________________
दयापीति-— लौकिकी लोकमात्रप्रसिद्धा अरण्यवासिनां तापसादीनां दयापि षट्कायानवबोधतः पृथिव्यादिजीवापरिज्ञानाद् नेष्टा न फलवती, दयाया ज्ञानसाध्यत्वात् “पढमं नाणं तओ दया" इति वचनात् । निश्चयव्यवहारयोरज्ञानादैकान्तिकी च स्थूलव्यवहारमात्राभिमतलोकोत्तराभा सापि दया नेष्टा, तदभिमा हिंसाया एवातिप्रसक्तत्वात् तदभावस्याभिमानिकत्वात्तादृशदयासद्भावेऽपि तत्त्वज्ञानाभावसद्भावाच्चेति भावः
।।૭-૨૭॥
“પૃથ્વીકાય, અકાય વગેરે ષટ્કાયનું જ્ઞાન ન હોવાથી લૌકિક દયા પણ ઇષ્ટ નથી અર્થાત્ ફળને પ્રાપ્ત કરાવનારી નથી તેમ જ વ્યવહાર નય અને નિશ્ચયનયના અજ્ઞાનને કારણે ઐકાંતિકી દયા પણ ઇષ્ટ નથી.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે અરણ્યમાં રહેનારા તાપસ વગેરે; લોકમાં પ્રસિદ્ધ એવી જે દયા પાળે છે, એ લૌકિક દયા ઇષ્ટ નથી. કારણ કે એ દયાના પાલક તાપસાદિને પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય : આ ષટ્કાય જીવોનું જ્ઞાન હોતું નથી. તેથી એ જ્ઞાનના અભાવે તેમને દયાનું ફળ પ્રાપ્ત થતું નથી. ‘પદ્મમં નાળ તો થા' આ શ્રી દશવૈકાલિકસૂત્રના વચનથી દયા જ્ઞાનથી સાધ્ય છે. દયાનું સાધન જ્ઞાન છે. જ્ઞાન વિના દયાની સિદ્ધિ થતી નથી. હિંસાથી વિરામ પામવાના પરિણામને દયા કહેવાય છે. એ માટે જીવ અને અજીવનું જ્ઞાન હોવું જોઇએ. અરણ્યમાં રહેનારા તાપસ વગેરેને એ વિષયનું પૂરતું જ્ઞાન હોતું નથી. તેથી તેઓ દયા પાળી શકતા નથી. જીવ અને અજીવનું વાસ્તવિક રીતે જ્ઞાન શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં છે. તેથી સાચી દયા પણ એ શાસનમાં જ છે. તાપસાદિની દયા બાહ્ય રીતે દેખાતી હોવા છતાં તે લૌકિક છે, પારમાર્થિક નથી. કારણ કે તે જ્ઞાનથી રહિત છે.
આવી જ રીતે નિશ્ચય અને વ્યવહારનું જ્ઞાન ન હોવાથી કેટલાક લોકો માત્ર બાહ્યદૃષ્ટિએ અહિંસાનું પાલન કરે છે તે લોકોત્તરના આભાસને ઊભી કરનારી દયા પણ ઇષ્ટ નથી. તેથી પણ નિર્જરાદિ ફળની પ્રાપ્તિ થતી નથી. કારણ કે આ દયા અજ્ઞાનમૂલક હોવાથી ઐકાંતિકી છે. સ્થૂલદૃષ્ટિએ જણાતી એ દયા; સ્થૂલવ્યવહારને આશ્રયીને હોવાથી લોકોત્તર જેવી જણાતી હોવાથી ઇષ્ટ ફળને આપનારી બનતી નથી. સ્થૂલવ્યવહારને અભિમત એવી હિંસા પોતે જ અતિપ્રસક્ત હોવાથી તે હિંસાના અભાવને દયા માનવાનું આભિમાનિક છે, પારમાર્થિક નથી. સ્થૂલવ્યવહારની દૃષ્ટિએ દયા દેખાતી હોવા છતાં ત્યાં તત્ત્વજ્ઞાનનો અભાવ છે. કારણ ન હોવા છતાં કાર્યના સદ્ભાવને માનવાનું વાસ્તવિક નથી હોતું પરંતુ આભિમાનિક હોય છે - એ સમજી શકાય છે. કહેવાનો આશય એ છે કે સ્થાનકવાસી વગેરે (જૈનો) હિંસાના ભયથી પૂજાદિને માનતા નથી. વનસ્પતિકાયાદિની આ રીતે કરાતી એ દયા ખરી રીતે દયા નથી પરંતુ એમાં હિંસા જ રહેલી છે. શ્રી વીતરાગ પરમાત્માએ જે પૂજાનું વિધાન કર્યું છે તેમાં બાહ્યદૃષ્ટિએ હિંસા માની તેનો ત્યાગ કરવા દ્વારા તેઓ જે દયાનું પાલન કરે છે, તે તેમનું અભિમાન છે. કારણ કે શ્રી એક પરિશીલન
૨૭૩