SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ જોઇએ.... અહીં તો માત્ર ગ્રંથની પંક્તિઓનું જ વિવરણ કરવાનું હોવાથી આ વિષયમાં પ્રવર્તતા વિવાદ અંગે કશું જ જણાવ્યું નથી. છતાં જો જરૂર પડશે તો તે અંગે અવસરે જણાવીશ. અત્યારે એટલું યાદ રાખવું કે પૂ. સાધુસાધ્વીજી મ. મદિરા તેમ જ માંસ વાપરતા નથી. આ પ્રસિદ્ધ વાતની સાથે તે તે વાતનો વિરોધ આવતો નથી. II૭-શા ઉપર જણાવ્યા મુજબ પોતાના શાસ્ત્રમાં અત્યંતાપવાદાદિના વિષયમાં માંસ ગ્રહણ કરવાની વાત હોવા છતાં ઉત્સર્ગમાર્ગે તો તેનો સ્પષ્ટ નિષેધ હોવાથી તે અભક્ષ્ય છે – એ વાત જણાવીને પરશાસ્ત્રમાં પણ માંસને અભક્ષ્ય માન્યું છે, એ જણાવાય છે– न प्राण्यङ्गसमुत्थं चेत्यादिना वोऽपि वारितम् । लङ्कावतारसूत्रादौ तदित्येतद्बथोदितम् ॥७-८॥ नेति-न प्राण्यङ्गसमुत्थमित्यादिना च “न प्राण्यङ्गसमुत्थं मोहादपि शेषचूर्णमश्नीयाद्' इत्यादिग्रन्थेन च वोऽपि युष्माकमपि लङ्कावतारसूत्रादौ । तन्मांसभक्षणं वारितं निषिद्धम् । आदिना शीलपटलादिशास्त्रपरिग्रहः । इत्येतन्मांसभक्ष्यत्वं वृथोदितं परेण ॥७-८॥ ભક્ષ્યાભઠ્યત્વની વ્યવસ્થા શાસ્ત્ર અને લોકથી સિદ્ધ થયેલી છે – એમ કહેવામાં આવે તો અમારા (બૌદ્ધ વગેરેના) શાસ્ત્રમાં માંસને અભક્ષ્ય તરીકે જણાવેલું નથી.' - આવી શંકાનું સમાધાન કરાય છે. શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે બૌદ્ધોના લંકાવતાર અને શીલપટલ વગેરે શાસ્ત્રમાં ૧ પ્રાથસિમુદં મોહાપ શકયૂમરની યાત્ (પ્રાણીના અંગથી ઉત્પન્ન થયેલું શંખચૂર્ણ, મોહથી પણ ન ખાવું).. ઈત્યાદિ ગ્રંથથી માંસભક્ષણનો સ્પષ્ટ નિષેધ છે. તેથી બૌદ્ધોએ માંસનું ભક્ષ્યત્વ નકામું જણાવ્યું છે. નાક અને કાનની પાછળના હાડકાના ચૂર્ણને શંખચૂર્ણ કહેવાય છે. આથી સમજી શકાય છે કે બૌદ્ધોના શાસ્ત્રમાં પણ પ્રાણીના અંગથી ઉત્પન્ન થયેલું હોવા છતાં માંસભક્ષણનો નિષેધ કર્યો છે. II૭-૮ अधिकृतार्थ एव वाद्यन्तरमतनिरासायोपक्रमते માંસભક્ષણની માન્યતા અંગેની બીજા વાદીઓની વાતનું નિરાકરણ કરવાનો પ્રારંભ કરાય છે न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥७-९॥ नेति-न नैव मांसभक्षणे दोषः कर्मबन्धलक्षणः । न मद्ये पीयमान इति गम्यते । न च मैथुने सेव्यमान इति गम्यते । यतः प्रवृत्तिः स्वभाव एषा मांसभक्षणादिका भूतानां प्राणिनां । निवृत्तिर्विरमणं पुनर्मांसभक्षणादिभ्यो महदभ्युदयलक्षणं फलं यस्याः सा ||७-९॥ ૨૫૨ ધર્મવ્યવસ્થા બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy