SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વસ્તુના પરિચાયક બધા જ પ્રકારોને ધ્યાનમાં લેવાનું કાર્ય નૈગમન કરે છે. વસ્તુને વાસ્તવિક રીતે જણાવવા માટેના સર્વ પ્રકારો નૈગમનયને માન્ય છે. સર્વનયોમાં આ નય ખૂબ જ સ્થૂલ છે. સંગ્રહનયની અપેક્ષાએ અને વ્યવહારનયની અપેક્ષાએ પૃથ્વીકાયાદિ છ જવનિકાયની જ હિંસા મનાય છે. અજીવની હિંસા આ નયોથી મનાતી નથી. અહીં સાદ પદ દેશસંગ્રહને જણાવે છે. કારણ કે સામાન્યપ્રાણી સંગ્રહનો સમાવેશ નૈગમનયમાં થઈ જાય છે. આશય એ છે કે નૈગમનયને અભિમત પદાર્થને - સામાન્ય(જાતિ)ની અપેક્ષાએ અનેકને – પણ એકસ્વરૂપ સંગ્રહનય માને છે. સમગ્ર વિશ્વને સત્ત્વની અપેક્ષાએ સંગ્રહ નય એક માને છે. આ સંગ્રહ નયને “સામાન્યપ્રાણી સંગ્રહનય કહેવાય છે. સકલ વિશ્વમાંના તે તે ઘટ-પટ વગેરેને ઘટત્વપટવાદિની અપેક્ષાએ; પરસ્પર ભિન્ન એવા ઘટ-પટાદિને એક એક માનવાનું કાર્ય દેશસંગ્રહ (દેશગ્રાહી સંગ્રહ) નયનું છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે સામાન્ય પ્રાણી સંગ્રહાયની અપેક્ષાએ જીવ અને અજીવનો ભેદ ન હોવાથી તેની અપેક્ષાએ જીવની જ હિંસા વર્ણવવાનું શક્ય નથી. તેથી અહીં દેશપ્રાણી સંગ્રહાયનું ગ્રહણ કર્યું છે. સામાન્યપ્રાણી સંગ્રહને તો નૈગમનયમાં સમાવ્યો છે. વ્યવહારનય તો સ્થૂલ દૃષ્ટિએ વિશેષ પદાર્થનું જ્ઞાન કરાવવાના સ્વભાવવાળો અને લોક(આપામર)ના વ્યવહારના અનુકરણના સ્વભાવવાળો છે. લોક લગભગ છ જવનિકાયના વિષયમાં જ હિંસાને માને છે. તેથી દેશગ્રાહી સંગ્રહ અને વ્યવહારનયની માન્યતા મુજબ છે જવનિકાય સંબંધી જ હિંસા મનાય છે, અજીવની નહિ. ઋજુસૂત્રનયની અપેક્ષાએ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેના ભેદે તે તે હિંસા જુદી જુદી મનાય છે. નિશ્ચયનયવિશેષસ્વરૂપ શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયની અપેક્ષાએ; પોતાના ગુણોના શત્રુ સ્વરૂપ પ્રમાદમાં પરિણત (પ્રમાદપૂર્ણ) આત્મા પોતે જ હિંસા છે અને પોતાના જ્ઞાનાદિ ગુણો સ્વરૂપ સ્વભાવમાં પરિણત આત્મા જ અહિંસા છે. આ રીતે તે તે નયોની દૃષ્ટિએ હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમજવું જોઈએ. નયોનું સ્વરૂપ “રત્નાકર અવતારિકા' “તત્ત્વાર્થ સૂત્ર “જૈનતર્કભાષા' અને “નયરહસ્ય ઇત્યાદિ ગ્રંથથી સમજી લેવું જોઇએ. નયોના વિષયમાં અત્યારે ખૂબ જ ઉપયોગપૂર્વક પરિશીલન કરવાની આવશ્યકતા છે. તેના પારમાર્થિક જ્ઞાનની પ્રાપ્તિ માટે તેના જ્ઞાતાઓની પાસે સુવ્યવસ્થિત અધ્યયન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. II૭-૨૮ विशिष्टव्यवहारविधेर्विशेष्यबाधेऽपि विशेषणोपसङ्क्रमान व्याघात इत्याह ઉપર જણાવ્યા મુજબ વ્યવહારનયની અપેક્ષાએ યતનાથી વિશિષ્ટ પરપ્રાણની રક્ષાને દયા કહેવાય છે. આ રીતે વિશેષણ(યતના)થી વિશિષ્ટ-વિશેષ્ય(પરપ્રાણની રક્ષા)માં દયાનો વ્યવહાર વિહિત છે. ત્યાં જ્યારે વિશેષ્યનો બાધ(અભાવ) થાય ત્યારે તે વ્યવહાર વિશેષણમાં થવાથી કોઈ દોષ નથી - તે જણાવાય છે– ૨૭૬ ધર્મવ્યવસ્થા બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy