SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ મનાય છે. ઘટાદિ વિષયોની જે અભિવ્યક્તિ થાય છે તે પુરુષમાં થાય છે. તે પ્રતિબિંબાત્મક દેશનું આશ્રયત્ન પુરુષમાં હોવાથી તાદેશ અભિવ્યકત્વ સંગત બને છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે તેથી “તા દ્રષ્ણુઃ પીવાનમ્' 9-રા- આ યોગસૂત્ર નિરર્થક બનશે. ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય ત્યારે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન હોય છે.' આ અર્થને જણાવનારું એ સૂત્ર છે. પરંતુ પુરુષ સદાને માટે એક જ સ્વરૂપમાં રહેતો હોય તો ત્યારે (સવા)' આ પ્રમાણે જણાવવાનો કોઈ જ અર્થ નથી. કોઈ પણ સમયે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન ન હોય તો; તે પ્રમાણે જણાવવાનું બરાબર ગણાય. સૂત્રમાં તવા પદનું ગ્રહણ કર્યું છે, પણ તેનું બાવર્ચી (વ્યવચ્છેદ્ય) કોઈ નથી. યદ્યપિ પૂર્વે જણાવ્યા મુજબ અતાત્ત્વિકરૂપે જ પુરુષને ચિત્તની વૃત્તિઓનું ગ્રહણ છે. વિવેકખ્યાતિની અનુદિત અવસ્થામાં ચિત્તવૃત્તિઓનું સાદૃશ્ય હોવાથી કાલ્પનિક જ સ્વરૂપાનવસ્થાન છે અને ત્યાર પછી વિવેકાતિ ઉદિત થવાથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાથી પુરુષનું સ્વરૂપાવસ્થાન પણ કાલ્પનિક છે. તેથી તેની અપેક્ષાએ તથા.... ઇત્યાદિ સૂત્ર નિરર્થક નથી. પરંતુ આ રીતે સૂત્રના વિષયને કાલ્પનિક માની લેવામાં આવે તો સર્વજનપ્રસિદ્ધ ઘટાદિવ્યવહારના વિષયને પણ કાલ્પનિક માનવાનો પ્રસંગ આવશે, જેથી શૂન્યવાદીઓના (બૌદ્ધોના) મતમાં પ્રવેશ થશે. I/૧૧-૨૬ll સાંખ્યમતમાં જ અનુપપત્યંતર જણાવાય છે– निमित्तत्वेऽपि कौटस्थ्यमथास्यापरिणामतः । स्याद् भेदो धर्मभेदेन, तथापि भवमोक्षयोः ॥११-२७॥ निमित्तत्वेऽपीति-अथास्यात्मनो निमित्तत्वेऽपि । सत्त्वनिष्ठमभिव्यङ्ग्यां चिच्छक्तिं प्रति । अपरिणामतः परिणामाभावात् । कौटस्थ्यमकारणमित्यस्यानुपादानकारणमित्यर्थादुपादानकारणस्यैव परिणामित्वात् परिणामस्य चावस्थान्तरगमनलक्षणत्वादिति भावः । तथापि भवमोक्षयोः संसारापवर्गयोः । धर्मभेदेन भोगनिमित्तानिमित्तत्वधर्मभेदेन स्यात् कथञ्चिद्भेद आवश्यकः । मोक्षेऽपि पूर्वस्वभावसत्त्वे कारणान्तराभावान्न भोग इति को भेद इति चेत् सौम्य ! कथं तर्हि न भवमोक्षोभयस्वभावे विरोधः ? । उभयैकस्वभावत्वान्नायमिति चेद्भङ्ग्यन्तरेणायमेव स्याद्वाद इति किं वृथा खिद्यसे ||११-२७|| પુરુષમાં નિમિત્તકારણત્વ માનવા છતાં તેની અપરિણામિતાના કારણે કૌટથ્ય પુરુષમાં મનાય છે, તોપણ ધર્મના ભેદથી ભવ અને મોક્ષમાં ભેદ થશે.” - આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શૂન્યવાદનો પ્રસંગ ન આવે એ માટે પુરુષને અધિષ્ઠાનસ્વરૂપ માનવાને બદલે નિમિત્તકારણ મનાય છે. તેથી સત્ત્વ(બુદ્ધિ)નિષ્ઠ અભિવ્યંગ્ય એવી ચિતશક્તિની પ્રત્યે પુરુષ નિમિત્તકારણ છે. તે પરિણામી ન હોવાથી તે ફૂટસ્થ કહેવાય છે. પુરુષને જેવારામનાય છે, તે ઉપાદાનકારણને લઈને મનાય છે. ઘટનું જેમ ઉપાદાનકારણ માટીછે, પટનું ૧૪૦ પાતંજલયોગલક્ષણ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy