SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અને મહેમાન વગેરે સંબંધી પ્રક્રિયા સ્વરૂપ છે. પશુમેધ અને અશ્વમેધાદિ શાસપ્રસિદ્ધ વિધિ વાગવિધિ છે. બે મહિના મઢ્યમાંસથી શ્રાદ્ધ કરવું... ઇત્યાદિ પ્રસિદ્ધ શ્રાદ્ધવિધિ છે અને યાજ્ઞવલ્કયમાં જણાવ્યા મુજબ મોટા બળદને અથવા મોટા બકરાને શ્રોત્રિય બ્રાહ્મણ માટે રાંધવો... ઇત્યાદિ પ્રાથૂર્ણકવિધિ છે. એ વિધિનું ઉલ્લંઘન કર્યા વિના માંસભક્ષણ કરવું જોઈએ તેમ જ ગુરુએ જેને કહ્યું હોય એવા જ માણસે તે ખાવું જોઈએ. તેમ જ ઇન્દ્રિયો વગેરે પ્રાણોનો વિનાશ થતો હોય ત્યારે માંસ ખાવું જોઈએ. કારણ કે આત્મા ગમે તે રીતે રક્ષણ કરવા યોગ્ય છે, એ પ્રમાણે શાસ્ત્રકારો પણ કહે છે કે - “બધી રીતે આત્માની રક્ષા કરવી જોઈએ.” આથી સમજી શકાશે કે શાસ્ત્રમાં માંસભક્ષણનું વિધાન હોવાથી માંસભક્ષણનો નિષેધ કરનારાં માં સ ભક્ષયિતા... ઇત્યાદિ વાક્યો શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને છે અને માંસભક્ષણમાં દોષનો નિષેધ કરનારાં વાક્યો (ન માંસમક્ષને લોકો ઇત્યાદિ વાક્યો) શાસ્ત્ર-વિહિત માંસભક્ષણને આશ્રયીને છે. તેથી કોઈ વિરોધ નથી. - આ પ્રમાણે પૂર્વપક્ષીની માન્યતા છે. ||૭-૧૩ એ પૂર્વપક્ષના કથનનું નિરાકરણ કરાય છે– नैतन्निवृत्त्ययोगेन तस्याः प्राप्तिनियन्त्रणात् । प्राप्ते तस्या निषेधेन यत एतदुदाहृतम् ॥७-१४॥ नैतदिति-एतद्विशेषपरत्वेन विधिनिषेधोभयसमाधानं प्रकृते न युक्तं । निवृत्त्ययोगेन मांसभक्षणनिवृत्त्यसम्भवेन । तस्या निवृत्तेः । प्राप्तिनियन्त्रणात् प्राप्तिनियमनात्, प्राप्तमेव प्रतिषिध्यत इति न्यायात् । तर्हि प्रोक्षितादिविधिना प्राप्तमेव निषिध्यतां, न, प्राप्ते तस्या निवृत्तेनिषेधे निषिद्धकर्मकरणे पापप्रचयस्यैव सम्भवात् तस्या महाफलत्वानुपपत्तेः । यत एतदुदाहृतं भवद्ग्रन्थे ॥७-१४॥ વિશેષતાત્પર્યની વિવક્ષાથી શાસ્ત્રબાહ્ય અને શાસ્ત્રીય માંસભક્ષણને આશ્રયીને નિષેધ અને વિધિનું ઉપર જણાવેલું સમાધાન યોગ્ય નથી. કારણ કે માંસભક્ષણની નિવૃત્તિનો સંભવ નથી. નિવૃત્તિ; પ્રાપ્તિથી નિયંત્રિત હોય. માંસભક્ષણ પ્રાપ્ત થયે છતે અર્થાતુ પ્રાપ્ત માંસભક્ષણમાં નિવૃત્તિનો નિષેધ કરવાથી તેનો (નિવૃત્તિનો) સંભવ નથી. કારણ કે તમારા શાસ્ત્રમાં આ પ્રમાણે (હવે પછીના શ્લોકથી કહેવાશે તેમ) જણાવ્યું છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપર જણાવ્યા મુજબ વિશેષ - તાત્પર્યની વિવક્ષા કરી વિધિ અને નિષેધને આશ્રયીને જે સમાધાન કરાયું છે; તે યોગ્ય નથી. કારણ કે “ માંસમક્ષને આ શ્લોકમાં જે મહાફળવાળી નિવૃત્તિ જણાવી છે તેનો સંભવ જ નથી. જેની પ્રાપ્તિ છે તેનો જ નિષેધ કરાય છે. જે પ્રાપ્ત નથી તેનો નિષેધ કરાતો નથી. શાસબાહ્ય માંસભક્ષણ પ્રાપ્ત જ ન હોવાથી એની નિવૃત્તિ થવાનો સંભવ નથી. આ નિવૃત્તિના અયોગને દૂર કરવા પ્રષિતં મH. એક પરિશીલન ૨૫૭
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy