________________
કહેવાય છે. અસત્ ખ્યાતિના વિષયને કલ્પના કહેવાય છે. સરળતાને આર્જવ કહેવાય છે. મનવચન-કાયાની પવિત્રતાને શૌચ કહેવાય છે.
સાંખ્યો અને વ્યાસઋષિના મતના અનુયાયીઓએ અહિંસાદિ પાંચને યમ તરીકે વર્ણવ્યા છે. તેઓ એમ જણાવે છે કે કે પાંચ યમ છે; તેમ જ પાંચ નિયમ છે. અહિંસા, સત્ય, અસૈન્ય, બ્રહ્મચર્ય, અવ્યવહાર : આ પાંચ યમ છે. અક્રોધ, ગુરુશુશ્રષા, શૌચ, આહારની લઘુતા તથા અપ્રમાદઃ આ પાંચ નિયમ છે. વ્યવહારના અભાવને અવ્યવહાર કહેવાય છે. આહારની લઘુતા; દ્રવ્ય, પ્રમાણ, રસ અને ટંકની અપેક્ષાએ અલ્પતા સ્વરૂપ છે. એક દ્રવ્ય કે બે દ્રવ્યથી નિર્વાહ થાય તો વધારે દ્રવ્યો વાપરવાં નહિ. એ દ્રવ્ય પણ અલ્પપ્રમાણમાં અને અલ્પરસવાળું વાપરવું. તેમ જ દિવસમાં એક કે બે વાર વાપરવું - એને આહારની લઘુતા કહેવાય છે. નિદ્રા - વિકથાદિના અભાવને અપ્રમાદ કહેવાય છે.
બૌદ્ધોએ આ ધર્મસાધનભૂત અહિંસાદિનું વર્ણન કુશળધર્મ તરીકે કર્યું છે. અકુશલધર્મના અભાવ - વિરુદ્ધ ધર્મ તરીકે કુશળધર્મો પ્રસિદ્ધ છે. અકુશલધર્મને જણાવતાં તેઓએ કહ્યું છે કે હિંસા, સ્તેય, અન્યથાકામ, પૈશુન્ય, પરુષાવૃત, સંભિન્નાલાપ, વ્યાપાદ, અભિધ્યા, દગુવિપર્યય અને પાપકર્મ: આ દશ પ્રકારનાં અકુશલ; મન, વચન અને કાયાથી ત્યજવાં જોઇએ. પરદારાનું સેવન: એને અન્યથાકામ કહેવાય છે. અસંબદ્ધ ભાષણને સંભિન્નાલાપ કહેવાય છે. પરને પીડા ઉપજાવવાની વિચારણાને વ્યાપાર કહેવાય છે. ધનાદિને વિશે અસંતોષ સ્વરૂપ પરિગ્રહને અહીં અભિધ્યા કહેવાય છે. મિથ્યા અભિનિવેશ સ્વરૂપ દવિપર્યય છે અને પરુષાગૃત કઠોર-અસત્ય સ્વરૂપ છે. આ દશ અકુશલના વિપર્યયથી અહિંસા, અસ્તેય વગેરે કુશળધર્મો દશ થાય છે. આ દશ કુશળધર્મોને જ વૈદિકો વગેરે બ્રહ્મ વગેરે પદો દ્વારા જણાવે છે. I૮-૯ો.
ઉપર જણાવ્યા મુજબ અહિંસાદિ ધર્મસાધનોને બધા જ દર્શનકારો તે તે પદો દ્વારા વર્ણવતા હોવાથી બધા જ દર્શનકારો મોક્ષમાર્ગનું નિરૂપણ કરે છે. તેથી તેના નિર્ણય માટે ધર્મવાદની આવશ્યકતા જ નહીં રહે : આ શંકાના સમાધાન માટે જણાવાય છે
मुख्यवृत्त्या क्व युज्यन्ते न वैतानि क्व दर्शने । विचार्यमेतन्निपुणैरव्यग्रेणान्तरात्मना ॥८-१०॥
मुख्येति-एतानि अहिंसादीनि क्व दर्शने युज्यन्ते, क्व वा दर्शने न युज्यन्ते । एतन्मुख्यवृत्त्याऽनुपचारेण निपुणैर्धर्मविचारनिष्णातैर्विचारणीयं । नान्यद्वस्त्वन्तरविचारणे, धर्मवादाभावप्रसङ्गाद् । अव्यग्रेण स्वशास्त्रनीतिप्रणिधानादव्याक्षिप्तेन । अन्तरात्मना मनसा । शास्त्रान्तरनीत्या होकशास्त्रोक्तप्रकाराणामहिंसादीनामप्रयुज्यमानता स्फुटमेव प्रतीयत इति स्वतन्त्रनीतिप्रणिधानेनैव विषयव्यवस्था विचार्यमाणा फलवतीति भावः ।।८-१०॥
૧૦
વાદ બત્રીશી