SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમજીવનનાં શરૂઆતનાં વર્ષોમાં સૂત્રનું અધ્યયન; વચ્ચેનાં વર્ષોમાં અર્થનું અધ્યયન અને છેલ્લાં વર્ષોમાં ધ્યાનથી આત્માને ભાવિત કરવાનું - આ પ્રમાણે પૂ. સાધુભગવંતોનો આચાર મધ્યમજીવોને જણાવવો જોઇએ. તદુપરાંત સદાશયથી ગુરુપરતંત્ર્યની સેવા પણ પૂ. સાધુભગવતોનો આચાર છે - તે મધ્યમજીવોને સમજાવવું. ‘આ મારા ભવનિસ્તારક છે, સંસારનો અંત લાવવામાં નિમિત્ત છે...” ઇત્યાદિ સ્વરૂપ અધ્યવસાયને અહીં સદાશય તરીકે વર્ણવ્યો છે. આવા એકમાત્ર સદાશયથી પૂ. ગુરુદેવશ્રીને આધીન થઈને રહેવું તેને ગુરુપરતંત્ર્ય કહેવાય છે. અઘરું છે આ ગુરુષારતંત્ર્ય! સ્વાર્થમૂલક ગુરુપરતંત્ર હજુ સહેલું છે. પરંતુ ઉપર જણાવ્યા મુજબ સદાશયથી અનુગત એવું ગુરુપારતંત્ર્ય ઘણું જ અઘરું છે. મહાત્યાગી(?) અને મહાતપસ્વી(?)ઓને પણ એ કેળવવાનું બનતું નથી. એટલું જ નહિ, જરૂરી પણ લાગતું નથી. પોતાની ઇચ્છાથી માણસ દુઃખ વેઠી શકે છે પરંતુ કોઇની આજ્ઞામાં રહેવાનું ખરેખર જ અતિશય કષ્ટપ્રદ છે. પૌદ્ગલિક ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ જેટલો પીડાકારક છે એના કરતાં કંઈકગુણો પીડાકારક કોઇની આજ્ઞા માનવાનો પ્રસંગ છે. જેના વિના ચાલે એવું નથી, એ જ જો આ રીતે અનિષ્ટ, અઘરું અને અત્યંતકષ્ટપ્રદ જણાય તો ભવનિસ્તાર કઈ રીતે થાય? – આ બધું મધ્યમબુદ્ધિવાળા જીવોને પૂ. સાધુભગવંતોના સવૃત્તમાં જણાવવું. ર-૨૩ પંડિતજનોને ઉચિત દેશનાને જણાવાય છે वचनाराधनाद् धर्मोऽधर्मस्तस्य च बाधनात् । धर्मगुह्यमिदं वाच्यं बुधस्य च विपश्चिता ॥२-२४॥ वचनेति-वचनाराधनादागमाराधनयैव धर्मः । तस्य वचनस्य बाधनादेवाधर्मो नान्यत्रैकान्त इत्येतदुपसर्जनीकृतसकलक्रियं प्रधानीकृतभगवद्वचनं धर्मगुह्यं बुधस्य विपश्चिता वाच्यं, वचनायत्तत्वात्सर्वाનુષ્ઠાનય ર-૨૪ વચનની આરાધનાથી ધર્મ છે અને અધર્મ વચનના બાધથી થાય છે - આ ધર્મનું રહસ્ય વિદ્વાને પંડિતજનોને સમજાવવું જોઈએ” - આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ભાવનાજ્ઞાનથી ભાવવાયોગ્ય વસ્તુના ઐદત્પર્યને માનનારા પંડિતજનોને વિદ્વાન ધર્મોપદેશકે ધર્મનું પરમ રહસ્ય સમજાવવું જોઈએ. શ્રી તીર્થંકરપરમાત્માએ પ્રરૂપેલા પરમતારક આગમને અનુસારે જ આરાધના કરવાથી ધર્મ થાય છે. અને એ પરમતારક આગમનો બાધ થવાથી (આગમવિરુદ્ધ વર્તવાથી) અધર્મ થાય છે. આ ધર્મનું પરમ રહસ્ય છે. પરમાત્માના વચનની આરાધનામાં જ ધર્મ છે અને તે વચનની બાધામાં જ અધર્મ છે – આવો એકાંત; કોઈ પણ ક્રિયા વગેરેમાં નથી. અહિંસાદિમાં એકાંતે ધર્મ નથી અને હિંસાદિમાં ७४ દેશના બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy