________________
શકવા શક્તિમાન નથી, તે બધાનો સમુદાય તેમનો(દીનાદિનો) વર્ગ છે.” ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચાર પુરુષાર્થને સાધવા માટેની શક્તિ (સામર્થ્ય) જેમની ક્ષીણ થયેલી છે તેમને દીન કહેવાય છે. નયન(આંખ)રહિત અંધ છે. નિસર્ગથી જ સારા માણસોના કૃપાસ્થાનને કૃપણ(બિચારા) કહેવાય છે. કોઢ વગેરેથી પીડાતા વ્યાધિગ્રસ્ત છે અને નિર્ધન માણસને નિઃસ્વદરિદ્ર કહેવાય છે. દીનાદિવર્ગને માતાપિતાદિ પોષ્યવર્ગનો વિરોધ ન આવે એ રીતે દરરોજ દાન આપવું જોઇએ. આ રીતે યોગની પૂર્વસેવામાં ‘ગુરુદેવાદિપૂજન” આ પ્રથમ ભેદની વિચારણા પૂર્ણ થઇ. II૧૨-૧૨
પૂર્વસેવા તુ ગોચ.. આ પ્રથમ શ્લોકમાં (૧૨-૧માં) જણાવેલ ગુરુદેવાધૂિનન નું વર્ણન કરીને હવે સદાચારનું વર્ણન કરાય છે
सुदाक्षिण्यं दयालुत्वं दीनोद्धारः कृतज्ञता । जनापवादभीरुत्वं सदाचाराः प्रकीर्तिताः ॥१२-१३॥
सुदाक्षिण्यमिति-सुदाक्षिण्यं गम्भीरधीरचेतसः प्रकृत्यैव परकृत्याभियोगपरता । दयालुत्वं निरुपधिपरदुःखप्रहाणेच्छा । दीनोद्धारो दीनोपकारयलः । कृतज्ञता परकृतोपकारपरिज्ञानं । जनापवादान्मरणान्निર્વિશિષ્ણમા તિરુવં મીતભાવ: 7/92-/
સુદાક્ષિણ્ય, દયાળુતા, દીનોદ્ધાર, કૃતજ્ઞતા અને જનાપવાદનો ભય - એ સદાચાર છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે યોગને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાએ યોગની પૂર્વસેવાને આરાધવા માટે દરરોજ ગુરુદેવાદિનું જેમ પૂજન કરવું જોઇએ; તેમ પોતાના જીવનને સદાચારમય બનાવવું જોઇએ. જે સદાચારોથી પોતાના જીવનને સદાચારમય બનાવવાનું છે, એ સઘળાય સદાચારોનું વર્ણન કરવાનું અહીં કોઈ પણ રીતે શક્ય નથી. પરંતુ એમાંના કેટલાક જ આચાર ચાર શ્લોકથી વર્ણવ્યા છે. તેથી આ શ્લોકમાંનું સલવારઃ પ્રવર્જિતા - આ પદનો સંબંધ હવે પછીના ત્રણેય શ્લોકમાં સમજી લેવાનો છે.
યોગની પૂર્વસેવામાં ગુરુદેવાદિપૂજનથી જેમ પવિત્ર પુરુષો પ્રત્યે આદર-બહુમાન પ્રાપ્ત કરાય છે, તેમ સદાચારથી પોતાના આત્માને પવિત્ર કરાય છે. યોગની આરાધના પ્રસંગે જે લોકોત્તર આચારોથી આત્માને પરમાત્મસ્વરૂપ બનાવવાનો છે તેની પૂર્વે યોગની પૂર્વસેવામાં સદાચારોથી આત્માને પવિત્ર બનાવવાનો છે. સદાચારો અને લોકોત્તર આચારો - એ બેમાં ઘણો ફરક છે. લોકોત્તર આચારોનું પાલન તો દુષ્કર છે જ. પરંતુ અહીં વર્ણવેલા સુદાક્ષિણ્ય વગેરે સદાચારોનું પાલન પણ દુષ્કર છે. મોક્ષસાધક યોગના અર્થીપણા વિના એ સદાચારોનું પાલન શક્ય નથી.
એક પરિશીલન
૧૬૯