SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે શરીરમાં ગમે તેટલી શીતતા હોય પરંતુ તેના ત્યાગ માટે અનિવારણ માટે) બળતા અગ્નિમાં પડવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. શરીરની શીતતાને દૂર કરવા અગ્નિમાં પડવાનું જેટલું ભયંકર છે, એટલું જ ભયંકર; નાના દોષના પરિવાર માટે પ્રયત્ન કરનારા અને મોટા દોષોને મજેથી આચરનારાનું વૃત્ત પણ છે. ર-૮ પંડિત જનો સર્વ પ્રયત્ન શાસ્ત્રતત્ત્વને પરીક્ષે છે – એ પ્રમાણે છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે, ત્યાં શાસ્ત્રતત્ત્વનું સ્વરૂપ જણાવાય છે. शास्त्रतत्त्वं बुधज्ञेयमुत्सर्गादि-समन्वितम् । तद् दृष्टेष्टाविरुद्धार्थमैदम्पर्यविशुद्धिमत् ॥२-९॥ शास्त्रेति-शास्त्रतत्त्वं बुधज्ञेयं पण्डितैकगम्यम् । उत्सर्गादिभिः समन्वितम् । आदिनाऽपवादनिश्चयव्यवहारादिग्रहः । तद्दष्टेष्टाभ्यां प्रत्यक्षादिनागमान्तरेण चाविरुद्धार्थम् । तथा ऐदम्पर्यविशुद्धिमत् तात्पर्यतः શુદ્ધમ્ રિ-3/ ઉત્સર્ગ અને અપવાદ વગેરેથી યુક્ત; દષ્ટ અને ઈષ્ટ પ્રમાણથી અવિરુદ્ધ અને તાત્પર્યને આશ્રયીને શુદ્ધ એવું શાસતત્ત્વ પંડિતજનોથી જ જોય છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શાસ્ત્રતત્ત્વ બાલ કે મધ્યમ જીવો સમજી શકતા નથી. માત્ર પંડિતજનો જ સમજી શકે છે. તે શાસ્ત્રતત્ત્વ ઉત્સર્ગ અને અપવાદ તેમ જ વ્યવહાર અને નિશ્ચય... વગેરેથી સમન્વિત હોય છે. ત્યાં; તે તે સ્વરૂપે જણાવેલો જે અર્થ છે તે દષ્ટ અને ઈષ્ટ પ્રમાણથી અવિરુદ્ધ (અબાધિત) હોય છે. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણને દષ્ટ પ્રમાણ કહેવાય છે. અને આગમપ્રમાણને ઈષ્ટ પ્રમાણ કહેવાય છે. જે શાસ્ત્રમાં જણાવેલો અર્થ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી બાધિત ન હોય તે શાસ્ત્ર જ ' તાત્ત્વિક છે. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી બાધિત એવો અર્થ જો શાસ્ત્ર જણાવે તો તેનું પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જ નિરાકરણ થવાથી તે શાસ્ત્રમાં તત્ત્વ (પ્રામાણ્ય) રહેતું નથી. આવી જ રીતે શાસ્ત્રમાં આગમમાં) જણાવેલો અર્થ શાસ્ત્રાંતરથી(આગમાંતરથી) બાધિત ન હોય તો જ તે શાસ્ત્ર પ્રમાણભૂત મનાય છે. આગમાંતરનો વિરોધ આવે એ રીતે જો આગમ; પદાર્થનું નિરૂપણ કરે તો તેનું નિરાકરણ આગમાંતરથી જ થઈ જાય. તેથી તે આગમની પ્રામાણિકતા નહીં રહે. જે શાસ્ત્રનાં વાક્યોનું તાત્પર્ય બાધિત ન હોય તે શાસ્ત્રતત્ત્વ દંપર્ય(તાત્પર્ય-કહેવાનો આશય)ની શુદ્ધિવાળું છે. આવું શાસ્ત્રતત્ત્વ પંડિતો સિવાય બીજા કોઈ સમજી શક્તા નથી. અર્થાત્ આવું શાસ્ત્રતત્ત્વ જેઓ સમજે છે તે જ પંડિતજનો છે. ધર્મના સ્વરૂપમાં નિરંતર શાસ્ત્રતત્ત્વનું દર્શન કરવામાં પંડિત પુરુષો પ્રયત્નશીલ હોય છે. બાહ્યવેષ અને આચાર ગમે તેટલા સારા હોય પરંતુ એક પરિશીલન
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy