક્રિયારાગપ્રયોજક જ ગુણ પ્રત્યેનો અદ્વેષ તદ્ભુતુ-અનુષ્ઠાનને ઉચિત હોવાથી સંસારના હ્રાસનું કારણ મનાય છે, અન્યથા મનાતો નથી. તેથી તેને સંસારમાં પરિભ્રમણ કરવાનું થયું. ૫૧૩-૨૪॥
યોગીન્દ્રમુત્ત્વોષઃ પ્રશસ્યતે... પહેલા શ્લોકમાં જણાવેલી વાતનો ઉપસંહાર કરાય છે–
जीवातुः कर्मणां मुक्त्यद्वेषस्तदयमीदृशः ।
गुणरागस्य बीजत्वमस्यैवाव्यवधानतः ।।१३ - २५॥
“તેથી સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક એવો મુખ્ત્યદ્વેષ ક્રિયાને જિવાડનારો છે. કોઇ પણ પ્રકારના વિલંબ વિના ગુણરાગને ઉત્પન્ન કરવાનું બીજ પણ એ જ છે.” - આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. શ્લોકાર્થ સ્પષ્ટ જ છે, તેથી ગ્રંથકારશ્રીએ છેલ્લા આઠ શ્લોકો ઉપર ટીકા લખી નથી. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી બધી જ ક્રિયાઓ સાક્ષાત્ અથવા પરંપરાએ મોક્ષનું કારણ બનતી હોય છે. તે તે ક્રિયાઓનું ક્રિયાપણું એ રીતે મોક્ષની પ્રાપ્તિમાં જ સમાયેલું છે. કોઇ પણ સંયોગોમાં એ ક્રિયાઓ સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષનું કારણ ન બને તો એ ક્રિયાઓમાં વાસ્તવિક રીતે ક્રિયાત્વ જ નથી - એમ માનવું પડે. જે ક્રિયાઓ પોતાનું કાર્ય કરી ના શકે તે ક્રિયાઓને ક્રિયાસ્વરૂપ માનવાનું ઉચિત નથી. અન્યથા જે કાર્ય ન કરે તેને પણ કારણ માનવામાં કોઇ દોષ નહિ નડે. કોઇ પણ ક્રિયાઓ સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષનું કારણ બને છે તેનું રહસ્ય એ છે કે તે ક્રિયાઓ મુક્યદ્વેષમૂલક હોય છે. તેથી ક્રિયાઓને ક્રિયાસ્વરૂપે રાખનાર મુક્યદ્વેષ હોવાથી તેને ક્રિયાઓના જીવાતુ તરીકે વર્ણવ્યો છે.
ઉપર જણાવ્યા મુજબનો મુક્ત્યદ્વેષ હોતે છતે તેના અવ્યવહિત ઉત્તરકાળમાં ગુણાનુરાગ પ્રગટે છે. જ્ઞાનાદિ ગુણોના રાગ વિના મોક્ષની પ્રાપ્તિ અને સાધના શક્ય નથી. કોઇ પણ અનુષ્ઠાનને ત્યાં સુધી લઇ જવામાં મુખ્યપણે ગુણાનુરાગ પ્રયોજક છે અને આ ગુણાનુરાગ મુક્ત્યદ્વેષના અવ્યવહિતોત્તરકાળમાં પ્રગટે છે. તેથી ગુણાનુરાગના બીજ તરીકે મુક્યદ્વેષનું અહીં વર્ણન કર્યું છે. મોક્ષનો રાગ જન્મે તો ખૂબ જ સરસ છે, પરંતુ તે ન જન્મે ત્યાં સુધી મોક્ષ પ્રત્યે દ્વેષ ન થાય : એનો મુમુક્ષુ આત્માઓએ ઉપયોગ રાખવો જોઇએ. અનંતજ્ઞાનીઓએ પ્રરૂપેલા
મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી
૨૨૦