________________
प्रमाणदेशनैवेयं ततो योग्यतया मता । द्रव्यतः सापि नो मानं वैपरीत्यं यया भवेत् ॥२-२७॥
प्रमाणेति-तदियं योग्यतया प्रमाणदेशनैव । मता । व्युत्पादयिष्यमाणनयान्तरसमाहारेण तत्त्वोपपत्तेः । तदावेन तत्फलसम्भवाच्च । द्रव्यतः फलानुपयोगलक्षणात् । सापि प्रमाणदेशनापि । नो मानं न प्रमाणं । यया वैपरीत्यं ध्यान्ध्यलक्षणं भवेत् ।।२-२७।।
બાલાદિ જીવોને અપાતી વ્યવહારપ્રધાનાદિ દેશના; તેમની બુદ્ધિની પરિકર્મિતતાથી અન્યનયાદિને ગ્રહણ માટે યોગ્ય બને છે. તેથી તેને લઇને આ દેશના પણ પ્રમાણદેશના જ મનાય છે. જેનાથી બુદ્ધિની વિપરીતતા થાય છે - એવી પ્રમાણદેશનાથી તત્ત્વપ્રાપ્તિ થતી ન હોવાથી તે દ્રવ્યથી જ (અપ્રધાન દ્રવ્યથી જ) પ્રમાણદેશના હોવાથી તે પ્રમાણ મનાતી નથી.' - આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે બાલાદિ જીવોને વ્યવહારપ્રધાનાદિ દેશના આપવાથી તેમની બુદ્ધિ પરિકર્મિત બને છે. તેથી ભવિષ્યમાં તે આત્માઓને નયાંતર(નિશ્ચયાદિ)ની વ્યુત્પત્તિ કરાવાય છે, જેથી તેમને ક્રમે કરી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે પ્રમાણદેશનાથી સાધ્ય એવું કાર્ય પણ તે તે નયોની દેશના દ્વારા ક્રમે કરી થતું હોય છે. પ્રમાણદેશનાના કાર્ય(વસ્તુતત્ત્વની પ્રાપ્તિ)ને સિદ્ધ કરવાની યોગ્યતા હોવાથી તે તે નયોની દેશના પણ પ્રમાણદેશના છે. બાલાદિ જીવોને અપાતી વ્યવહાર પ્રધાન દેશના અને બુદ્ધિ પરિકર્ષિત થયે છતે ભવિષ્યમાં આપવામાં આવનારી નયાંતર(નિશ્ચય)પ્રધાનાદિ દેશના એ બેના સમાહારથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બાલાદિ જીવોને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે આ જ રીત છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
આનાથી તદ્દન વિપરીત એ છે કે બાલાદિ જીવોને વસ્તુના સમગ્ર સ્વરૂપને જણાવનારી પ્રમાણભૂત દેશના અપાય તો તે પ્રમાણભૂત મનાતી નથી. કારણ કે એવી દેશના માટે બાલાદિ જીવો પરિકર્મિત બુદ્ધિવાળા ન હોવાથી યોગ્ય નથી. તેથી તેવા જીવોને તેવી દેશના આપવાથી તે જીવોને બુદ્ધિના નાશ સ્વરૂપ વિપરીતતાની જ પ્રાપ્તિ થતી હોય છે. પ્રમાણભૂત દેશનાના ફળ તરીકે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી બાલાદિ જીવોની અપેક્ષાએ તે દેશના દ્રવ્યદેશના બને છે. કારણ કે જે; ફળની પ્રત્યે કારણ બનતું નથી તે અપ્રધાનદ્રવ્ય છે, ભાવ કે પ્રધાનદ્રવ્ય સ્વરૂપ નથી મનાતું. આથી સમજી શકાશે કે અયોગ્ય જીવોને અપાતી પ્રમાણભૂત દેશના અપ્રધાનદ્રવ્યદેશના-સ્વરૂપ હોવાથી અપ્રમાણ છે, પ્રમાણભૂત નથી. એની અપેક્ષાએ બાલાદિ જીવોને વ્યવહારપ્રધાનાદિ દેશના આપવાથી; તેમની બુદ્ધિને પરિકર્ષિત કરવા દ્વારા કાલાંતરે નયાંતરની વ્યુત્પત્તિ કરાવવાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી નયપ્રધાન દેશના પણ પ્રમાણદેશના માટે યોગ્ય હોવાથી પ્રમાણભૂત છે. ૨-૨થી
એક પરિશીલન
૭e