________________
पात्रेति-पात्रदानविषयिणी या चतुर्भङ्गी-संयताय शुद्धदानं, संयतायाशुद्धदानम्, असंयताय शुद्धदानम्, असंयतायाशुद्धदानम्, इत्यभिलापा । तस्यामाद्यो भङ्गः सम्यगतिशयेन शुद्ध इष्यते, निर्जराया एव जनक-त्वात् । द्वितीयभङ्गे कालादिभेदेन फलभावाभावाभ्यां भजना विकल्पात्मिका । शेषौ तृतीयचतुर्थभङ्गौ अनिष्टफलदौ एकान्तकर्मबन्धहेतुत्वान्मतौ ।।१-२१॥
સુપાત્રદાનને આશ્રયીને ચાર ભાંગા (વિકલ્પ-પ્રકાર) થાય છે. તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે. બીજો ભાગો કોઈ વાર શુદ્ધ અને કોઇવાર અશુદ્ધ (ફળની પ્રત્યે અપ્રયોજક) મનાય છે. બાકીના બે ભાંગા અનિષ્ટ ફળને આપનારા છે.” આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંયત(સુપાત્રોને શુદ્ધદાન આપવું; સંયતને અશુદ્ધદાન આપવું; અસંયતને શુદ્ધદાન આપવું અને અસંયતને અશુદ્ધદાન આપવું. આ રીતે પાત્રદાન(સુપાત્રદાનને આશ્રયીને)ના વિષયમાં ચાર ભાંગા થાય છે.
આમાંનો પ્રથમ ભંગ (સંયતને શુદ્ધદાન) અત્યંત શુદ્ધ છે; કારણ કે તે નિર્જરાને જ કરાવે છે. સામે સુપાત્ર હોય અને આપવાની વસ્તુ નિરવદ્ય (અચિત્ત) એષણીય (પૂ. સાધુમહાત્માને ચાલે એવી) અને કથ્ય (બેતાળીસ દોષથી રહિત) હોય; આવા વખતે ભક્તિપૂર્વક જે સુપાત્રદાન થાય તે ખૂબ ખૂબ નિર્જરાનું કારણ બને – એ સમજી શકાય છે. જોકે આ રીતે સંયતાત્માને શુદ્ધદાન આપવાનું એટલું સહેલું નથી. હૃદયની અતિશય ઉદારતા હોય તો શુદ્ધ વસ્તુનું દાન કરી શકાય. શુદ્ધ વસ્તુ કોઈ વાર હોય તો તે વખતે સંયતાત્માનો યોગ મળી જ જાય એવું કોઈ વાર જ બને. સંયતાત્માનો યોગ મળે ત્યારે શુદ્ધ વસ્તુ તૈયાર કરવા બેસીએ તો કોઇવાર કોઈને કોઈ દોષ લાગી જાય એવું બને. તેથી સદાને માટે શુદ્ધ દ્રવ્ય આપણી પાસે હોય તો સુપાત્રદાન શુદ્ધ થાય. પરંતુ એ માટે હૈયાની ઉદારતા ઠીક ઠીક પ્રમાણમાં હોવી જોઇએ. શ્રી શાલિભદ્રજીના જીવે અને શ્રીગુણસાર શ્રેષ્ઠી વગેરે પુણ્યાત્માઓએ કરેલા સુપાત્રદાનને નિરંતર યાદ રાખવાથી સુપાત્રદાનના પ્રથમ ભંગની સંશુદ્ધતા બરાબર સમજાશે. સંયોગો મુજબ મર્યાદાનું પાલન કરવાના બદલે મર્યાદાના પાલન માટે સંયોગો ઊભા કરવાથી જ પરમપદે પહોંચવાનું શક્ય બનશે. અન્યથા કોઈ પણ રીતે પરમપદે નહિ પહોંચાય. સુપાત્રને શુદ્ધદાન આપવા માટે શુદ્ધ દ્રવ્ય અને સુપાત્ર બંનેની અપેક્ષા છે. ગમે તે આપવાથી અને ગમે તેને આપવાથી સુપાત્રદાન વિશુદ્ધ થતું નથી – એ યાદ રાખવું જોઈએ.
સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી કાલાદિની અપેક્ષાએ નિર્જરારૂપ ફળ મળે અથવા ન પણ મળે તેથી આ બીજા ભાગમાં વૈકલ્પિક શુદ્ધતા છે. આશય એ છે કે દુષ્કાળ વગેરેના કાળને કારણે, અથવા તો વિશિષ્ટ દ્રવ્યના કારણે, અટવી વગેરે ક્ષેત્રના કારણે કે રોગાદિભાવના કારણે સંયતાત્માને કોઈ વાર અશુદ્ધ દાન આપવાનો પ્રસંગ આવે તો એવા દાનથી કર્મનિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ દુષ્કાળસ્વરૂપ કાલાદિનું કોઈ કારણ ન હોય અને સંયમાત્માને
એક પરિશીલન
૨૫