________________
વર્જનાભિપ્રાય ન હોય અને વિરાધના પણ ન હોય એવા સ્થળે વર્જનાભિપ્રાય ન હોવાથી કર્મબંધ થાય છે, નિર્જરા થતી નથી. તેથી વર્જનાભિપ્રાયના અભાવથી વિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માનવાનું સર્વથા અનુચિત છે.
આ રીતે નિર્જરાની પ્રત્યે જીવઘાતપરિણામજન્યત્વવિશિષ્ટ વિરાધનાદિને પ્રતિબંધક માનીને તેના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માનવાથી દોષ આવે છે. તેથી નિર્જરાની પ્રત્યે જે કારણ છે તે જણાવતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે વર્જનાભિપ્રાય જ નિર્જરા સ્વરૂપ ફળવિશેષની પ્રત્યે નિશ્ચયનયથી કારણ છે. મૂળ શ્લોકમાં યતનાપરાયણ આત્માને; કૂપદષ્ટાંતથી દ્રવ્યથી થતી વિરાધનાને જે નિર્જરાની કારણ તરીકે વર્ણવી છે - તે વ્યવહારનયની અપેક્ષાએ છે. વર્જન(જીવવિરાધનાનો પરિહાર)ની ભાવનાને અનુસરનારી સાધર્મિકવાત્સલ્યાદિની તે તે પ્રવૃત્તિઓ નિર્જરાનું કારણ બને છે. આ બત્રીશીના આ એકત્રીસમા શ્લોકથી જણાવેલી વાત; દાર્શનિકપરિભાષાથી જેઓ પરિચિત નથી, તેમને તે સમજવાનું થોડું અઘરું છે, જિજ્ઞાસુઓએ એ માટે પૂરતો પ્રયત્ન કરી અધ્યાપકાદિ પાસેથી સમજી લેવી જોઇએ. // ૧-૩૧
પ્રકરણના અર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છે–
इत्थं दानविधिज्ञाता धीरः पुण्यप्रभावकः ।
यथाशक्ति ददद् दानं परमानन्दभाग् भवेत् ॥१-३२॥ ત્યાતિ–સ્પષ્ટ: I9-રૂા.
આ રીતે દાન આપવાની વિધિના જ્ઞાતા અને ધર્મની પ્રભાવનાને કરનારા એવા ધીર આત્માઓ પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના દાન આપવાથી પરમાનંદના ભાજન બને છે અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય યાદ રાખ્યા વિના છૂટકો નથી. ગમે તે દાન હોય પરંતુ તે વિધિપૂર્વક જ કરવું જોઇએ. અવિધિપૂર્વક દાન આપવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પાત્રાપાત્રનો વિવેક; આદર, સત્કાર અને સન્માનાદિ; ત્યાગની વૃત્તિ; આ લોકાદિના ફળની અનપેક્ષા; તરવાની ભાવના અને ન્યાયસંપન્નવિભાવાદિ... વગેરે દાનવિધિનાં અંગો છે. દાન આપનારા ધીર હોવા જોઈએ. ગમે તેવી ખરાબ સ્થિતિમાં પણ દાન આપવાની પ્રવૃત્તિથી વિચલિત બનવું ના જોઇએ. દુઃખ વેઠી લેવાની વૃત્તિ હોય અને બીજી કોઈ ઇચ્છા ન હોય તો ધીરજ ખૂટતી નથી. નામનાદિની કામના હોય અને અગવડ ના પડે એવી ભાવના હોય તો દાનધર્મ શક્ય નહીં બને. આ રીતે દાન કરનારા ધર્મના પ્રભાવક બની શકે છે. ગૃહસ્થો આ દાનધર્મની આરાધના દ્વારા સાચી રીતે ધર્મની પ્રભાવનાને કરનારા બને છે. પોતાનાં નામ કે કીર્તિ વગેરેનો વિચાર કર્યા વિના માત્ર ત્યાગ કરવાની વૃત્તિથી અને
એક પરિશીલન
૪૩