SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ હવે મૈથુનને અદુષ્ટ માનનારની માન્યતાનું નિરાકરણ કરાય છે– नियमेन सरागत्वाद् दुष्टं मैथुनमप्यहो । मूलमेतदधर्मस्य निषिद्धं योगिपुङ्गवैः ॥७-१८॥ नियमेनेति-नियमेन निश्चयेन । सरागत्वाद् “न तं विणा रागदोसेहिं” इति वचनाद् । अहो मैथुनमपि दुष्टम् । एतदधर्मस्य मूलं “मूलमेयमहम्मस्स” इत्याद्यागमात् । योगिपुङ्गवैर्भगवदिनिषिद्धं भगवत्यां तस्य महाऽसंयमकारित्वप्रतिपादनात् । तदुक्तं “मेहुणं भंते सेवमाणस्स केरिसए असंजमे कज्जति ? गोयमा ! से जहा णामए केइ पुरिसे बूरनलियं वा रूअनलियं वा तत्तेणं अउकणण्णं समभिधंसिज्जा मेहुणं सेवमाणस्स રિસઅલંનમે વMફ ”િ II૭-૧૮ નિયમે કરી રાગપૂર્વકનું હોવાથી અહો ! મૈથુન પણ દુષ્ટ છે. અધર્મનું એ મૂળ છે. યોગીઓમાં શ્રેષ્ઠ એવા શ્રી તીર્થકર પરમાત્માએ તેનો નિષેધ કર્યો છે.” - આ પ્રમાણે અઢારમાં શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે મૈથુન ચોક્કસપણે રાગાદિથી થાય છે.” રાગ-દ્વેષ વિના મૈથુન થતું નથી' - આ વચન હોવાથી મૈથુન રાગપૂર્વક હોય છે – એ ચોક્કસ છે. રાગપૂર્વકની એ પ્રવૃત્તિ હોવાથી તે દુષ્ટ છે. “પૂનમેમદમ' ઇત્યાદિ પાઠથી મૈથુન અધર્મનું મૂળ છે એ સિદ્ધ છે. યોગીજનોના પૂજય એવા શ્રી તીર્થંકરપરમાત્માએ તેનો નિષેધ કર્યો છે. ભગવતીસૂત્રમાં તેને મહાઅસંયમના કારણ તરીકે વર્ણવ્યું છે. ત્યાં ફરમાવ્યું છે કે- “ભદંત ! મૈથુનને સેવનારો કેવો અસંયમ કરે છે? ગૌતમ! જેમ કોઈ પુરુષ બૂરનલિકા કે રૂતનલિકાને તપેલા લોઢાના સળિયાથી નષ્ટ કરે તેમ મૈથુનને સેવનારો એવો અસંયમ કરે છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે જે રાગપૂર્વક થાય છે, અધર્મનું મૂળ છે અને અસંયમનું કારણ હોવાથી શ્રી તીર્થંકર પરમાત્મા વડે નિષિદ્ધ છે; તે દુષ્ટ જ છે. તેને અદુષ્ટ માનવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. આમ પણ મૈથુનની દુષ્ટતા સર્વજનપ્રસિદ્ધ છે. //૭-૧૮ મૈથુનને અદુષ્ટ માનનારા બ્રાહ્મણોની માન્યતાને જણાવાય છે– धर्मार्थं पुत्रकामस्य स्वदारेष्वधिकारिणः । ऋतुकाले न तद् दुष्टं क्षुधादाविव भोजनम् ॥७-१९॥ धर्मार्थमिति-धर्मार्थं धर्मनिमित्तं । पुत्रकामस्य सुतार्थिनः । “अपुत्रस्य हि धर्मो न भवति” “अपुत्रस्य गतिर्नास्ति' इत्यादिवचनात् । स्वदारेषु स्वकलत्रे । परकलत्रे वेश्यायां च तदधिगमस्यानर्थहेतुत्वाद् । अधिकारिणो गृहस्थस्य । ऋतुकाले आर्तवसम्भवावसरे, अन्यदा दोषभावात् । यदाह-"ऋतुकाले व्यतिक्रान्ते એક પરિશીલન ૨૬૩
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy