________________
દેશનાદ્વાત્રિશિકાના ભાવાનુવાદકારે ભાવનાજ્ઞાનનું સ્વરૂપ સમજાવતી વખતે... “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ – આવા મતલબના શાસ્ત્રવચન પરથી ભાવનામયજ્ઞાન સુધી ન પહોંચનાર ને માત્ર પદાર્થજ્ઞાનનો જ્ઞાતા બનેલો કહેવાતો વિદ્વાન આટલો બોધ કરી લે છે કે, ધર્મનું પ્રયોજન મોક્ષ જ હોવું જોઇએ? પણ પછી જ્યારે અર્થશામમિત્તાવિર થર્ષે ઈતિતવ્યમ્ આવું શાસ્ત્રવચન એની સામે ઉપસ્થિત થાય છે ત્યારે એ ભાવનામયજ્ઞાનને પામેલો ન હોવાથી આટલો સરળ વિષયવિભાગ કરી શકતો નથી કે ધર્મનું પ્રયોજન બતાડવાના અધિકારમાં તેમ જ આશયશુદ્ધિ અંગેના અધિકારમાં, “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ એવું વિધાન આવેલું છે, જ્યારે “અર્થકામ માટે શું કરવું એવી જિજ્ઞાસાના અધિકારમાં એનો નિરવદ્ય ઉપાય દર્શાવવા માટે તેમ જ પાપક્રિયાઓમાંથી જીવને બહાર કાઢી વધુ ને વધુ ધર્મક્રિયાઓ તરફ વાળવાના અભિપ્રાયથી “અર્થકામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ' ઇત્યાદિ વિધાન આવેલું છે. માટે આમાં કોઈ વાસ્તવિક વિરોધ નથી”... ઇત્યાદિ જણાવ્યું છે.
આ અંગે જણાવવાનું કે - દેશનાલાત્રિશિકાના સોળમા શ્લોકની ટિપ્પણીમાં અનુવાદકારે જણાવેલી વિગત તદ્દન ખોટી છે. ઉપર જણાવ્યા મુજબના એવા કોઈ અધિકાર શાસ્ત્રકારશ્રીએ પાડ્યા નથી અને તેથી વિષયવિભાગ કરવાની પણ આવશ્યકતા નથી. એ માટે ભાવનાજ્ઞાનનો ઉપયોગ કરવાની જરૂર નથી. શાસ્ત્રકાર પરમર્ષિઓની વાતને સમજવા માટે ભાવનાજ્ઞાનની આવશ્યકતા છે. વાતને વિકૃત સ્વરૂપે જણાવવા માટે ભાવનાજ્ઞાનનો ઉપદેશ નથી. મોક્ષ માટે જ ધર્મ કરવો જોઇએ અને અર્થકામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ - આવા ભાવને સ્પષ્ટપણે જણાવનારાં તે તે વાક્યોમાં કોઈ જ વિરોધ નથી. ધર્મના મુખ્ય ફળને દર્શાવનારાં અને ધર્મના આનુષંગિક ફળને દર્શાવનારાં તે તે વાક્યોમાં પરસ્પર કોઈ જ વિરોધ નથી. એક વસ્તુના તે તે સહકારી કારણવિશેષના સંબંધથી જુદાં જુદાં ફળ હોય – એ સમજી શકાય છે. ખેતી કરવાના કારણે અનાજ પ્રાપ્ત થાય છે અને ઘાસ પણ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ જ વિરોધ નથી. વિવાદ એમાં જ છે કે અનાજ માટે ખેતી કરે છે કે ઘાસ માટે ખેતી કરે છે? અનાજ માટે ખેતી કરાય કે ઘાસ માટે ખેતી કરાય? સંસારનાં પૌદ્ગલિક સુખોને તૃણથી પણ તુચ્છ કોટિનાં વર્ણવવાનું કાર્ય શાસ્ત્રકારોએ કર્યું છે કે નહિ? આનુષંગિક ફળને ઉદ્દેશીને પ્રવૃત્તિ હોય કે મુખ્ય ફળની ઇચ્છાએ પ્રવૃત્તિ હોય? ધર્મથી મોક્ષ મળે છે અને પૌદ્ગલિક સુખો પણ મળે છે. એમાં કોઈ જ વિરોધ નથી. પરંતુ ધર્મથી શું મેળવવું; મુખ્ય ફળ મોક્ષ કે આનુષંગિક ફળ પૌદ્ગલિક સુખો - એ માટે વિવેકની જરૂર છે, જે ભાવનાજ્ઞાનથી જ મળી શકે છે. ભાવનાજ્ઞાન વિનાના વિવેકહીન બને છે. માત્ર પદાર્થાનથી સૂત્રના અર્થમાં ગોટાળા કેવા કરે છે - એ દેશના-દ્વાáિશિકાના શ્લો.નં.૧૬ની ટિપ્પણી જોવાથી બરાબર સમજી શકાશે.
દેશના બત્રીશી