________________
ગાય
નથી. તેથી સર્વ ક્રિયાઓને ક્રિયાસ્વરૂપે જિવાડનારું આ ભાવનામય જ્ઞાન છે. ભાવનાજ્ઞાનથી ભાવિત એવા શાસતત્ત્વને પંડિતજનો પરીક્ષે છે. /ર-૧૯માં બાલાદિ જીવોનું સ્વરૂપ આ રીતે વર્ણવ્યું. હવે તેમને કેવી દેશના આપવી તે જણાવાય છે–
बाहक्रियाप्रधानैव देया बालस्य देशना ।
सेवनीयस्तदाचारो यथाऽसौ स्वास्थ्यमश्नुते ॥२-२०॥ વાતિ–સ્પષ્ટ: ર-૨૦..
“બાહ્યક્રિયાપ્રધાન જ દેશના બાલજીવોને આપવી જોઈએ. અને તે બાહ્ય આચારો ઉપદેશકે બાલજીવોની સામે પાળવા જોઇએ, જેથી બાલજીવો સ્વાચ્ય પામી શકે.” - આ પ્રમાણે વિશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બાલજીવો બાહ્યલિંગ(વેશઆકારાદિ)ને જોઈને તેની મુખ્યતાએ ધર્મને માનતા હોય છે. તેથી આવા જીવોને બાહ્ય-આકારક્રિયા-પ્રધાન દેશના આપવી જોઈએ. હવે પછીના શ્લોકમાં જણાવ્યા મુજબ લોકોત્તર ધર્મના એવા ઉત્કટ કોટિના બાહ્ય આચાર સમજાવવા કે જેથી એ સાંભળીને બાલજીવોને બાહ્યક્રિયાઓની અપેક્ષાએ પણ લૌકિક ધર્મ કરતાં લોકોત્તર ધર્મ સર્વશ્રેષ્ઠ જણાય.
આવા આચારોની અપેક્ષાએ લોકોત્તર ધર્મ સહજ રીતે જ સર્વશ્રેષ્ઠ જણાવતી વખતે ઉપદેશકે એ તકેદારી રાખવી જોઈએ કે પોતે જે આચારોનું વર્ણન કરે તે બધા જ બાલજીવોની સામે સરળતાથી પાળીને બતાવવા. અન્યથા ઉપદેશક એ પાળે નહિ અને માત્ર ઉપેદશ આપ્યા કરે તો બાળ જીવોને એમ થાય કે “બોલે છે કાંઈ અને કરે છે કાંઈ.” આવું થવાથી તેઓ ઉપદેશકના વચન ઉપર શ્રદ્ધા કેળવી નહિ શકે અને મિથ્યાત્વનો ત્યાગ કરી શકશે નહિ. મિથ્યાત્વના ત્યાગમાં અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જ કોઈ પણ ધર્માત્માનું સ્વાચ્ય સમાયેલું છે.
આ એક જ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ બાલજીવોને કેવી દેશના આપવી જોઈએ તે સ્પષ્ટ રીતે સંક્ષેપથી જણાવ્યું છે. બાલજીવો સંસારના સુખના અર્થી હોય છે અને તેમને સંસારના સુખ માટે ધર્મનો ઉપદેશ આપવો જોઈએ એવી વાત કરી નથી. આચારની દૃષ્ટિએ પણ લોકોત્તર માર્ગના આરાધક પૂ. નિર્ગસ્થ સાધુભગવંતો સર્વશ્રેષ્ઠ છે-એ સમજાવવાની અને તેની પ્રતીતિ કરાવવાની વાત અહીં ઉપદેશકને આશ્રયીને જણાવી છે.
બાલજીવોને આપવાની એ દેશનાનું સ્વરૂપ જોઈએ તો સમજાશે કે વર્તમાનની દેશનાપદ્ધતિનું સ્તર કેટલું નીચું આવ્યું છે. પૂ. સાધુભગવંતોની બાહ્યક્રિયાઓની મુખ્યતાએ જ બાલજીવોને દેશના આપવાના બદલે માત્ર સંસારના સુખને પ્રાપ્ત કરવાના ઉપાય સ્વરૂપે અપાતી દેશના બાલજીવો માટે પણ હિતકારિણી નથી. પૂ. મુનિભગવંતોના આચારો પ્રત્યે આદર હોય તો જ એવી દેશના આપી શકાશે. માનવ બનાવવાની વાત સાધુ ન રહેવાની ભાવનામાંથી તો
દેશના બત્રીશી