________________
ધર્મવાદમાં દેશાદિની અપેક્ષા રાખવી જોઇએ : એ વાતમાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામી દષ્ટાંતરૂપ છે. અયોગ્ય પર્ષદામાં શ્રી મહાવીરપરમાત્માએ ધર્મદશના ન આપી. બીજે યોગ્ય પર્ષદામાં તેઓશ્રીએ ધર્મદેશના આપી. આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય પ્રતીત છે. શ્રી મહાવીરપરમાત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયે છતે પ્રથમ સમવસરણમાં પ્રતિબોધ પામી શકે એવી પર્ષદા ન હોવાથી શ્રી તીર્થંકરપરમાત્માએ ક્ષણવાર જ દેશના આપી. પણ એક પ્રહરની દેશના ન આપી અને બીજે પ્રતિબોધ પામી શકે એવા મનુષ્યોથી યુક્ત પર્ષદા(સભા)માં ભગવંતે દેશના આપી. આથી સ્પષ્ટ છે કે ધર્મદેશના આપતી વખતે દેશ, કાળ અને સભા વગેરેનો વિચાર કરવાનું આવશ્યક છે. એવું જો ન હોત તો શ્રી તીર્થંકરપરમાત્માએ એવું કર્યું ન હોત. અન્યત્રની જેમ જ પ્રથમ સમવસરણમાં પણ ક્ષણવાર દેશના આપવાના બદલે એક પ્રહર દેશના આપી હોત. આથી સમજી શકાય છે કે ધર્મદેશના(ધર્મવાદ) કરતી વખતે દેશ, કાળ વગેરેનો વિચાર કરવાનું આવશ્યક છે. I૮-શા હવે ધર્મવાદનો વિષય જણાવાય છે
विषयो धर्मवादस्य धर्मसाधनलक्षणः ।।
स्वतन्त्रसिद्धः प्रकृतोपयुक्तोऽसद्ग्रहव्यये ॥८-८॥ विषय इति-धर्मवादस्य विषयो धर्मसाधनलक्षणः स्वतन्त्रसिद्धः । साङ्ख्यादीनां षष्टितन्त्रादिशास्त्रसिद्धः । असद्ग्रहस्याशोभनपक्षपातस्य व्यये सति, प्रकृतोपयुक्तः प्रस्तुतमोक्षसाधकः । धर्मवादेनैवासद्ग्रहनिवृत्त्या मार्गाभिमुखभावादिति भावः ।।८-८।।
ધર્મવાદ'નો વિષય; સ્વતંત્રપ્રસિદ્ધ ધર્મસાધન સ્વરૂપ છે. અસદ્ગતનો વ્યય(વિગમ) થયે છતે ધર્મવાદનો વિષય મોક્ષસાધક બને છે. આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – પોતપોતાના દર્શનમાં જે જે ધર્મનાં સાધન તરીકે પ્રસિદ્ધ છે; તે તે સ્વરૂપ, ધર્મવાદનો વિષય છે. તે તે ધર્મસાધનોનો યથાર્થ નિશ્ચય કરવા માટે ધર્મવાદ કરવાનો છે. એવા નિર્ણય પૂર્વે “આ જ (સ્વદર્શનપ્રસિદ્ધ જ) બરાબર છે.' - આ પક્ષપાત સારો નથી કહેવાતો. એવા અશોભન પક્ષપાત સ્વરૂપ અસદ્ગતનો વ્યય-વિગમ થયે છતે વાસ્તવિકતાત્ત્વિક પક્ષપાત થાય છે. તેથી ધર્મવાદના વિષયભૂત ધર્મસાધનો મોક્ષનાં સાધક બને છે. કારણ કે ધર્મવાદથી જ અસદ્ગહની નિવૃત્તિ થવાથી જીવ માર્ગાભિમુખ બને છે. પરિણામે મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે.
ધર્મવાદની વિશેષતા છે કે તે અસદ્ગહની નિવૃત્તિ કરાવે છે. અજ્ઞાનાદિના કારણે પોતાના દર્શનને જ સારું માનવાની વૃત્તિ બીજા દર્શનની વાત સાંભળવા પણ પ્રવૃત્ત થવા દેતી ન હતી. ધર્મવાદના કારણે બીજા દર્શનની વાત સારી રીતે સાંભળવાદિમાં આત્મા તત્પર બને છે, જેથી
વાદ બત્રીશી