________________
गीतार्थाय जगज्जन्तुपरमानन्ददायिने । मुनये भगवद्धर्मदेशकाय नमो नमः ॥२-३२॥
તાર્યાતિ–વ્ય: રિ-રૂરી
જગતના જીવોને પરમાનંદ આપનારા અને ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલા ધર્મની દેશનાને આપનારા ગીતાર્થ મુનિભગવંતને નમસ્કાર હો...! નમસ્કાર હો...! - આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂ. ગીતાર્થ મુનિભગવંતો શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા જ પરમતારક ધર્મની દેશના આપે છે. એ પરમતારક દેશના દ્વારા તેઓશ્રી જગતના જીવોને પરમાનંદનું પ્રદાન કરે છે.
શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા પરમતારક ધર્મની દેશનાને છોડીને બીજું કોઈ એવું સાધન નથી કે જેથી વાસ્તવિક પરમાનંદ પ્રાપ્ત કરી શકાય. અનંતદુઃખમય આ સંસારમાં સુખનો લેશ પણ નથી. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારાં પૌલિક સુખો પણ પરિણામે દુઃખરૂપ હોવાથી વસ્તુતઃ એ દુઃખસ્વરૂપ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત સમસ્ત જગતના ત્રિવિધ તાપને દૂર કરી પરમાનંદનો અનુભવ કરાવનારી પરમતારક ધમદશના છે. દુઃખમાં દુઃખ ભુલાવી દે અને સુખ યાદ આવે નહિ: એ રીતે પરમાનંદનો અનુભવ ધર્મદશનાના પુણ્યશ્રવણથી થાય છે. આ પ્રમાણે પૂ. ગીતાર્થ મુનિભગવંતો ભગવાને પ્રરૂપેલા ધર્મની દેશનાને આપવા દ્વારા જગતના જીવોને પરમાનંદનું પ્રદાન કરે છે. આવા પરમતારક પૂ. ગીતાર્થ ગુરુભગવંતની ધર્મદશનાના શ્રવણથી આપણે પણ પરમ આનંદનો અનુભવ કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. ર-૩રા
ને રૂતિ રેશના-દાર્જિરિશા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન