________________
હિંમતથી જણાવવું કે મારા ગુરુવર્ગની નિંદા-અવર્ણવાદ સાંભળવા હું આવ્યો નથી. - આ પ્રમાણે કરવાના કારણે ગુરુવર્ગ પ્રત્યેનું બહુમાનાદિ ટકી રહે છે. આ રીતે અવર્ણવાદ સાંભળવાનો ત્યાગ કરવાથી એના ફળ સ્વરૂપે ગુરુવર્ગના અવર્ણવાદ બોલવાથી સર્વથા દૂર રહી શકાય છે. વર્તમાનમાં પોતાના ગુરુવર્ગના અવર્ણવાદ બોલવાનું દૂષણ ખૂબ જ વ્યાપક બનતું ચાલ્યું છે. એ દૂષણ થોડાઘણા અંશે સાધુ-સાધ્વીઓમાં પ્રવેશ પામેલું જોવા મળે છે, જે; યોગની પૂર્વસેવાથી પણ દૂર રાખનારું છે. સામાન્ય શિષ્ટાચાર એ છે કે કોઈના પણ અવર્ણવાદ કરવા નહિ. એનો વિચાર કરીએ તો સમજાશે કે માતાપિતાદિ ઉપકારી ગુરુવર્ગના અવર્ણવાદની પ્રવૃત્તિ કેટલી ખરાબ છે. આવી દુષ્ટ પ્રવૃત્તિથી સર્વથા દૂર રહેવા માટે અવર્ણવાદનું અશ્રવણ ખૂબ જ આવશ્યક છે.
માતાપિતાદિ ગુરુવર્ગનું નામ યોગ્ય-પવિત્ર સ્થાને અવશ્ય બોલવું પરંતુ મૂત્ર-મલાદિપરિત્યાગાદિના અપવિત્ર સ્થાને કોઈ પણ રીતે તેમનું નામ બોલવું નહિ - આ વસ્તુને નામરાયા પદથી અહીં જણાવી છે. પૂજયપુરુષોની જેમ જ તેમનું નામ પણ પરમપવિત્ર હોય છે. તેથી પવિત્ર સ્થાને-અવસરે વિવેકપૂર્વક તેમનું નામ ગ્રહણ કરવું. પરંતુ અશુચિ-અપવિત્ર સ્થાનમાં તેમનું નામ ન લેવું. આથી ઉપકારી જનો પ્રત્યેનો પૂજ્યભાવ જળવાય છે.
માતાપિતાદિ ગુરુજનો બહારથી આવે ત્યારે તેમને જોતાંની સાથે જ ઊભા થવું; તેમને બેસવા માટે આસન આપવું અને બેઠા પછી તેમની પાસે બેસવું... વગેરે પણ એક જાતનું ગુરુપૂજન છે. તેઓ જાય ત્યારે થોડે સુધી તેમની પાછળ જવું. તેઓ આવે ત્યારે તેમને લેવા માટે સામે જવું... વગેરે સ્વરૂપ અનેક પ્રકારનો ‘વિનય' પણ અહીં ગુરુવર્ગના પૂજનમાં સમજી લેવાનો છે. આ રીતે આ શ્લોકમાં નમન; પર્યાપાસન; અવર્ણાશ્રવણ; નામશ્લાઘા; ઉત્થાન અને આસનાર્પણ સ્વરૂપ ગુરુપૂજન જણાવ્યું છે. ૧૨-૩ ગુરુપૂજનના જ બીજા પ્રકારો જણાવાય છે–
सर्वदा तदनिष्टेष्टत्यागोपादाननिष्ठता ।
स्वपुमर्थमनाबाध्य साराणां च निवेदनम् ॥१२-४॥ सर्वदेति-स्वपुमर्थं धर्मादिकमबाध्यानतिक्रम्य । यदि च तदनिष्टेभ्यो निवृत्तौ तदिष्टेषु च प्रवृत्ती धर्मादयः पुरुषार्था बाधन्ते तदा न तदनुवृत्तिपरेण भाव्यं । किं तु पुरुषार्थाराधनपरेण, अतिदुर्लभत्वात् पुरुषार्थाराधनकालस्येत्यर्थः । साराणामुत्कृष्टानामलङ्कारादीनां निवेदनं समर्पणम् ।।१२-४।।
પોતાના ધર્માદિ પુરુષાર્થને હાનિ ન પહોંચે એ રીતે; માતા-પિતાદિ ગુરુજનોને જે અનિષ્ટ છે તેની નિવૃત્તિમાં અને જે ઈષ્ટ છે તેની પ્રવૃત્તિમાં તત્પર બનવું અને પોતાને પ્રાપ્ત થયેલા સારભૂત એવા અલંકારાદિનું તેમને સમર્પણ કરવું.' - આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે.
એક પરિશીલન
૧૫૫