SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ એવા પૂ. ધર્મોપદેશકોએ પણ આપણી ઉ૫૨ ખૂબ જ અનુગ્રહ કર્યો છે. પરલોકના હિતથી સર્વથા અનભિજ્ઞ(અજાણ) એવા આપણને; હેય, ઉપાદેય અને સદસ ્ વગેરેનો વિવેક તેઓશ્રીની કૃપાથી જ પ્રાપ્ત થયો છે ને ? સ્વપ્રે પણ આપણને જેની કલ્પના ન હતી એવા હિતાહિતાદિને સમજાવી આપણા જીવનને વિવેકપૂર્ણજ્ઞાનથી ભરી દેવાનો પ્રયત્ન તેઓશ્રીએ કર્યો છે. ઉંમરથી નાના પણ જ્ઞાનથી મોટા એવા શ્રુત(જ્ઞાન)વૃદ્ધ અને ઉંમરથી અધિક એવા વયોવૃદ્ધ પુરુષોએ કરેલા અનુગ્રહને આપણે ક્યારે પણ વીસરી નહીં શકીએ. યોગની પૂર્વસેવાની જ્યાંથી શરૂઆત કરવાની છે એ ગુરુપૂજન માટેના ગુરુવર્ગને આ શ્લોકથી જણાવ્યો છે. ૧૨-૨ હવે ત્રીજા શ્લોકથી ગુરુવર્ગના પૂજનનું વર્ણન કરાય છે— पूजनं चाऽस्य नमनं त्रिसन्ध्यं पर्युपासनम् । अवर्णाश्रवणं नामश्लाघोत्थानासनार्पणे ।।१२-३॥ पूजनमिति - नमनं कदाचिद्द्रव्यतस्तदभावेऽपि भावतो मनस्यारोपणेन । नाम्नः श्लाघा स्थानास्थानग्रहणाग्रहणाभ्याम् । उत्थानासनार्पणे अभ्युत्थानासनप्रदाने आगतस्येति गम्यम् ।।१२- ३।। “આ ગુરુવર્ગનું પૂજન; ત્રણ સંધ્યાએ નમસ્કાર કરવો, પર્યુપાસના કરવી, અવર્ણવાદનું શ્રવણ ન કરવું, નામની શ્લાઘા(ગૌરવપૂર્વક બોલવું), ઊભા થવું અને આસન આપવા સ્વરૂપ છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્યાર્થ છે. ', કહેવાનો આશય એ છે કે માતા, પિતા વગેરે ગુરુવર્ગને દ૨૨ોજ સવારે, બપોરે અને સાંજે ત્રણ વાર પ્રણામ ક૨વો જોઇએ. સવારે છ વાગ્યાની આસપાસ, બપોરે બાર વાગ્યાની આસપાસ અને સાંજે છ વાગ્યાની આસપાસના સમયને સામાન્યથી સંધ્યાસમય કહેવાય છે. ત્રણ સંધ્યાએ માતા, પિતા, કલાચાર્ય, તેમના જ્ઞાતિજનો અને વૃદ્ધધર્મોપદેશકો - આ ગુરુવર્ગને પ્રણામ કરવો જોઇએ. કોઇ વાર ગુરુવર્ગ ઉપસ્થિત ન હોય અથવા તો આપણે તેમની પાસે ન હોઇએ તો આવા અવસરે દ્રવ્યથી તેઓ વિદ્યમાન ન હોવાથી સાક્ષાત્ પ્રણામ કરવાનું ન બને તોપણ ત્રણે સંધ્યાએ ભાવથી મનમાં તેમનું સ્મરણ કરી આરોપણ કરવા દ્વારા પ્રણામ કરવો જોઇએ. આ રીતે માતા-પિતાદિને પ્રણામ કરવાનું ધાર્યા કરતાં ઘણું જ અઘરું છે. વર્તમાનમાં લગભગ આ આચાર નાશ પામ્યો છે. જે પણ થોડા માણસો એ આચારને પાળે છે તેમને; ઘણા માણસો તેમ કરતા ન હોવાથી વિચિત્ર લાગે છે. એમાં પણ મોટી ઉંમર થયા પછી કે સમાજમાં સ્થાન પામ્યા પછી ખૂબ જ વિષમતા સર્જાય છે. આવા સંયોગોમાં એ વિચારવું જોઇએ કે આપણે ગમે તેટલા મોટા-મહાન થઇએ પરંતુ આ ભવમાં માતા, પિતા કે કલાચાર્યાદિ ગુરુવર્ગની અપેક્ષાએ આપણે મહાન નહિ જ થઇએ. માતાપિતાદિ ગુરુવર્ગને પ્રણામ કરવાનું બંધ થવાથી મર્યાદાનું પાલન લગભગ નષ્ટ થયું. ગુરુવર્ગ ગુરુવર્ગ છે એટલું જ જોતા રહ્યા હોત તો આજની એક પરિશીલન ૧૫૩
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy