________________
तेषामिति-तेषां गृहीतोक्ताभिग्रहाणां । तथाविधस्य ग्लानस्याप्राप्तौ । स्वाधन्यत्वविभाविनाम् 'अहोऽहमधन्यो न सिद्धं मे वाञ्छितम्” इत्येवमालोचनपराणां । चित्तं हि यतः । तत्त्वतोऽभिग्रहविषयाप्राप्तौं शोकगमनलक्षणादावात् । साधूनां ग्लानभावेऽभिसन्धिमदभिप्रायान्वितं भवति । भावनान्वितश्च नैवं प्रतिजानीते । यतः परैरप्येवमिष्यते । यदाह तारावाप्तौ रामं प्रति सुग्रीवः–“अङ्गेष्वेव जरां यातु यत्त्वयोपकृतं मम । नरः प्रत्युपकाराय विपत्सु लभते फलम् ।।१।।” इति । एवं दानदीक्षादिकमपि भावनां विना स्थूलबुद्ध्या न श्रिये, किं त्वनर्थकृदेव । यदुक्तमष्टके-“एवं विरुद्धदानादौ हीनोत्तमगतेः सदा । પ્રવન્યવિવિઘાને શાસ્ત્રોન્યાયાધતે છા રૂતિ ||ર-૧૮
“ગ્લાનને ઔષધ પ્રદાન કરવાનો અભિગ્રહ જેમણે ધારણ કર્યો છે તેમને ગ્લાન મહાત્માઓની પ્રાપ્તિ નહિ થવાથી પોતાની જાતને તેઓ અધન્ય માનવા લાગ્યા. તેથી તત્ત્વથી (ભાવથી) તેઓનું ચિત્ત, “સાધુભગવંતો માંદા થયા હોત તો સારું !' આવા અભિપ્રાયવાળું છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે જેઓએ ઉપર જણાવ્યા મુજબ અભિગ્રહ ધારણ કર્યો. પરંતુ સદ્ભાગ્યે એ વખતે કોઇ જ મહાત્મા માંદા ન પડ્યા. ત્યારે અભિગ્રહધારી આ મહાત્માને એમ થયું કે “અહો ! હું અધન્ય છું; મારું અભીષ્ટ સિદ્ધ ન થયું.” - આ પ્રમાણે વિચારનારા એ મહાત્માઓનું ચિત્ત અભિગ્રહનો વિષય (બીમાર સાધુમહાત્મા) ન મળવાથી શોકાતુર બન્યું. આથી તત્ત્વદૃષ્ટિએ તો એ ચિત્ત; પૂ. સાધુભગવંતો માંદા પડે તો સારુંઆવી ભાવનાવાળું છે. આવી ભાવના કોઈ પણ રીતે કલ્યાણકારિણી નથી. જેને ભાવનાજ્ઞાન છે તે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરતા નથી. તેઓ પ્રતિજ્ઞાનો પરમાર્થ સમજતા હોવાથી કોઈ બીમાર પડશે તો તેમને દવા લાવી આપવાની પ્રતિજ્ઞા કરે છે. પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થાય - એ માટે પૂ. સાધુભગવંતોની બીમારીને તેઓ ઇચ્છતા નથી.
આથી જ અન્યદર્શનકારોએ પણ એ પ્રમાણે માન્યું છે. શ્રી રામચંદ્રજી દ્વારા સુગ્રીવને તારાની પ્રાપ્તિ થઈ ત્યારે સુગ્રીવે શ્રી રામચંદ્રજી પ્રત્યે કહ્યું કે જે તમારા વડે મારી ઉપર તારાને પ્રાપ્ત કરાવીને ઉપકાર કરાયો છે તે ઉપકાર શરીરમાં જ વિલીન થાઓ. કારણ કે એ ઉપકાર રહેશે તો મારે પ્રત્યુપકાર કરવા આપશ્રીની વિપત્તિની રાહ જોવી પડશે. ઉપકારનું ફળ પ્રત્યુપકાર સામા માણસની વિપત્તિમાં જ મળતું હોય છે. તેથી ઉપકારનું અસ્તિત્વ જ ન રહે- એ સારું છે.
આવી જ રીતે ભાવનામય જ્ઞાનના અભાવમાં માત્ર સ્થૂલ બુદ્ધિથી કરાતાં દાન-દીક્ષાદિ કાર્યો પણ અનર્થને જ કરનારાં છે. કલ્યાણકારી નથી. તેથી જ આ વાત જણાવતાં શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે સદાને માટે હીન પાત્રાદિને ઉત્તમ માનવાથી વિરુદ્ધકોટિનાં દાનાદિમાં તેમ જ શાસ્ત્ર જણાવેલી મર્યાદાથી વિપરીત રીતે દીક્ષાદિ આપવાથી ધર્મનો વ્યાઘાત જ થાય છે. આશય એ છે કે સામાન્ય રીતે સુપાત્રદાનાદિ કરતી વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવનો વિચાર
દેશના બત્રીશી
૬૮