________________
યોગની પૂર્વસેવા સ્વરૂપે વર્ણવેલા ગુરુદેવાદિપૂજનમાં ગુરુપૂજનનું વર્ણન કરીને હવે દેવપૂજન વર્ણવાય છે—
देवानां पूजनं ज्ञेयं शौच श्रद्धादिपूर्वकम् ।
पुष्पैर्विलेपनै धूपै नैवेद्यैः शोभनैः स्तवैः ।। १२-६ ॥
લેવાનામિતિ—વત્ત: ||૧૨-૬।।
“શૌચ, શ્રદ્ધા વગેરે પૂર્વક પુષ્પ, વિલેપન, ધૂપ, નૈવેદ્ય અને શોભન સ્તોત્રો દ્વારા દેવોનું પૂજન યોગની પૂર્વસેવા સ્વરૂપે જાણવું.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ગુરુવર્ગ કરતાં પણ શ્રેષ્ઠ એવા દેવો આરાધ્યતમ છે. તેમની પૂજા; સુગંધી વિકસિત અને સુંદર જાતિનાં પુષ્પોથી; સુગંધી ચંદનાદિ વિલેપનોથી; બહુમૂલ્ય દશાંગાદિ ધૂપોથી અને ઉત્તમ જાતિનાં પક્વાન્નાદિ નૈવેદ્યોથી કરવી જોઇએ; તેમ જ અર્થગંભીર; પૂર્વાચાર્યોએ રચેલાં ભાવાવવાહી સ્તોત્રોથી ભાવપૂજા કરવી જોઇએ.
વર્તમાનમાં પૂજા કરનારાને પુષ્પાદિદ્રવ્યો કઇ જાતનાં હોવાં જોઇએ - તે સમજાવવાનું દુષ્કર છે. સર્વાતિશાયીને દેવ તરીકે માન્યા પછી એ આરાધ્યતમની પૂજા માટે કેવાં દ્રવ્ય વપરાય છે - એનું વર્ણન થાય એવું નથી. દેવની પ્રત્યે પૂજ્યભાવ ઉત્કટ કોટિનો બને તો જ શાસ્ત્રમાં જણાવ્યા મુજબની પૂજા કરી શકાશે. આ દેવપૂજન શૌચ અને શ્રદ્ધાદિ પૂર્વક કરવાનું છે. શરીર, વસ્ત્ર, દ્રવ્ય અને વ્યવહારની શુદ્ધિને શૌચ કહેવાય છે. પૂજા કરવા માટે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ખુલ્લી જગ્યા વગેરેમાં સ્નાનાદિથી શરીરને શુદ્ધ કરવા સ્વરૂપ શરીરનું શૌચ છે. શક્તિ અનુસાર બહુમૂલ્ય અત્યંત સ્વચ્છ અને ધૂપ વગેરેથી વાસિત કરેલાં જે પૂજા માટેનાં વસ્ત્રો છે તેનો જ ઉપયોગ કરવા સ્વરૂપ વસ્ત્રનું શૌચ છે. ઉત્તમ જાતિનાં પરમપવિત્ર દ્રવ્યોનો જ પૂજામાં ઉપયોગ કરવો તે દ્રવ્યનું શૌચ છે. અને ન્યાયથી પ્રાપ્ત વિત્તનો વ્યય કરીને મેળવેલી સામગ્રીનો જ પૂજામાં ઉપયોગ ક૨વા વગેરે સ્વરૂપ વ્યવહારશુદ્ધિ છે. સામાન્ય રીતે દેવપૂજા કરતી વખતે આપણી પૂજા; નિંદાને પાત્ર ન બને તે રીતે વર્તવા સ્વરૂપ અહીં વ્યવહાર-શુદ્ધિ છે. શરીર, વસ્ત્ર, દ્રવ્ય અને વ્યવહારની શુદ્ધિ સ્વરૂપ શૌચપૂર્વક દેવપૂજા કરવી જોઇએ. તેમ જ શ્રદ્ધા-બહુમાન અને પ્રણિધાનાદિ-પૂર્વક દેવપૂજા કરવી જોઇએ.
સુંદર સ્તોત્રો દ્વારા દેવની ભાવપૂજા કરવી જોઇએ. સ્તોત્રની શોભનતા-સુંદરતાનું વર્ણન કરતી વખતે ‘યોગબિંદુ’ની ટીકામાં જણાવ્યું છે કે આદરપૂર્ણ જે સ્તોત્ર છે તે સુંદર છે. પૂર્વાચાર્યોએ રચેલાં અર્થગંભી૨ સ્તોત્ર પણ જો આદરપૂર્વક નહીં બોલાય તો તે સ્તોત્ર આપણા માટે સુંદર નહીં બને. વીતરાગપરમાત્માદિ દેવની સ્તવના કરવા માટે આપણી પાસે શબ્દો ન હતા. શ્રી ગણધરભગવંતાદિએ તે તે સ્તોત્રોની રચના કરી આપણી ઉપર મોટો અનુગ્રહ કર્યો એક પરિશીલન
૧૬૧