________________
અહીં એ સમજી લેવું જોઈએ કે પૂર્વે જણાવ્યા મુજબ સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ ચેતન છે. શુદ્ધસ્ફટિકની જેમ નિર્મળ અને અપરિણામી નિત્ય એકસ્વભાવાવસ્થિત છે. પ્રકૃતિથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જ્ઞાન, સુખ, દુઃખ ઇત્યાદિ ગુણો બુદ્ધિના છે. પુરુષના એ ગુણો નથી. સત્ત્વ, રજસ્ અને તમન્ આ ત્રણ ગુણવાળી બુદ્ધિ પુરુષના ભોગસંપાદન માટે સૃષ્ટિની રચનામાં તત્પર છે. અનાદિકાળથી બંન્ને વચ્ચે ભેદાગ્રહ હોવાથી પુરુષના ચૈતન્યનું અભિમાન બુદ્ધિને છે અને બુદ્ધિના (પ્રકૃતિના) કર્તૃત્વનું અભિમાન પુરુષને છે. તેથી બુદ્ધિકૃત સુખદુઃખાદિનો ભોગ આત્મામાં ઔપચારિક છે. (પારમાર્થિક નથી.) અનાદિકાળથી પ્રકૃતિ અને પુરુષમાં ભોક્તભોગ્યભાવ છે. પ્રકૃતિમાં કર્તૃત્વ હોવા છતાં પુરુષના ચૈતન્યથી જ તે પ્રતીત થાય છે. “ચેતન એવી હું કરું છું.' ઇત્યાકારક પ્રતીતિ કર્તૃત્વના અભિમાનની છે. અચેતન એવી પ્રકૃતિને કર્તૃત્વના અભિમાનથી દુઃખનો અનુભવ થયે છતે “આદુઃખની નિવૃત્તિ કાયમ માટે મારે કઈ રીતે થશે આવો અધ્યવસાય વ્યક્ત થાય છે. ત્યારે દુઃખનિવૃત્તિના ઉપાયને જણાવનારા તે તે શાસ્ત્ર દ્વારા કરાતો ઉપદેશ પ્રધાન (પ્રકૃતિને) ઉપયોગી બનતો હોવાથી તેની અપેક્ષા છે... ઈત્યાદિ ભણાવનારા પાસેથી સમજી લેવું જોઇએ. સાંખ્યદર્શનના ગ્રંથોના વ્યવસ્થિત અધ્યયન વિના આ બધું સમજી શકાય એવું નથી. અહીં તો સામાન્યથી ખ્યાલ આવે એટલા પૂરતું જ જણાવ્યું છે. /૧૧-૨વા
સાંખ્યોએ જણાવેલી વાત તેમને ત્યાં ક્યાં જણાવી છે તે જણાવવાપૂર્વક તેમાં દોષ જણાવાય છે–
व्यक्तं कैवल्यपादेऽदः, सर्वं साध्विति चेन्न तत् ।
इत्थं हि प्रकृतेर्मोक्षो, न पुंसस्तददो वृथा ॥११-२१॥ व्यक्तमिति-कैवल्यपादे योगानुशासनचतुर्थपादेऽद एतत् । व्यक्तं प्रकटं । सर्वमखिलं । साधु निर्दोषमिति । समाधत्ते इति चेन्न, तद् यत् प्राक् प्रपञ्चितं । हि यत एवमुक्तरीत्या । प्रकृतेर्मोक्षः स्यात् । तस्या एव कर्तृत्वाभिमाननिवृत्त्या दुःखनिवृत्त्युपपत्तेः, न पुंसस्तस्याबद्धत्वेन मुक्त्ययोगात्, मुचेर्बन्धनविश्लेषार्थत्वात् । तत्तस्माददो वक्ष्यमाणं भवद्ग्रन्थोक्तं वृथा कण्ठशोषमात्रफलम् ।।११-२१।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. તાત્પર્ય એ છે કે આ પૂર્વે જણાવેલું બધું યોગાનુશાસનના કૈવલ્ય નામના ચોથા પાદમાં પ્રગટ છે. તેમાં કોઈ દોષ નથી. આ પ્રમાણે જે, સાંખ્યોએ જણાવ્યું છે તે બરાબર નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ મોક્ષની પ્રાપ્તિ પ્રકૃતિને થશે. તેણીના જ કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી દુઃખનિવૃત્તિ પણ પ્રકૃતિને સંગત છે, પુરુષને નહિ. પુરુષ બદ્ધ ન હોવાથી તે મુક્ત નહીં થાય. કારણ કે “મુન્ ધાતુ(ક્રિયાપદ)નો અર્થ, “બંધનથી છૂટા થવું તે છે. પુરુષને બંધન જ ન હોય તો તેની મુક્તિ કઈ રીતે સંગત બને? તેથી સાંખ્યો જે કહે છે તે (હવે પછી જણાવાય છે તે) નકામું છે. માત્ર ગળું સૂકવવાનું જ તેનું ફળ છે. ll૧૧-૨૧
એક પરિશીલન
૧૩૩