________________
રીતે ભાવની જ મુખ્યતા છે. ભાવને લઈને જ ક્રિયાની મુખ્યતા છે. પાણીની સેર અને કૃપાદિખનનની ઉપમાથી ભાવ અને ક્રિયાની મોક્ષ પ્રત્યેની ઉપયોગિતાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. પાણી વિના ચાલતું નથી. એ માટે કૃપાદિનું ખનન અનિવાર્ય છે. પરંતુ ગમે ત્યાં કૂપાદિના ખનનથી પાણી મળતું નથી. તેમ જ કૂપાદિના ખનન વિના પણ પાણી મળતું નથી. ભાવની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે ક્રિયા ઉપયોગી છે અને ક્રિયાને સફળ બનાવવા માટે ભાવ ઉપયોગી બને છે. ઉભયસાપેક્ષ વસ્તુઓમાં અન્યતરના અભાવે વસ્તુના અભાવનો પ્રસંગ આવે છે. ૧૦-૨પા. ભાવ વિનાની અને ભાવપૂર્વકની ક્રિયામાં જે ફરક છે તે જણાવાય છે–
मण्डूकचूर्णसदृशः, क्लेशध्वंसः क्रियाकृतः ।
तद्भस्मसदृशस्तु स्याद्, भावपूर्वक्रियाकृतः ॥१०-२६॥ मण्डूकेति-क्रियाकृतः केवलक्रियाजनितः । क्लेशध्वंसो रागादिपरिक्षयः । मण्डूकचूर्णसदृशः, पुनरुत्पत्तिशक्त्यन्वितत्वात् । भावपूर्वक्रियाकृतस्तु तद्रस्मसदृशो मण्डूकभस्मसदृशः स्यात्, पुनरुत्पत्तिशक्त्यभावाद् । एवं च क्लेशध्वंसविशेषजनकः शक्तिविशेष एव क्रियायां भाववृद्ध्यनुकूल इति फलितम् ||૧૦-૨૬ll.
“કેવલ ક્રિયાના કારણે ઉત્પન્ન થયેલો રાગાદિ ક્લેશોનો ધ્વંસ દેડકાના ચૂર્ણ જેવો છે અને ભાવપૂર્વકની ક્રિયા વડે ઉત્પન્ન થતો એ ક્લેશધ્વંસ દેડકાના ભસ્મ જેવો છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે.
ભાવથી રહિત માત્ર ક્રિયાના કારણે રાગ, દ્વેષ અને મોહ - આ ફ્લેશોનો જે ધ્વંસ થાય છે; તે ક્લેશધ્વંસ દેડકાના ચૂર્ણ જેવો છે. કારણ કે દેડકાનું ચૂર્ણ જેમ અવાંતર સહકારી કારણસામગ્રીના યોગે દેડકાને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત છે; તેમ અહીં પણ માત્ર ક્રિયાથી થયેલા ક્લેશધ્વંસમાં; તેવા પ્રકારના ક્લેશનાં નિમિત્તો મળવાથી ક્લેશને ફરીથી ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. અર્થાત્ આત્યંતિક ક્લેશધ્વંસ; માત્ર ક્રિયાથી થતો નથી. ભાવપૂર્વકની ક્રિયાથી ઉત્પન્ન થયેલો જે ક્લેશધ્વંસ છે તે દેડકાના ભસ્મ જેવો છે. કારણ કે દેડકાના ભસ્મથી, અવાંતર કારણસામગ્રીનો યોગ થાય તોપણ ફરી પાછા દેડકા ઉત્પન્ન થતા નથી. તેમ અહીં પણ ભાવપૂર્વકની ક્રિયાથી થયેલા ક્લેશધ્વંસમાંથી; ગમે તેવાં રાગાદિન નિમિત્તો મળે તોય ક્લેશ ઉત્પન્ન થતો નથી. આથી સમજી શકાશે કે ક્લેશધ્વંસવિશેષ(દેડકાના ભસ્મ જેવા આત્યંતિક ધ્વંસવિશેષ)જનક જે શક્તિવિશેષ છે; તે જ ક્રિયામાં ભાવવૃદ્ધિને અનુકૂળ છે. આશય એ છે કે ભાવવૃદ્ધિને અનુકૂળ જે ક્રિયા છે તેમાં શક્તિવિશેષ છે કે જેથી તે ક્રિયાથી (દેડકાના ભસ્મ જેવો) ક્લેશધ્વંસવિશેષની ઉત્પત્તિ થાય છે. ભાવપૂર્વકની અને ભાવ વિનાની ક્રિયામાં એ વિશેષ છે. ./૧૦-૨દી
એક પરિશીલન
૧૦૩