________________
જે કરે છે, તે જ અમારે પણ કરવું જોઇએ. આટલા બધા કરે છે તે શું ખોટું કરે છે ?’... ઇત્યાદિ માન્યતાને લોકસંજ્ઞા કહેવાય છે. એ લોકસંજ્ઞાને આધીન બનવાથી પારમાર્થિક રીતે ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી લોકસંજ્ઞા ત્યાજ્ય છે. તેને આધીન બની કરાતા ધર્મથી લોક પ્રસન્ન થાય; પરંતુ તેથી કલ્યાણ થતું નથી. સાચું સમજાયા પછી પણ સાચું કરવા ના દે : એવી લોકસંજ્ઞા છે.
ઉપર જણાવ્યા મુજબ પ્રમાણોથી પ્રસિદ્ધ એવા ધર્મની પ્રાપ્તિ લોકસંજ્ઞાના ત્યાગથી થાય છે. પ્રમાણથી સુપ્રસિદ્ધ એવા પણ ધર્મની પ્રાપ્તિ; લોકસંજ્ઞાના કારણે થતી ન હતી. લોકસંજ્ઞાનો ત્યાગ કરવાથી તે પ્રમાણપ્રસિદ્ધ ધર્મની પ્રાપ્તિ શક્ય બને છે. આ પ્રમાણપ્રસિદ્ધ ધર્મ પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટેનું મૂળભૂત કારણ છે. જેમ વનસ્પતિના કંદ ભૂમિમાં ઉત્પન્ન થાય છે તેમ પરમાનંદસ્વરૂપ કંદ આ પ્રમાણપ્રસિદ્ધ ધર્મમાં ઉત્પન્ન થાય છે. આ ધર્મને છોડીને બીજા કોઇ પણ ધર્મથી પરમાનંદસ્વરૂપ મોક્ષની ઉત્પત્તિ થતી નથી.
વેદમાં જણાવેલા માંસભક્ષણને અને મદિરાપાનને નિર્દોષ માનનારા; પુત્રાદિની પ્રાપ્તિ માટે મૈથુનને ધર્મ તરીકે માનનારા; દરેક સ્ત્રીને ગમ્ય (સેવવા યોગ્ય) માનનારા; તપને દુઃખરૂપ માનીને અકરણીય માનનારા અને માત્ર લૌકિક દયાને આદરણીય માનનારા લોકો પોતાને ધાર્મિક માને છે, તે તેમનું અભિમાન છે. આ પૂર્વે જણાવ્યા મુજબ તેમનો તે તે ધર્મ પ્રમાણથી સિદ્ધ નથી. તે તે ધર્મમાં જણાવેલા દોષોનો વિચાર કરીને પ્રમાણપ્રસિદ્ધ લોકોત્તર ધર્મને શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આરાધવામાં પ્રયત્નશીલ બની પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા... ॥૭-૩૨॥
॥ इति धर्मव्यवस्थाद्वात्रिंशिका ॥
એક પરિશીલન
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૨૮૧