________________
अथ योगपूर्वसेवाद्वात्रिंशिका प्रारभ्यते ।।
इत्थं विचारितलक्षणस्य योगस्य प्रथमोपायभूतां पूर्वसेवामाह
આ પૂર્વે અગિયારમી બત્રીશીમાં જેનું લક્ષણ-સ્વરૂપ વિચારાયું છે તે યોગની પ્રાપ્તિ માટે પ્રથમ ઉપાય સ્વરૂપ પૂર્વસેવાનું વર્ણન કરાય છે
पूर्वसेवा तु योगस्य गुरुदेवादिपूजनम् । सदाचारस्तपो मुक्त्यद्वेषश्चेति प्रकीर्तिताः ॥१२-१॥
પૂર્વસેવા વિંતિ–સ્પષ્ટ: 19-8ા.
“ગુરુ-દેવાદિનું પૂજન, સદાચાર; તપ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ - એને યોગની પૂર્વસેવા તરીકે વર્ણવ્યા છે.” આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે યોગનું લક્ષણસ્વરૂપ વર્ણવતી વખતે અગિયારમી બત્રીશીમાં વર્ણવ્યું છે કે, મોક્ષની સાથે આત્માનો યોગ કરાવી આપનાર મુખ્ય કારણ સ્વરૂપ આત્મવ્યાપારને યોગ કહેવાય છે. આ મોક્ષસાધક યોગને પ્રાપ્ત કરવા માટેના જે ઉપાય છે; તેને અહીં મોક્ષસાધક યોગની પૂર્વસેવા તરીકે વર્ણવ્યા છે.
શ્રીવીતરાગપરમાત્માએ પ્રરૂપેલા મોક્ષસાધક યોગો અસંખ્ય છે. એને પ્રાપ્ત કરવાના ઉપાયો પણ અસંખ્ય છે - એ સમજી શકાય છે. અસંખ્ય યોગની પૂર્વસેવા સ્વરૂપ એ ઉપાયોમાંથી માત્ર ચાર જ ઉપાયોનું વર્ણન આ બત્રીશીમાં કર્યું છે. ખૂબ જ સંક્ષેપથી પણ માર્મિક રીતે વર્ણવેલા એ ઉપાયોનો વિચાર અહીં કરવાનો છે. અનંતદુઃખમય આ સંસારથી મુક્ત બનવા માટે યોગ વિના બીજો કોઈ ઉપાય નથી – એનો જેને ખ્યાલ છે એવા મુમુક્ષુઓને યોગ સિવાય બીજું કશું જ પામવા જેવું લાગતું નથી. યોગની પ્રાપ્તિ માટેનો તેમનો પુરુષાર્થ વ્યર્થ બને નહિ અને સફળ બની રહે – એ માટે આ બત્રીશીમાં ગ્રંથકાર પરમર્ષિએ યોગની પ્રાપ્તિના પ્રાથમિક ઉપાય તરીકે મુમુક્ષુ જનોને પૂર્વસેવા ઉપદેશી છે. એને પ્રાપ્ત કર્યા વિના; યોગ માટે કરેલો પુરુષાર્થ ફળની પ્રાપ્તિ સુધી નહિ પહોંચાડે.
કારણ ગમે તે હોય પરંતુ આજે આ જાતની પ્રાથમિક યોગ્યતાની ખૂબ જ ઉપેક્ષા સેવાય છે - એ માન્યા વિના ચાલે એવું નથી. આપણી અવદશાનું નિદાન વર્ષો પૂર્વે અનેક ગ્રંથકારપરમર્ષિઓએ ખૂબ જ ચોક્કસપણે કરી લીધું છે. કોઈ પણ જાતના ખચકાટ વિના એનો સ્વીકાર કરી આપણી અવદશાનાં એ કારણોને દૂર કર્યા વિના છૂટકો જ નથી. આત્માની વિશિષ્ટ યોગ્યતાને લઇને કોઇને એકાએક યોગની પ્રાપ્તિ થાય - એથી એવા દષ્ટાંતને લઈને યોગની યોગ્યતા સ્વરૂપ પૂર્વસેવાની ઉપેક્ષા કરવાનું હિતાવહ નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તે તે વિષયમાં યોગ્યતાની ઉપેક્ષા કરાતી નથી. માત્ર ધાર્મિક ક્ષેત્રમાં એવી ઉપેક્ષા કેમ સેવાય છે –
૧૫૦
યોગપૂર્વસેવા બત્રીશી